સુખ જેવું જગમાં કંઈ નથી, જો છે તો આ જ છે,
સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.
જલન માતરી

લઘુકાવ્ય – હરીશ દવે

રક્તિમ પીળું,
કેસરિયાળું,
બિન વાદળ નભ,
નીરવ, સ્તબ્ધ !
જો ! સૂર્ય અસ્ત !

-હરીશ દવે

હરીશ દવે નામ નેટ-ગુજરાતીઓ માટે નવું નથી. મધુસંચય, અનામિકા, અનુભાવિકા, અનુપમા જેવા ચાર-ચાર અલગ પ્રકારના બ્લૉગ નિયમિતપણે એકલા હાથે ચલાવે છે. ‘મુક્તપંચિકા’ નામે તાન્કા જેવો ભાસતો કાવ્યપ્રકાર એમણે પ્રચલિત કરવાની કોશિશ કરી છે. આજ મુક્તપંચિકા લઘુકાવ્યના નામે ગુજરાતી ભાષાના એક જમાનાના સૌથી વધુ પ્રતિષ્ઠિત ગણાતા ‘કુમાર’ માસિકના મે-2007ના અંકમાં પ્રસિદ્ધ થઈ છે. હરીશભાઈને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ…

7 Comments »

  1. harnish jani said,

    June 2, 2007 @ 8:11 AM

    હરીશભાઇ -અભિન્’દન-સૂ’દર રચ્ના બદલ

  2. પંચમ શુક્લ said,

    June 2, 2007 @ 8:54 AM

    સુંદર…મુક્તપંચિકા

  3. vishwadeep said,

    June 2, 2007 @ 8:59 AM

    સુંદર લઘુકાવ્યનો આસ્વાદ માણ્યો.. મારા અભિનંદન્

  4. Rajiv said,

    June 2, 2007 @ 10:36 PM

    વાહ વાહ…!
    સુંદર મુક્તપંચિકા…! ખરેખર મજા આવી ગઈ…!
    અભિનંદન હરીશભાઈને…!
    રાજીવ

  5. nilamhdoshi said,

    June 3, 2007 @ 7:14 AM

    અભિનન્દન્..harishbhai..i have already mailed u for this.got it?
    very nice laghukavya.
    keep it up.all the best

  6. હરીશ દવે said,

    June 5, 2007 @ 7:31 AM

    ડો. વિવેક ભાઈ! અંતરના ઊંડાણથી ધન્યવાદ …. તમે આ સમાચારને આપણા ઘણા મિત્રો સુધી પહોંચાડીને મને ઉપકૃત કર્યો છે. તેમના અભિનંદન પાઠવતા ઈ- મેઈલ મળ્યા છે. અહીં કોમેંટ્સ પણ વાંચી.આપ સૌ મિત્રોને વ્યક્તિગત જવાબ નથી પાઠવી શક્યો તેથી અત્રે આપનો આભાર માનું છું. …… . ….. હરીશ દવે અમદાવાદ

  7. gunjan said,

    June 5, 2007 @ 11:36 AM

    Dr.Vivekbhai you have rightly pointed out that Harishbhai is the first blogger in Gujarati to publish FOUR blogs entirely on his own. He is the FIRST true multiblogger in Gujarati. We are very fond of his blog.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment