શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.
વિવેક મનહર ટેલર

સાહ્યબો મારો ગુલાબનો છોડ -રઘુનાથ બ્રહ્મભટ્ટ

સાહ્યબો મારો ગુલાબનો છોડ,
                  વેલી હું તો લવંગની.
ઊડશું જીવનમાં જોડાજોડ,
                  પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી;
કેસરને   ક્યારડે   કસ્તૂરી   આ ભળી.
રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
                  મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ,
                ઓઢણી ઓઢી ઉમંગની.

-રઘુનાથ બ્રહ્મભટ્ટ

1 Comment »

  1. લયસ્તરો » સાહ્યબો મારો ગુલાબનો છોડ છે - પન્ના નાયક said,

    September 8, 2006 @ 12:00 pm

    […] રસકવિ રધુનાથ ભટ્ટની પ્રખ્યાત રચનાના મુખડાને લઈને પન્ના નાયકે આ ગીત રચ્યું છે. આ ગીતમાં રસકવિની રચનાઓમા છલકાતો શૃંગારભાવ અકબંધ છે. છેલ્લી ત્રણ પંક્તિઓ – રાતનો તો જુદો મરોડ છે… મારી સુંવાળી સુંવાળી સોડ છે… મારી સોડમાં તો રાત ને પરોઢ છે – માં વધુને વધુ ઉત્કટ થતી જતી પ્રણયઉત્કંઠાની સરસ અભિવ્યક્તિ થઈ છે. […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment