આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી -
હસમુખ પાઠક

પ્રેમ જેવી બાબત – કવિ રાવલ

હાસ્ય એનું તીખ્ખું અને નમકીન છે,
એમ લાગે છે આજ એ ગમગીન છે.

વાત ચોખ્ખી ને સ્પષ્ટ છે એ સાવ પણ
મામલો પેચીદા અને સંગીન છે.

પ્રશ્ન નાજુક છે એમ લાગે છે હવે,
એ વિચારોમાં કેટલાં તલ્લીન છે.

પ્રેમ જેવી બાબત બની ગઈ વારતા,
લાગણીઓની એ જ તો તોહીન છે.

સ્વપ્ન જેવું જોયા કરે છે એ ય પણ –
એટલે આંખો એમની રંગીન છે.

– કવિ રાવલ

“ગાલગાગા ગાગાલગા ગાગાલગા” ના છંદબંધારણને અનુસરીને લખાયેલી કવિતાના છંદ માટે કવિ “મિશ્ર છંદ” શબ્દ પ્રયોજે છે. આ છંદ ગઝલશાસ્ત્રમાં “બહરે હમીમ મુસદસ” (21 માત્રા) તરીકે ઓળખાય છે. આના જેવા જ બંધારણ ધરાવતા અન્ય છંદો પણ છે-

ગાલગાગા ગાગાલગા ગાલગાગા – બહરે ખફીફ મુસદસ સાલિમ
ગાલગાગા ગાગાલગા ગાગાગા – બહરે ખફીફ મુસદસ મુશઅસ
ગાલગાગા ગાગાલગા ગાલગા – બહરે ખફીફ મુસદસ અરૂઝ વ જર્બ મહઝૂફ
ગાલગાગા ગાગાલગા  – બહરે ખફીફ મરબ્બઅ સાલિમ

-પણ છંદની પળોજણોને બાજુએ મૂકીને પણ આ ગઝલ આખી માણવા લાયક છે. કવિનો મારે એ રીતે આભાર માનવો પડે કે એણે આ નવો છંદ મારી સામે મૂકી મને છંદશાસ્ત્રનો વિગતે અભ્યાસ કરવા મજબૂર કર્યો…

13 Comments »

 1. Devdutt Bhatt said,

  May 19, 2007 @ 5:06 am

  કંઇક એવા ખ્વાબ મારી આંખ માં હું ચિતરૂ,
  આભ આખું આવરૂં એટલો હું વિસ્તરું.

  જો તને લાગી રહ્યું હોય મારૂં દિલ પત્થર સમું,
  લાવ છિણી ને હથોડી, નામ તારૂં કોતરૂં.

  હુંય છું જિદ્દિ સખત જો એજ તારી જિદ હોય,
  ભુલવા જ્યરે કરે કોશિષ, પછો સાંભરું.

  ખેંચવા નું બેય બાજુ એક સરખૂં ચાલશે,
  એ ક્યાં સહેજે ચડે છે,હુંય શેનો ઉતરૂં.

  પ્રેમની આંધી ઉઠે ને ઝાપટું થય ત્રાટકે,
  તુંય લથબ થાય આખી, હુંય આખો નીતરૂં.

  કવિ શ્રી પંકજભાઇ ભટ્ટ્.

 2. પંચમ શુક્લ said,

  May 19, 2007 @ 6:25 am

  ગાલગાગા ગાલગાગા થી નભ્યું,
  શું કરું હું આ બધા અરકાનને?

  (રાજેન્દ્ર શુક્લ)

 3. wajahat said,

  May 20, 2007 @ 1:22 pm

  hi,
  i appriciate ur work.
  good luck 4 future.
  waz

 4. ધવલ said,

  May 20, 2007 @ 3:00 pm

  હાસ્ય એનું તીખ્ખું અને નમકીન છે,
  એમ લાગે છે આજ એ ગમગીન છે.

  મઝાનો શેર !

 5. s.vyas said,

  May 20, 2007 @ 3:23 pm

  વાહ. મઝાની ગઝલ છે.
  છન્દશાસ્ત્રની વીગતવાર સમજ્ણ આપવા બદલ આભાર. હવે આની (છંદબંધારણની) જરા વધારે સમજ પડવા માંડી છે.

 6. jayshree said,

  May 20, 2007 @ 11:13 pm

  વાત સાચી હોં વિવેકભાઇ….

  છંદશાસ્ત્રને બાજુએ મુકીને ગઝલ વાંચવાની મજા આવી ગઇ…

  પ્રેમ જેવી બાબત બની ગઈ વારતા,
  લાગણીઓની એ જ તો તોહીન છે.

  સ્વપ્ન જેવું જોયા કરે છે એ ય પણ –
  એટલે આંખો એમની રંગીન છે.

  વાહ કવિ… !!

 7. Hiral Thaker - 'Vasantiful' said,

  May 21, 2007 @ 4:20 am

  પ્રશ્ન નાજુક છે એમ લાગે છે હવે,
  એ વિચારોમાં કેટલાં તલ્લીન છે.

  Very nice Kavi….Keep it up

 8. Rajesh0825@yahoo.com said,

  May 21, 2007 @ 6:38 am

  this is wonderful i read first time in my life. I am email this from Edison U.S.A.ઋ

 9. Pradyut Raval said,

  May 21, 2007 @ 6:46 am

  પ્રેમ જેવી બાબત બની ગઈ વારતા,
  લાગણીઓની એ જ તો તોહીન છે.

  very true n touchy…..
  i appreciate your excellent work on “chhand”..its really difficult ..
  keep it up..Kavi..

  Expecting some more touchy “Gazals” ….

 10. vishnu patel said,

  May 21, 2007 @ 8:23 am

  dear kavi,
  very nice gazal,keep it up
  good luck

 11. shaileshpandya BHINASH said,

  June 1, 2007 @ 8:19 am

  kya bat hai…………………………….

 12. kamlesh patel said,

  June 30, 2007 @ 4:39 am

  મારે તમારી કવિતા કૉપી કરવિ તૉ હુ સુકરુ.

 13. Gaurav said,

  August 19, 2007 @ 2:19 pm

  excellent …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment