કેદ છું સદીઓથી ક્ષણના મહેલમાં,
છું છતાં ક્યાં છું હું આખા ખેલમાં ?
વિવેક મનહર ટેલર

દીવા સંકોર – રશીદ મીર

શમણાનાં કાંટાળા થોર
લીલો પણ ખરબચડો શોર.

છેક હજી છે ટાઢો પ્હોર,
જોયું જાશે ભરબપ્પોર.

અંધકારના તસતસતા,
લીસ્સા, ભીનાં, તીણાં ન્હોર

બેવડ થઈ છે ઝાકળમાં
તડકા ધાર નવી નક્કોર.

ખાંખાંખોળા શોધાશોધ,
સો મણ તેલે તિમિર ઘોર.

‘મીર’ સાંજ આવી પહોંચી,
યાદોના દીવા સંકોર.

– રશીદ મીર

નવીન કલ્પનોથી શોભતી ગઝલ. દિવાળીના દિવસે દીવા સંકોરવાની વાત ખાસ યાદ કરવી ગમે.

બધાને ‘લયસ્તરો’ ટીમ તરફથી દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ !

7 Comments »

 1. Dhruti Modi said,

  October 27, 2011 @ 6:27 pm

  વાહ્ ખૂબ સરસ.

 2. P Shah said,

  October 28, 2011 @ 5:38 am

  યાદોના દીવા સંકોર….
  મીર સાહેબની એક સુંદર રચના !
  અહીં લયસ્તરો પર વાંચી આનંદ થયો.

 3. Pushpakant Talati said,

  October 28, 2011 @ 7:02 am

  લયસ્તરોનાં મારા પ્રિય મિત્રો અને સ્નેહીઓ,

  સૌને શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન. – દિવાળીના દીવડાઓ તમારા અંતરને ઝગમગાવે. – આંગણે પૂરેલા સાથિયાઓ મિત્રો અને સ્નેહીઓ વચ્ચે આત્મીયતાને વિકસાવે. – દિવાળી માત્ર ફટાકડા અને મીઠાઈ પૂરતું સિમીત ન રહેતાં પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બને એવી હાર્દિક શુભેચ્છા.

  આ પર્વદિને એવી પ્રાર્થના કરીએ કે કોઈકના જીવનદીવડાંમાં આપણે પ્રકાશ રેલી શકીએ, – કોઈક મૂરઝાયેલાં ચ્હેરાંઓ પર સ્મિત ઝળકાવી શકીએ – કોઈને જીવનઆંગણે મધુર રંગોલી કરી શકીએ – ફટાકડાનાં શોરમાં દીનદુઃખીયાનો આર્તનાદ ભૂલી ન જઈએ – ઈશ્વરે આપણને જે આપ્યું હોય તેમાંથી થોડું બીજાને વહેંચીએ – અને આવું એક દિવસ જ નહીં, આવનાર પ્રત્યેક દિવસે કરીએ – પ્રત્યેક પળને ઉલ્લાસથી વધાવીએ – અને નિત્યનવા ઉત્સાહ અને ઉમંગથી જીવનનો ઉત્સવ ઉજવીએ.

  સહુને શુભ-દિપાવલી તથા નૂતન વર્ષાભિનંદન.
  HAPPY DIWALI & PROSPEROUS NEW YEAR.

 4. Kalpana said,

  October 28, 2011 @ 6:26 pm

  થોર માંથી બપ્પોર અને વળી યાદોના દીવા સંકોરવા સુધીની વાત સુંદર રીતે રજુ થઈ છે. આભિનન્દન મીર સાહેબને.
  આભાર આપનો, નૂતનવર્ષા ભિનન્દન સૌને. ા

 5. sudhir patel said,

  October 29, 2011 @ 3:08 pm

  ખૂબ સુંદર ગઝલ!
  સૌ વાચક મિત્રોને નૂતનવર્ષાભિનંદન!
  સુધીર પટેલ.

 6. kishoremodi said,

  October 30, 2011 @ 2:35 pm

  સર્વાંગ સુંદર ગઝલ
  સહુ મિત્રોને નૂતનવર્ષપ્રતિનન્દન
  કિશોર મોદી

 7. વિવેક said,

  November 1, 2011 @ 9:52 am

  વાહ… મજાની ગઝલ.. મત્લાનો શેર અતિઉત્તમ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment