ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
ઉમાશંકર જોશી

ગઝલ -ભરત વિંઝુડા

હોય મનમાં એક-બે જણનો અભાવ
જ્યાં હતો આખીય દુનિયાનો લગાવ

આંખ ખૂલી હોય ને બનતા રહે
આંખ ખોલી નાખનારા કંઈ બનાવ

હું રમતમાં હોઉં નહીં સામેલ ‘ને
તોય દેવાનો થયો મારેય દાવ

જળ વહી આવે તો તરવાની ફરી
મધ્ય રેતીમાં ઊભી છે એક નાવ

ભોગવે છે આજુબાજુમાં સહુ
હું ને તું બેઠાં છીએ એનો તનાવ

-ભરત વિંઝુડા

ભરત વિંઝુડાની આ ગઝલ જેટલી સરળ છે એટલી જ મર્માળી પણ છે. ખુલ્લી આંખનો શ્લેષ પ્રયોજવામાં એમની કલમનું બળકટપણું સ્પષ્ટ ઉપસી આવેલું અનુભવાય છે. અને એ જ રીતે બે જણ શાંતિથી બેઠા હોય એ આપણે જોઈ શકતા નથીની વરવી વાસ્તવિક્તા ગઝલના આખરી શેરમાં કેવી સુપેરે વ્યક્ત થઈ શકી છે !

6 Comments »

  1. jayshree said,

    April 28, 2007 @ 9:52 AM

    હું રમતમાં હોઉં નહીં સામેલ ‘ને
    તોય દેવાનો થયો મારેય દાવ

    જળ વહી આવે તો તરવાની ફરી
    મધ્ય રેતીમાં ઊભી છે એક નાવ

    આમ તો આખી ગઝલ સરસ છે, પણ આ બે શેર કંઇ વધુ ગમી ગયા.

  2. ધવલ said,

    April 28, 2007 @ 3:07 PM

    હોય મનમાં એક-બે જણનો અભાવ
    જ્યાં હતો આખીય દુનિયાનો લગાવ

    હું રમતમાં હોઉં નહીં સામેલ ‘ને
    તોય દેવાનો થયો મારેય દાવ

    – બહુ સરસ થયા છે આ બે શેર !

  3. હેમંત પુણેકર said,

    April 29, 2007 @ 5:48 AM

    આંખ ખૂલી હોય ને બનતા રહે
    આંખ ખોલી નાખનારા કંઈ બનાવ

    વાહ!

  4. UrmiSaagar said,

    April 29, 2007 @ 10:08 PM

    અરે ડૉક્ટરસા’બ, આ ગઝલ તો તમે ગજબની જોરદાર શોધી લાવ્યા છો…
    કયો શેર વધુ માર્મિક છે, એ કહેવું જ મુશ્કેલ થઇ પડે છે!

    ખુબ જ ગમી ગઇ…

  5. anupam shroff said,

    April 30, 2007 @ 1:45 AM

    very good to read gujarati keep it up and send to me
    thanks
    anupam shroff

  6. DILIP JOSHI said,

    May 7, 2007 @ 5:50 AM

    To-day i visited you Web “LAYASTARO.COM AND READ gUJARATI POEMS. I AM ALSO POET. You might be knowing me. I appreciate your web planning. Bharat Vinzuda is my friend and Kavi Raval is an emerging poet of my region.

    thanking you,

    Dilip Joshi

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment