આંસુભર્યા તળાવમાં કાગળની હોડીઓ,
સ્ફુરે ગઝલ એ ચંદ્રકિરણનો પ્રસંગ છે.
ભગવતીકુમાર શર્મા

મૌન – લતા હિરાણી

હું તને ઝરણ મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને દરિયો મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને પંખી મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને આખું આભ મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
જા, હવે બહુ થયું
હું મૌન વહેતું કરું છું
તું મારાં આભ, દરિયો ને પાંખ
પાછાં મોકલ …..

– લતા હિરાણી

વાંચતાની સાથે ભીતરમાં સળવળાટ કરી જાય એવું નાનું પણ બળુકુ અછાંદસ, વિશ્વકવિતાની સમકક્ષ ઊભું રહી શકે એવું !

12 Comments »

  1. Rina said,

    October 14, 2011 @ 3:22 AM

    વાહહહ……..

  2. poonam said,

    October 14, 2011 @ 4:35 AM

    જા, હવે બહુ થયું
    હું મૌન વહેતું કરું છું
    તું મારાં આભ, દરિયો ને પાંખ
    પાછાં મોકલ …..

    – લતા હિરાણી – sir this 1 is my fvrt … thnx 4 tht bahoot umda likh he.. .thnx 4 tht sir..

  3. pragnaju said,

    October 14, 2011 @ 8:36 AM

    ખૂબ મઝાની અભિવ્યક્તી
    યાદ મા ગીત ગુંજી ઊઠ્યું
    મૌન કહો તો એક શબ્દ છે,
    આમ જુઓ તો વાણી.
    આભથી જુઓ બરફ પડે ને,
    પળમાં વહેતું પાણી.
    હું મૌન વહેતું કરું છું
    તું મારાં આભ, દરિયો ને પાંખ
    પાછાં મોકલ
    એટલું જોરદાર વહેણ આવ્યું કે

    મૌનમાં ડૂબી રહી છું દમ-બ-દમ,
    શબ્દના નીકળે છે પરપોટા સતત…

  4. ડેનિશ said,

    October 14, 2011 @ 9:35 AM

    સુંદર , નાનકડું અછાંદસ !
    સાથે પ્રજ્ઞાજુબેને ટાંકેલો રઈશસરનો શૅર પણ યથોચિત છે.

    મૌનમાં ડૂબી રહ્યો છું દમ-બ-દમ,
    શબ્દના નીકળે છે પરપોટા સતત… (શબ્દ મારા સ્વભાવમાં જ નથી)

  5. sudhir patel said,

    October 14, 2011 @ 9:49 PM

    વાહ! ચોટદાર કાવ્ય!!
    સુધીર પટેલ.

  6. Girish Parikh said,

    October 15, 2011 @ 12:50 AM

    Please read the rendering of the world class poem of Latabahen Hirani on the blog http://www.girishparikh.wordpress.com . Please post your comments also. Thanks.

  7. jyoti hirani said,

    October 16, 2011 @ 9:46 AM

    સરસ કાવ્ય અભિનન્દન લતાબેન

  8. કિરણસિંહ ચૌહાણ said,

    October 18, 2011 @ 2:08 AM

    રમણીય કાવ્ય.

  9. Dhruti Modi said,

    October 18, 2011 @ 3:29 PM

    નાનક્ડું પણ હૅયાને વલોવી નાખે ઍવું કાવ્ય.

  10. Pinki said,

    October 19, 2011 @ 7:51 PM

    વાહ્.. ! સુંદર અભિવ્યક્તિ !

  11. Lata Hirani said,

    December 2, 2011 @ 12:59 PM

    સહુનો ખૂબ આભાર…. લયસ્તરોનો પણ…

    આ મે આજે જ જોયુ !! ( અહીયા )

    લતા હિરાણી

  12. Mitul said,

    April 3, 2014 @ 11:51 AM

    બહુજ સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment