આપણો સંબંધ બસ છૂટી ગયો,
તાંતણો કાચો હતો, તૂટી ગયો.
વિજય રાજ્યગુરુ

ઊભા છીએ – જાતુષ જોશી

અંત ને શરૂઆત લઇ ઊભા છીએ,
જાત ખોઇ, જાત  લઇ ઊભા છીએ. 

ક્યાં અહીં અજવાસ કે અંધાર છે?
ક્યાં દિવસ કે રાત લઇ ઊભા છીએ? 

કોઇ પ્રત્યાઘાત તો શોધો જરા,
મર્મ પર આઘાત લઇ ઊભા છીએ. 

એક ઢળતી પળ હજી પામી મરણ,
એક પળ નવજાત લઇ ઊભા છીએ. 

શબ્દ તો સાપેક્ષ છે, નિરપેક્ષ છે,
શબ્દને સાક્ષાત લઇ ઊભા છીએ.

-જાતુષ જોશી


જાતુષ જોશીની કવિતામાં પરંપરાના પ્રતીકો પોતીકી તાજગી સાથે આવતા હોવાથી એમાં વાસીપણાની બદબૂ નહીં, પણ ઓસની ભીનાશ વર્તાય છે અને એનું કારણ તો વળી એ પોતે જ આપે છે કે શબ્દને સાક્ષાત્ લઈ ઊભા છીએ. એક ક્ષણના મૃત્યુના ગર્ભમાં બીજી ક્ષણ જન્મ લઈ રહી હોવાનો ઈંગિત પણ તરત જ ગમી જાય એવો છે.

5 Comments »

 1. ધવલ said,

  April 23, 2007 @ 1:07 am

  વિરોધાભાસી તત્વોના સંમિલનમાં અર્થ શોધતી સુંદર ગઝલ…. સાથે રાખી વારંવાત મમળાવો તો એનો અર્થ ઘીરે ધીરે ઉપસે એવી રચના.

 2. Vihang Vyas said,

  April 23, 2007 @ 9:46 am

  અત્યંત સરસ ગઝલ……જેની કલમ ઊંડા શ્વાસ લેતી હોય તેની પાસેથીજ આવું કશુંક નીપજી આવે. અહીં રદિફ-કાફિયા જાણીતા છે પરંતુ અભિવ્યક્તિની તાજગી, વિચારનું માધુર્ય ગઝલને ગઝલ બનાવે છે. જાતુષ જોશીની પાસે પોતાનો અવાજ છે. એ અવાજ મેઘાણી અને બોટાદકરની ધરતી બોટાદ નો અવાજ છે.

 3. UrmiSaagar said,

  April 23, 2007 @ 4:54 pm

  ખુબ જ સરળ અને સીધી અંદર ઊતરી જાય એવી અદભૂત ગઝલ!

 4. ankur suchak said,

  April 24, 2007 @ 10:49 am

  Dear poet Jatush ji,

  Its really geat poem. ” ant nt shrurat lai ne ubha chhia”

  god bless ur fingures & heart

  Ankur Suchak
  cell :- 98240 84122

 5. Darshan Vyas said,

  March 5, 2010 @ 1:17 am

  Irshad Irshad, Bhai Shree Jatushbhai Tamara Gahan Hovani Vaato Me Mara Bhai Vihang Vyas Pase thi Sambhaliti Pan Aaj to Me Anubhavi Lidhi Khub Saras.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment