પગ ત્યજીને પગલાં ચાલી નીકળે,
માર્ગ પણ કેવા મવાલી નીકળે !
વિવેક મનહર ટેલર

ગઝલ – હેમંત પુણેકર

કંઈ નથી, જ્યાં સુધી કોઈ જોતું નથી
એક દર્શક વગર દૃશ્ય બનતું નથી

એટલે આંખની આંખમાં રહી ગઈ
ખારા જળની નદી, કોઈ લોતું નથી

એકબીજાના સહારે ટક્યા આપણે
હું સમુ કંઈ નથી, જો કોઈ તું નથી

રાખ શમણાની સાથે વહી જાય છે
અશ્રુ કારણ વગર ખારું હોતું નથી

એક ડૂસકું દબાવ્યું મેં એ કારણે
અહીંયા કારણ વગર કોઈ રોતું નથી

ખૂબ શોધો છતાં શક્ય છે ના જડે
જે બધે હોય છે, ક્યાંય હોતું નથી

– હેમંત પુણેકર

ધીમે રહીને ખુલતી ગઝલ…  એક એક શેર જરા હળવા હાથે ઉઘાડીએ, દોસ્તો…

14 Comments »

 1. Rina said,

  August 24, 2011 @ 1:33 am

  ખૂબ શોધો છતાં શક્ય છે ના જડે
  જે બધે હોય છે, ક્યાંય હોતું નથી….amazing…….

 2. Atul Jani (Agantuk) said,

  August 24, 2011 @ 5:43 am

  ખૂબ શોધો છતાં શક્ય છે ના જડે
  જે બધે હોય છે, ક્યાંય હોતું નથી

  આ શેર વધુ ગમ્યો.

 3. Devika Dhruva said,

  August 24, 2011 @ 8:06 am

  ઘણાં વખત પછી હેમંતભાઈની ગઝલ મળી. મક્તા ખુબ દાદ માંગી લે છે.મઝા આવી.

 4. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  August 24, 2011 @ 9:53 am

  સખત ગરમીમાં હેમંતનો શીતળ વા વાયો.
  એકેક શેર અહીં સવા શેરનો બનીને આવ્યો.

 5. ડૉ.મહેશ રાવલ said,

  August 24, 2011 @ 12:13 pm

  પાકટ કલમની માતબર ગઝલ….
  વાહ હેમંતભાઇ….ખૂબ સરસ.
  -અભિનંદન.

 6. Dhruti Modi said,

  August 24, 2011 @ 3:42 pm

  સરસ મઝાની ગઝલ. મત્લાથી મક્તા સુધી દરેક શે’ર ઉત્તમ.

 7. ધવલ said,

  August 24, 2011 @ 11:21 pm

  એક ડૂસકું દબાવ્યું મેં એ કારણે
  અહીંયા કારણ વગર કોઈ રોતું નથી

  – સરસ !

 8. Ramesh Patel said,

  August 25, 2011 @ 12:02 am

  દરેક શેર સવાશેર. સરસ

  રમેશ પટેલ(આકાશદીપ)

 9. દીપક પરમાર said,

  August 25, 2011 @ 2:14 am

  એટલે આંખની આંખમાં રહી ગઈ
  ખારા જળની નદી, કોઈ લોતું નથી

  એકબીજાના સહારે ટક્યા આપણે
  હું સમુ કંઈ નથી, જો કોઈ તું નથી

  ખુબ સરસ હેંમતભાઈ…

 10. P Shah said,

  August 25, 2011 @ 2:59 am

  અહીંયા કારણ વગર કોઈ રોતું નથી…

  સુંદર ગઝલ !

 11. હેમંત પુણેકર said,

  August 25, 2011 @ 7:07 am

  વિવેકભાઈ, આ ગઝલ અહીં સમાવવા બદલ ધન્યવાદ! તમામ વાચકોનો પણ આભાર!

 12. dr.ketan karia said,

  August 27, 2011 @ 9:09 am

  છેલ્લો શેર ખૂબ સરસ છે

 13. Dr.Manoj L. Joshi 'Mann' (Jamnagar) said,

  August 29, 2011 @ 1:41 pm

  ખુબજ સુંદર ગઝલ હેમંતભાઈ….કવિઓના ભાવવિશ્વ ક્યારેક અનાયાસે એકબીજાને કેવા અડકતાં હોય છે !! મારી એક ગઝલના બે શેર જુઓ…હવેથી એકપણ સપનું ઘડે નહી ,
  જરા સમજાવ આંખોને રડે નહી .
  ખરેખર ક્યાંય ખોવાયું નથી એ,
  ઘણું શોધ્યા પછી પણ જે જડે નહી.

 14. અન્યત્ર પ્રકાશિત બે ગઝલો | હેમકાવ્યો said,

  July 28, 2012 @ 5:04 am

  […] આ ગઝલ લયસ્તરો પર પ્રકાશિત થઈ હતી. […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment