કેટલાં દૂર જઈ અને દેવો વસ્યાં
આમ આપણને કરાવી જાતરા !
ભરત વિંઝુડા

ખખડવાની – ડૉ. મનોજ જોષી ‘મન’

ખખડવાની નથી જોતી હવે તો રાહ પણ ડેલી,
અને ફળિયુંય બેઠું છે બધી આશાઓ સંકેલી.

મીંચીને આંખ આ છજ્જુ હવે ચુપચાપ સૂતું છે,
લઈ પાંપણના ખૂણા પર ઘણીએ વાત ભીંજેલી.

હજુ ક્યારેક ઉંબરને સતાવે છે જૂના સ્પર્શો,
‘ઘણી ખમ્મા’ કહીને યાદ કરતો ઠેસ વાગેલી.

કદી પડઘાય છે વાતો અને ગૂંજે કદી કલરવ,
ગુમાવી કાનનો વિશ્વાસ ઊભી છે ભીંત થાકેલી.

ખૂણેખૂણો તપાસે છે આ ખાલી ઘરનો સન્નાટો,
દિવસ જ્યાં આજ સૂતો છે, હતી ત્યાં રાત જાગેલી.

– ડૉ. મનોજ જોષી ‘મન’

મનોજ જોષીની ગઝલોમાંથી પસાર થતી વખતે મને હંમેશા લાગ્યું છે કે આ કવિ હમરદીફ- હમકાફિયા ગઝલમાં કમાલનું કામ કરે છે. આ ગઝલ પર નજર નાંખી તો તરત જણાય કે કવિ કાફિયા પાસે નથી જતા, કાફિયા ખુદ કવિ પાસે આવે છે…

15 Comments »

 1. Rina said,

  October 21, 2011 @ 2:41 am

  વાહ….

 2. neerja said,

  October 21, 2011 @ 3:35 am

  too good. .

  why don’t i get direct posts from layastaro on my face book account now a days?

 3. મીના છેડા said,

  October 21, 2011 @ 7:29 am

  આ ગઝલ તો પહેલેથી જ પસંદ હતી પણ એક કવિની સમજ સાથે ફરી વાંચવાની ને સમજવાની મજાનો જાદુ ઓર જ રહ્યો….

 4. dr.ketan karia said,

  October 21, 2011 @ 9:06 am

  એમની આવી અઢળક ગઝલો માણવાનો મોકો મળતો રહે છે ….તે માટે ગર્વ કરવાનુ મન અચૂક થાય..

 5. pragnaju said,

  October 21, 2011 @ 9:12 am

  ખૂબ સુંદર ગઝલ
  કદી પડઘાય છે વાતો અને ગૂંજે કદી કલરવ,
  ગુમાવી કાનનો વિશ્વાસ ઊભી છે ભીંત થાકેલી.
  આ પહેલા આ શેર ખૂબ ચર્ચાયો
  કવિએ વિશ્વાસ શબ્દને સગવડખાતર ગાગા ગણ્યો હોય અને ઊભી ને લગા ગણ્યું હોય…!.
  તો એ પંક્તિ લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા મુજબ બંધબેસી શકે.
  તો
  ‘ઊ’ સ્વર હોવાને કારણે સ અને ઊ ઝડપથી અને સાથે બોલાઈ શકે. જેનું પઠન આ પ્રમાણે થઈ શકે:
  ગુમાવી કાનનો વિશ્વા સુભી છે ભીંત થાકેલી !
  અને આ સમાધાન પણ કહેવાયું
  દિલ-એ-નાદા તુઝે હુઆ ક્યા હૈ,
  આખિર ઇસ દર્દ કી દવા ક્યા હૈ.
  અહીં ગાલગા ગાલગા લગાગાગા છે.
  જેમાં બીજા શેરમાં ‘આખિરિસ’ એમ કરીને ગાલગા થાય છે

  પણ તેની ગહનતા વિચારીએ તો દરેક ઘરના પોતાના સન્નાટા ,આગવા અવાજો , નીજનું સંગીત ,કોલાહલો એકલતા હોય છે. ભર્યુંભાદર્યું લાગતું ઘર પોતાની અંદરથી ખાલી હોઇ શકે ને બહારથી ખંડેર જેવું ભાસતું ઘર પ્રસન્નતાથી છલોછલ હોઇ શકે.
  સ્થૂળ ઘર જ્યારે અમૂર્ત ભાવ બનીને આપણી ભીતર જીવવા લાગે છે ત્યારે એ ઘર જ સાચું સભર-ઘર બને છે.જેને લોકો ધરતીનો છેડો કહે છે, ધરતીના છેડાથી જ બધું આરંભાય છે અને બધું જ પાછું આવીને આપણી અંદર ઠરીઠામ થાય છે.. અમારા અનુભવમાં પરદેશથી પાછાં ફરવાના માર્ગે હોઇએ ત્યારે આ ઘર બાહુ ફેલાવીને પ્રતીક્ષા કરે છે પાછાં ફરીએ ત્યારે પ્રેમથી બાથમાં લે છે.

 6. વિવેક said,

  October 21, 2011 @ 9:47 am

  પ્રજ્ઞાજુએ ખૂબ સરસ વાત કરી… આ વિષય ઉપર મેં લગભગ એક આખો લેખ લખી નાંખ્યો હતો. આ પ્રકારની છૂટછાટના ઢગલોક ઉદાહરણ આપ અહીં જોઈ શકો છો:

  http://vmtailor.com/archives/167

 7. વિવેક said,

  October 21, 2011 @ 9:48 am

  http://vmtailor.com/archives/167

  આજ લિન્ક પર નીચે કોમેન્ટ વિભાગમાં પણ બીજા ઢગલોક ઉદાહરણ જોવા મળશે…

 8. સુનીલ શાહ said,

  October 21, 2011 @ 11:52 am

  સુંદર ગઝલ..

 9. ડૉ.મહેશ રાવલ said,

  October 21, 2011 @ 12:35 pm

  કવિશ્રી મનોજભાઇની સરસ ગઝલ બદલ એમને ખાસ અભિનંદન.
  પ્રતિભાવ-વિભાગની સ-રસ ટિપ્પણીઓ માણવાની પણ મજા આવી.
  કવિ અને ટિપ્પણીકાર બધાનો આભાર.

 10. sudhir patel said,

  October 21, 2011 @ 10:40 pm

  ખૂબ સુંદર ગઝલ ફરી અહીં માણવી ગમી.
  પરંતુ પ્રજ્ઞાબેનના છંદના અભ્યાસ ઉપર તો વારિ જવાયું!!
  સુધીર પટેલ.

 11. amirali khimani said,

  October 22, 2011 @ 5:13 am

  સરસ બહુ સરસ ગજલ મનોઝ ભૈયા ને અભિન દન્. ઘનિ ખમ્મા થિ યાદ આવે ચે કવિતા પ્દુકે ખ દુ તો ખમ્મા આનિ વાનિ મહા હેત્ વાલિ દયાલુ માતા. થોક્ર્ર વગે તો ખમ્મા નો ઉુપ્ા સન્ત વન મલે. ગઝલ નિ રચ્ના, ભાવ ના અતિ દિલ્કસ લાગે તેવિજ ચે..

 12. Maheshchandra Naik said,

  October 22, 2011 @ 5:15 am

  સરસ ગઝલ માટે કવિશ્રી મનોજભાઈને અભિનદન

 13. Dr.Manoj L. Joshi 'Mann' (Jamnagar) said,

  October 24, 2011 @ 3:45 pm

  રસ-પુર્વક ગઝલ વાંચી, પ્રેમ-પુર્વક પ્રતિભાવ આપવા બદલ સૌનો હૃદય-પુર્વક આભાર….

 14. Navin Bhatt said,

  October 25, 2011 @ 10:46 am

  Congrats to Manojbhai.
  while reading this GAZAL I was feeling that I’m at my home village.
  Thanks

 15. jitu trivedi said,

  December 23, 2011 @ 2:54 pm

  sunder gazal. mane pan ham radif hum kafiya ma gazalo rachvi game chhe. divas ane ratrini suvani vaat suxm rate muki chhe!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment