જીવતું રાખવા તાપણું આપણે,
ચાંપવું રોજ સંભારણું આપણે.
જયંત ડાંગોદરા

યુવાગૌરવ: ૨૦૦૯: હરદ્વાર ગોસ્વામી

આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૦૯ માટે હરદ્વાર ગોસ્વામીને આપવામાં આવ્યો. હરદ્વાર ગોસ્વામીને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

1_hardwaar

ફૂલ સાથે ડાળ આખી આ ખરી,
પાનખરની છે પરીક્ષા આખરી.

મીણ જેવી એ હતી ને ઓગળી,
સૂર્ય સામે આંગળી ક્ષણભર ધરી.

હું સતત ખેંચાઉં છું, ખેંચાઉં છું,
આ સ્મરણના ચુમ્બકે ભારે કરી.

હું ગગન જેવો જ પ્હોળો થઇ ગયો,
જ્યાં હવા અસ્તિત્વના ફૂગ્ગે ભરી.

મન હશે દરજી મને ન્હોતી ખબર,
ઝંખના હર એક કાયમ વેતરી.

એક અણમાનીતી રાણી શી પીડા,
હર જનમ ‘હરદ્વાર’ સાથે અવતરી.

-હરદ્વાર ગોસ્વામી

સ્મરણનું ચુંબક અને મનરૂપી દરજીનો જવાબ નથી !

21 Comments »

 1. મીના છેડા said,

  July 29, 2011 @ 1:39 am

  હું સતત ખેંચાઉં છું, ખેંચાઉં છું,
  આ સ્મરણના ચુમ્બકે ભારે કરી.

  વાહ!!!

  અભિનંદન

 2. Rakesh Thakkar, Vapi said,

  July 29, 2011 @ 2:18 am

  અભિનંદન ! હરદ્વાર ગોસ્વામી
  મન હશે દરજી મને ન્હોતી ખબર,
  ઝંખના હર એક કાયમ વેતરી.

 3. ભાર્ગવ ઠાકર said,

  July 29, 2011 @ 2:33 am

  દોસ્ત અભિનંદન…
  સુંદર ગઝલ છે, મજા પડી…

 4. ડૉ. મહેશ રાવલ said,

  July 29, 2011 @ 3:11 am

  કવિ મિત્ર શ્રી હરદ્વાર ગોસ્વામીને યુવાગૌરવઃ૨૦૦૯ પુરસ્કાર બદલ હાર્દિક અભિનંદન અને ભવિષ્યમાં મળનાર બીજા અનેક પુરસ્કાર માટે અત્યારથી શુભકામનાઓ….!
  જય હો….

 5. Anil Chavda said,

  July 29, 2011 @ 3:13 am

  Kavishree Hardwar Goswamine Khub Khub Abhinandan….

 6. P Shah said,

  July 29, 2011 @ 3:48 am

  આ સ્મરણના ચુમ્બકે ભારે કરી.

  સુંદર રચના !

  અભિનંદન પુરસ્કાર માટે !

 7. Atul Jani (Agantuk) said,

  July 29, 2011 @ 4:00 am

  શ્રી હરદ્વાર ગોસ્વામીને અભિનંદન.

 8. Dr. J. K. Nanavati said,

  July 29, 2011 @ 5:09 am

  શ્રી હરદ્વાર ગોસ્વામીને અભિનંદન.

  Dr.Nanavati

 9. Deval said,

  July 29, 2011 @ 6:53 am

  Abhinandan…..

 10. સુનીલ શાહ said,

  July 29, 2011 @ 9:07 am

  અભિનંદન…અભિનંદન.

 11. DHRUTI MODI said,

  July 29, 2011 @ 4:01 pm

  અભિનંદન.
  સુંદર રચના.

 12. Kalpana said,

  July 29, 2011 @ 6:36 pm

  આપના કવિત્વમા ચુંબકત્વ છે. અભિનન્દન. ખૂબ ખૂબ શુભકામના.આભાર

 13. જટાયુ : હરદ્વાર ગોસ્વામી | "મધુવન" said,

  July 29, 2011 @ 9:14 pm

  […] […]

 14. Sudhir Patel said,

  July 29, 2011 @ 11:21 pm

  Dear Hardwar,

  Congratulations for ‘Yuva Gaurav 2009’ and with you all the best!
  Enjoyed your wonderful Ghazal!!
  Sudhir Patel.

 15. manvant patel said,

  July 29, 2011 @ 11:26 pm

  વાહ મનના દરજી….વાહ !
  અભિનઁદન !હરિના આશિર્વાદ
  તમને સહાયક બનો !

 16. ghanshyam said,

  July 30, 2011 @ 3:53 am

  શ્રી હરદ્વાર ગોસ્વામીને અભિનંદન.

 17. Lata Hirani said,

  July 30, 2011 @ 6:13 am

  હું સતત ખેંચાઉં છું, ખેંચાઉં છું,
  આ સ્મરણના ચુમ્બકે ભારે કરી.

  ક્યા બાત હૈ હરદ્બારભાઇ !!

 18. Manan Desai said,

  July 30, 2011 @ 3:18 pm

  સમ્બન્ધો લોહિના જ નથિ હોતા,
  માનસાઇના જ હોઇ ચ્હે યારો…………

 19. Hardwar Goswami said,

  July 31, 2011 @ 2:11 am

  હું આપ સૌનો અહી હૃદયપૂર્વક આભાર માનું છું. ખાસ તો વિવેકભાઈ, ખાસ તો ખાસ આપનો આભાર, આપે આપેલી આ સુંદર જગા માટે.

 20. raksha shukla said,

  July 31, 2011 @ 4:51 am

  શુ કહું? ગાલીબ નું જ આકાશ માત્ર નહિ પણ એવા માતબર કવિઓના અગણિત આકાશ મળે. ગઝલનો રાજયોગ તમારી આદત બનશે તો ગમશે, હો!

 21. Prashant Olpadkar said,

  August 17, 2011 @ 10:57 am

  વાહ્, સ્મરન નુ ચુમ્બક, દરેક ના મન નેી વાત કરિ બોસ, એવુ કોન હશે જે ને સ્મરન નુ સુખ કે દુખ નહિ હોય….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment