આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
રમેશ પારેખ

અંધારું – પુરુરાજ જોષી

અજવાળું
ઘોંધાટ કરે છે
અંધારું તો પવનલહરના સ્પર્શે
મંદ, મધુર સુરાવલિ છેડતું
વાયોલિન!

અંધારામાં
મઘમઘતી માટી
અંધારાથી
સંગોપિતા પૃથ્વી
પુનર્જન્મની કરે પ્રતિક્ષા…

અંધારું
જળની પાટી પર
પવને પાડ્યા અક્ષર
ભૂંસે,
ગૂંથે
શિશુઓની બીડેલ આંખમાં
સ્વપ્નો.
યુવકો માટે રચતું
વસંતોત્સવ અંધારું
ને વિરહદગ્ધ હ્રદયો માટે
પાથરતું
અનંત અંધ સુરંગ.

– પુરુરાજ જોષી

અંધારાનો એક બીજો રંગ !

12 Comments »

 1. preetam lakhlani said,

  April 5, 2011 @ 8:41 pm

  અધકારને સ્વગિય કવિ મણીલાલે અઢળક રીતે શણગારયો છે…..આ કવિએ અંધકાર પર અગણિત કવિતા રચી અંધકારને ઉજળો કરયો છે……… પુરુરાજ જોષીનુ કાવ્ય પણ લાજવાબ છે

 2. Bharat Trivedi said,

  April 5, 2011 @ 9:40 pm

  ગુજરાતી કવિતામાં ૧૯૬૦ના અરસામાં જર્મન કવિ રિલ્કેની કવિતાની અસર ભારે હતી . રે મઠના કવિઓએ એ અસર હેઠળ અનેક કાવ્યો આપ્યાં છે. આ કાવ્યોની સૌથી નોંધ પાત્ર બાબત એ એ કહી શકાય કે ગુજરાતી કવિતામાં મેટાફોરની ભરમાર ખૂબ ચાલી. જે કાવ્યોમાં દમ હતું તે ટકી ગયાં ને બાકીનાં કાળના પ્રવાહ સાથે તણાઈ ગયાં.

  રાજેન્દ્ર શુક્લનું ઊટ ભરી આવ્યું અધારું, તો ચિનુ મોદીનુ ઉલૂકે રાત્રિના વપૂ પરનો ઘાવ નખ વડે ખણી લીઘો, બીધો પવન … ને બીજાં અનેક કાવ્યોનું સ્મરણ થઈ આવે છે. કવિ મિત્ર પુરુરાજ જોષી રે મઠના કવિ એટલે તે સમયની ઘણી બધી યાદો તાજી થાય છે.

 3. P Shah said,

  April 5, 2011 @ 10:48 pm

  ધવલભાઈ, અંધારાનો બીજો રંગ ગમ્યો.
  એક પછી એક સુંદર અછાંદસ કાવ્યો માણ્યા, આભાર !

 4. Kirtikant Purohit said,

  April 6, 2011 @ 12:18 am

  અઁધારુઁ એના નવા રઁગમાઁ…વાહ…

 5. વિવેક said,

  April 6, 2011 @ 1:37 am

  વળી અંધારું અને વળી એ જ કોયડો… અછાંદસ કે મુક્ત પદ્ય? આ દેખીતું અછાંદસ પણ અનિયતવર્તી છંદોલયને અનુસરે છે…

 6. Dr. J. K. Nanavati said,

  April 6, 2011 @ 4:18 am

  ચો દિશા, ચો પાસ અજવાળા હતાં
  અંધકારે, સુર્યના તાળા હતાં……

  સુર્યને પણ અંધકારની એટલીજ બીક હોય છે ……..

  સરસ રચના……..આછાંદસ, પણ ગમી…

 7. Lata Hirani said,

  April 6, 2011 @ 5:38 am

  શિશુની આંખમાં કદી સ્વપ્નો નથી હોતાં.

  જીવનમાં માત્ર આ જ ઉંમર એવી હોય છે કે જેમાં જીવન માત્ર અને માત્ર વર્તમાનમાં, સહજ રીતે અને તો યે મસ્તીથી વહ્યે જાય છે. શિશુને ભુતકાળ કે ભવિષ્ય સાથે કંઇ લેવાદેવા નથી હોતી…

  આ હકીકતદોષ ગણી શકાય..

  લતા જ. હિરાણી

 8. pragnaju said,

  April 6, 2011 @ 7:40 am

  મધુરું અંધારું અંગે તો અનેક ગીતોના સ્વર ગૂંજે છે!
  અંધારું તો પવનલહરના સ્પર્શે
  મંદ, મધુર સુરાવલિ છેડતું
  વાયોલિન!
  સ રસ
  આનંદઘેલા હૈયે અમારા આજ
  અંધારાને યે અપનાવ્યું !
  આજ અમે અંધારું શણગાર્યું,
  હે જી અમે શ્યામલને સોહાવ્યું.
  ને વિરહદગ્ધ હ્રદયો માટે
  પાથરતું
  અનંત અંધ સુરંગ.
  યાદ
  ભીનું ભીનું અંધારું વર્ષાનું વ્હાલમા
  સપના સૂકાઈ ગયા ભીના રૂમાલમાં
  ભીના રૂમાલમાં
  ગૂંથે
  શિશુઓની બીડેલ આંખમાં
  સ્વપ્નો.
  યુવકો માટે રચતું
  વસંતોત્સવ અંધારું
  યાદ આવે
  બચપણમાં પાછળથી આવી
  મારા મિત્રે મારી આંખ દાબી દીધી
  અને થોડાં વરસો પછી મારી પ્રેમિકાએ
  તેનું પુનરાવર્તન કર્યું ત્યારે
  બેમાંથી કયું અંધારું વધારે ગાઢ હતું
  એ હું આજે પણ નક્કી કરી શકતો નથી.
  અને એ ય નક્કી કરી શકતો નથી
  કે એ હાથ અંધારાના હતા
  કે
  પ્રેમના ?
  અંધારાનો એક બીજો રંગ ! તે
  પ્રકાશહીન અંધારું એક જ છે અને તે અજ્ઞાન તથા જડતા-રૂપી રાતનું. ” -હેલન કેલર
  કદાચ તેથી જસંધ્યાનો દીવો પ્રગટાવવો કે જેથી નકારાત્મક ઊર્જાનો સ્થાયી નિવાસ ન થાય …

 9. preetam lakhlani said,

  April 6, 2011 @ 11:04 am

  લતાજી, તમારી વાત સાચી છે, છતા કવિની કલ્પના અને ધામિક પોરાણિક પ્રાત્રોને આપણે બુધ્ધિથી પકડી ન શકયૅ, …… બાળપણ જ્ આ એક એવો કાળ છે કે જેમા સ્વપ્ના જ એક મૂડી હોય છે….કવિની તો વાત જ જવા દૉ, પોતાની ધુનકીમા જ રચયા પચયા હોય છે, સારુ થયુ કે હુ કવિ નથી ! નહી તર્ બાળપણમા જોયેલા સ્વ્પ્નને કયા આભમા છુટા મુકત્ ?……….

 10. DHRUTI MODI said,

  April 6, 2011 @ 2:35 pm

  સુંદર કાવ્ય. આમે ય પરોઢનું અંધારું ખૂબ રૂપાળું અને મધુરું હોય છે. અંધકારના નવા રૂપને માણવાની મઝા આવી.

 11. Ramesh Patel said,

  April 6, 2011 @ 7:09 pm

  ખૂબ જ ગમી જાય એવી કવિતા..અંધારાનો ઉજાશ અનુભવ્યો.

  રમેશ પટેલ(આકાશદીપ્)

 12. MAHESHCHANDRA NAIK said,

  April 12, 2011 @ 4:31 pm

  અંધકાર અને અજવાળુ બંને વિચારતા કરી મુકે છે, અંધકારની પણ એટ્લી જ અગત્યતાની સરસ વાત કરી છે………………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment