‘અઠે દ્વારિકા!’ કહીને બેસી જવાયું,
હતો કંઈક એવો ઉતારાનો જાદુ.
પારુલ ખખ્ખર

ગઝલ – શ્યામ સાધુ

ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત,મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયાં તરસ,ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓના ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે,
ઓ હૃદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?

– શ્યામ સાધુ

પહેલો શેર વાંચતાં જ એક તીવ્ર જીજ્ઞાસા થઇ- આટલા બળકટ મત્લા પછી શાયર આખી ગઝલમાં આ સ્તર કઈ રીતે જાળવશે ? પરંતુ શાયર માહિર છે- બીજા શેરમાં નીચે મૃગજળ તો આકાશમાં વાદળ કે જે વરસતું નથી અને મૃગજળના જ આકાશી રૂપ સમાન છે,તે બે વચ્ચે શાયર તલસતો રહે છે,તેનું બખૂબી વર્ણન છે.એકપણ શેર એવો નથી થયો જે કાબિલેદાદ ન હોય.

19 Comments »

  1. અનામી said,

    March 13, 2011 @ 4:30 AM

    વાહ….

  2. pragnaju said,

    March 13, 2011 @ 7:09 AM

    ઉલા અને સાની મિસરામાં અનુક્રમે આવતા ગાલગાગા ના ચાર અને ત્રણ આવર્તનો ગઝલની એક

    વિશેષ ભાત ઉપસાવે છે પરંતુ ગેયતાનો અભાવ છે. છતા મઝાની પ્રયોગાત્મક ગઝલ.વારંવાર

    વાંચવાની ગમે !

    ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
    ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

    ખૂબ સરસ મત્લા શેર

    મોસમ બધીય યાદની મોસમ બની ગઇ
    મક્તાનો શેર શ્વાસમાં, છેલ્લી સલામ છે.
    ……………………………..
    ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
    લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?

    અરે! આ
    શોધીશ તો યે નહીં મળે નકશામાં એ તને
    નકશાની બહારનું છે, એ સપનાનું ગામ છે

  3. jigar joshi 'prem' said,

    March 13, 2011 @ 8:50 AM

    આ એક આઝાદ ગઝલ છે…. શ્રી શ્યામ સાધુ સાહેબે બહુ જ સૂક્ષ્મ, સક્ષમતાપૂર્વક અને સફળતા પૂર્વક આ પ્રયોગ કર્યો છે…. ક્યારેક કોઇ ગઝલમાં મત્લામાં આવર્તનો સરખા હોય અને પછીના શે’રોમાં આવર્તનોમાં વધઘટ કરીને પણ અન્ય કવિઓએ આવા પ્રયોગ કર્યા છે પણ જ્યારે જ્યારે આઝાદ ગઝલની વાત ઉલ્લેખાય ત્યારે શ્રી સાધુ સાહેબની આ ગઝલ સહજ સ્મરણમાં આવ્યા વિના રહેતી નથી……પ્રયોગાત્મક છતાં ઉત્તમ રચના….

  4. jigar joshi 'prem' said,

    March 13, 2011 @ 8:58 AM

    પ્રિતમભાઇ લખલાણીનું ઇમેલ એડ. મળી શકે ?

  5. deepak said,

    March 13, 2011 @ 12:09 PM

    બધાસજ શેર ખુબજ સરસ છે…

    પણ આ શેર મને બહુ ગમ્યો…

    આવ, મારા રેશમી દિવસોના કારણ,
    જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે !

  6. Ramesh Patel said,

    March 13, 2011 @ 3:04 PM

    ગઝલની મજા નીખરી છે.મૌસમને પણ સાથમાં રડાવી ગઝલને ઝૂમાવી દીધી.

    રમેશ પટેલ(આકાશદીપ)

  7. preetam lakhlani said,

    March 13, 2011 @ 6:10 PM

    શ્યામ સાધુ ની મોટા ભાગની ગઝ્લો સુદર અને ગમતાનો ગુલાલ છે, લગભગ્ એકાદ વરસ્ પહેલા શ્યામ સાધુ પર કવી શ્રી.વીરુ પુરોહિતે શબ્દસુષ્ટિમા લખેલ લેખ વાચવા જેવો છે.
    ભાઈ જિગર મારુ email adressનીચે મુજબ છે…….
    preetam.lakhlani@gmail.com
    ભાઈ મધુકાન્ત ને મારી ખાટી મીઠી યાદ્

  8. sapana said,

    March 13, 2011 @ 8:17 PM

    આવ, મારા રેશમી દિવસોના કારણ,
    જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે !

    ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
    લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?

    ઘણી બળકટ ગઝલ!! સાચે હ્ર્દયને કોરી ગઈ!!
    સપના

  9. Maheshchandra Naik said,

    March 13, 2011 @ 10:37 PM

    ઓ નગર્જન્ હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
    લાગણી નામે હવેલી ક્યાં ખડી છે?
    ગઝલના સંદર્ભમા આ શેરમા બધુ કહેવાય જ્તુ લાગે છે, લાજવાબ ગઝલ….આપનો આભાર…

  10. વિવેક said,

    March 14, 2011 @ 1:00 AM

    આ ગઝલને આઝાદ ગઝલ કહેવાય કે વિષમ-છંદ ગઝલ?
    અહીં છંદનું બંધન છે, આવર્તનોનું પણ (ભલે નિયતમાત્રામાં વધ-ઘટ કેમ ન થતી હોય!) બંધન છે, કાફિયા અને રદીફનું બંધન છે પછી આઝાદી શાની?

    થોડી ચર્ચા સાથેની આવી બીજી વિષમ-છંદ ગઝલ માણીએ?

    તુષાર શુક્લની એક ગઝલ : https://layastaro.com/?p=1016
    જવાહર બક્ષીની એક ગઝલ : https://layastaro.com/?p=1026

  11. વિહંગ વ્યાસ said,

    March 14, 2011 @ 5:55 AM

    વારંવાર માણવી ગમે એવી ગઝલ.

  12. Pinki said,

    March 14, 2011 @ 11:25 AM

    સરસ ગઝલ ! તેમની ગઝલો ( પ્રયોગશીલ ગઝલો) પણ દમદાર જ હોય છે.

    નિયત માત્રામાં વધઘટ થઈ શકે એટલી જ આઝાદી, આઝાદ ગઝલમાં મળે … 🙂

    સુધીર અંકલની આઝાદ ગઝલ – પિરામીડ ગઝલ પણ માણવી ગમે એવી છે.
    http://webmehfil.com/blog/2009/05/27/%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2/

  13. jigar joshi 'prem' said,

    March 14, 2011 @ 11:45 AM

    નિયતમાત્રામાં વધ ઘટ થાય છે એ જ એનું આઝાદપણું સૂચવે છે. બાકી પ્રકાર ગઝલનો એટલે રદિફ કાફિયા જાળવવા પડે એ તો અતિ આવશ્યક વાત થઈ પડે છે…

  14. Pancham Shukla said,

    March 14, 2011 @ 3:18 PM

    આ સદાબહાર ગઝલ હજી સુધી ન્હોતી? વાહ…. મઝાની ચર્ચા.

    ગઝલના મેગેઝિનો કે ચોપડીઓમાં આ પ્રકારના પ્રયોગને આઝાદ ગઝલ કહેવાતો હશે. વિષમ છંદ નામકરણ બાહ્યાકારની વધુ નજીક લાગે છે.

    વળી આમ જોવો તો મૂળ ગણબિમ્બ બન્ને મિસરાઓમાં એક જ છે (સમ/સમાન છે). માત્ર મિસરાઓની લંબાઈ ( ગણબિમ્બની સંખ્યા- ૪-૩, ૩-૪,૪-૩, ૩-૪, ૪-૩ ) વધઘટ થાય છે. જો આ બાહ્ય સ્વરૂપને ધ્યાનમાં રાખીએ તો… ઉંચક-નીચક થતા મિસરાઓ જોઈને મને તો આ ગઝલને સી-સો (See-Saw) ગઝલ કહેવાનું મન થાય છે.

    જેમ સુધીરભાઈની ‘આઝાદ’ ગઝલને મેં પિરામીડ-ગઝલ કીધી’તી એમ આને સી-સો ગઝલ કહું છું.

    આઝાદ કહીએ, વિષમછંદ કહીએ કે.. બીજું કોઈ પણ નામકરણ (લોજિકલી સમજાવી શકાય એવું) કરીએ કે બોલતાની સાથે જે તે બાહ્યાકાર નજર સામે તરવરે તો વધુ મઝા પડે.

  15. વિવેક said,

    March 15, 2011 @ 12:27 AM

    પંચમભાઈની વાત વધુ તારિક છે. આઝાદ ગઝલ કરતાં વિષમછંદ ગઝલ જ વધુ સુસંગત નામકરણ લાગે છે અને સી-સૉ ગઝલ નામ પણ મને તો ગમ્યું…

  16. Deval said,

    March 15, 2011 @ 8:26 AM

    above all mane to je lakhyu 6 ae gamyu…ae aazad gazal hoy ke visham-chchhad…mane aa banne ma kashi khabar nathi padti etle kadach..pan tethi evu thodu 6 k mane je gamyu ae hu kahi na shaku?! 🙂 … maja aavi …Tirtesh ji thanx for sharing

  17. sureshkumar vithalani said,

    March 15, 2011 @ 8:37 PM

    Shyam Sadhu was a great poet. I like his poetry (gazals) a lot. Wish he had lived longer to write many more beautiful gazals. I really wish that atleast good poets should have a life span of more than 90years. A naive wish ? But earnest one.

  18. mehul said,

    March 19, 2011 @ 12:54 PM

    સાહેબ,આપનો આ શેર તો સતત વાગોળવાનુ મન કરે,……………..ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
    ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

  19. Gunjan Gandhi said,

    March 11, 2012 @ 3:49 PM

    ખૂબ ગમતી ગઝલ – શ્યામલ મુનશીના અવાજમાં મુનશી બંધૂના કોમ્પોસિશનમાં પહેલી વાર સાંભળી હતી..અને હવે મને એ રીતે જ યાદ છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment