રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની,
સિન્ધુના ઉરમાં તો ઉઠશે અમી-વાદળી !
પૂજાલાલ

સૂરજના સાત ઘોડા – કમલેશ શાહ

સૂરજના સાતમાંથી છ ઘોડાનાં નામ
સરસ્વતીના ચમચાઓને લાંચ આપીને
ચમન જાણી લાવ્યો છે.

ચિંતા, દુ:ખ, રોગ, એકવિધતા, શૂન્યતા ને કંટાળો.

સરસ્વતી સુધી લાગવગ લગાડવા છતાં
સાતમા ઘોડાનું નામ
ચમનને જાણવા મળ્યું નથી.

સૂરજના એ સાતમા ઘોડાનું નામ
સુખ હશે, એમ માનીને
ચમન જીવ્યે રાખે છે.

– કમલેશ શાહ

કેટલીક કવિતાનો અર્થ દરેક વાંચક માટે અલગ અલગ હોય છે. તમારે મન સૂરજના સાતમા ઘોડાનું નામ શું છે ?

2 Comments »

 1. Dhaval said,

  January 9, 2007 @ 5:31 am

  મરણ?? કે મોક્ષ ???

 2. Suresh Jani said,

  January 9, 2007 @ 2:34 pm

  આ સાત તો ગતિ તોડનારા ઘોડા છે.
  જેના બળે સૂરજ કે જીવન ચાલે છે , તે સાતમો ઘોડો છે જીવવાની અને સુખ પામવાની ઇચ્છા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment