વાત સુધરી શકે, વાત જો થાય તો,
આટલી વાત બંનેને સમજાય તો!
શબનમ ખોજા

શેર -મનસુખલાલ ઝવેરી

જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત !
એક પગલું ખોટું ને ખોટો જ આખો દાખલો.

-મનસુખલાલ ઝવેરી

વર્ષો પહેલાં મારી કવિતાની એક નોટબુકમાં લખી રાખેલો મને ખૂબ જ ગમતો એક શેર… વાર્તાનાં શિર્ષક તરીકે પણ ઘણી જગ્યાએ વાંચ્યો છે, પરંતુ ક્યારેય આખી રચના વાંચવામાં આવી નથી.  કદાચ તો આ આખી ગઝલનો જ એક શેર હશે.  જો કોઈને મળે તો અહીં મોકલવા વિનંતી…

16 Comments »

  1. Monal said,

    January 20, 2011 @ 8:57 PM

    સરસ શેર! આભાર ઊર્મિ!

  2. kanchankumari. p.parmar said,

    January 20, 2011 @ 11:46 PM

    જિંદગીના આટાપાટા મા ખોવાયા છતા રહિ ગયા બાકી આપણે સાવ ખાલી બે…….?????

  3. Rakesh Thakkar said,

    January 21, 2011 @ 12:49 AM

    ખૂબ જ સરસ શેર.

  4. વિવેક said,

    January 21, 2011 @ 1:31 AM

    મારી ડાયરીમાં પણ આ બે જ લીટી લખેલી છે… પણ આખી કવિતા માટે પ્રયત્ન કરીશ…

  5. Tushar Barot said,

    January 21, 2011 @ 2:01 AM

    I may be wrong but as far as I remember this “sher” is of kavi shri Dahyabhai Patel. Maybe this may help you to find full poem.

  6. pragnaju said,

    January 21, 2011 @ 11:56 AM

    સરસ શેર!
    સ્વ મનસુખભાઇએ આ એક જ શેર લખ્યો છે
    અને
    બાકીના કવિ મિત્રો એ પાદપૂર્તિ કરવાની છે

  7. prabhat chavda said,

    January 21, 2011 @ 11:51 PM

    વાહ્,,,, જિંદગી નુ ગણિત ……….

  8. Samir said,

    January 28, 2011 @ 4:04 AM

    najar dekhi zindagi jivi gaya ame,
    aje khabar padi ke khota number na chasma lagavya hata…

  9. વિનય ખત્રી said,

    July 1, 2014 @ 3:25 PM

    આ બેન આ પંક્તિઓને પોતાની રચના ગણાવે છૈhttps://m.facebook.com/story.php?story_fbid=885123784836149&id=100000156076862&comment_id=885129221502272

  10. વિવેક said,

    July 2, 2014 @ 1:48 AM

    @ વિનય ખત્રી:

    આપની લિંક અત્યારે કાર્યરત નથી… આપના પ્રતિભાવનું જ પરિણામ લાગે છે…
    🙂

  11. વિનય ખત્રી said,

    July 2, 2014 @ 2:29 AM

    સુધારીત લિન્ક આ રહી… https://www.facebook.com/aarti.kaariya/posts/885123784836149

  12. પૂર્વી said,

    January 1, 2016 @ 12:38 AM

    આ કવિતાની શરૂઆતની પંક્તિઓ છે.. આગળની પંક્તિઓ શોધવા Internet પાસે આવી..પણ જેટલું અને જેવું યાદ છે તે લખું છું.

    જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત !
    એક પગલું ખોટું ને ખોટો જ આખો દાખલો.
    ના, ના, ગણિત શાની?
    (ગણિતમાં ભૂલ થાય તો એ સુધારી શકાય, એવા અર્થની પંક્તિ)
    પણ જિંદગીમાં એ ક્યંહી?

  13. નરેનદર્ હસમુખલાલ શાહ said,

    November 19, 2016 @ 8:28 PM

    Thank you soooo much for posring it. હુ સકુલમા આ ભણી ચુકયો છુ અને તયારથી આ મારી મોસટ ફેવરીટ લાઇન રહી છે. હુ એમ જ સમજતો આવયો છુ કે આ આટલીજ રચના છે. Difficult to find anything about Zaveri saheb elsewhere on net.

  14. નરેન્દ્ર હસમુખલાલ શાહ said,

    December 5, 2016 @ 12:45 PM

    sorry for my earlier comment…બાકીની લાઇન કંઇક આવી છે…..

    ના ના ગણિત શાની ?
    ગણિતમાંતો ખોટી રકમ ભૂંસી નવી રકમ માંડી શકાયે ખરી..
    ઝીંદગીમાં એ કયંહી ?

    This is self explanatory…Ganit ma dakhlo sudhari shakay chhe pan Zindagi evo moko aapti nathi…Kadach 9th std. (Maharashtra Board) ma bhanyo tyarthi mane aa Kavita kuub j priy chhe ane kadch etle j yaad rahi gayi chhe Kavi Shri na naam saathe. Zaveri saaheb na gujari gaye pan ochha ma ochha 25-30 varas thaya hashe.

  15. Narendra H Shah said,

    May 14, 2019 @ 11:38 AM

    આ કવિતા, કે જે ગણો એ, મને પણ ઘણી જ પ્રિય છે…. સ્કુલમાં, કદાચ ધોરણ ૮માં ભણી ગયા છીયે.

    બાકીની લાઈનો, જે પ્રમાણે મને યાદ છે, આ રહી….

    જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત !
    એક પગલું ખોટું ને ખોટો જ આખો દાખલો.
    ના ના, ! ગણિત શાની?
    ગણિતમાં તો ખોટી રકમ સુધારી પાછી માંડી શકાયે ખરી..
    જિંદગીમાં એ ક્યંહી !!!!

    -મનસુખલાલ ઝવેરી

  16. રંગધર said,

    September 19, 2021 @ 8:44 AM

    જ્યારથી પારેખો, પરીખો, ઝવેરીઓ વેપારને બદલે કવિતામાં ગણિત વાપરવા માંડ્યા, ત્યારથી સમાજને સાચા હીરાના પારખુઓની ઘટ પડી. ખોટ પડી. શેર માટીની નહીં, વણ ઓળખાયેલા હીરાઓની. ચીંથરે બાંધ્યા રતનો ની. અને “હું, ફઇ ને રતનિયો” વાળા મફતિયા રતનિયાઓ રાજ કરે છે ત્યારથી જ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment