આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી -
હસમુખ પાઠક

આભાસી મૃત્યુનું ગીત -રાવજી પટેલ

મારે આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા,
શગને સંકોરો રે
અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારે આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા,
ડૂબ્યાં અલકાતાં રાજ,
ડૂબ્યાં મલકાતાં કાજ,
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારે આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં,
અડધા બોલે ઝાલ્યો,
અડધો ઝાંઝરેથી ઝાલ્યો;
મને વાગે સજીવી હળવાશ !

-રાવજી પટેલ

5 Comments »

  1. પ્રત્યાયન said,

    August 10, 2005 @ 5:01 AM

    very touching poem.
    A sublime way of sinking into his own soul…..probably from one of the last buch of his creation….. Ravji Patel with his woderful mysticism.

  2. narmad said,

    August 11, 2005 @ 10:44 AM

    I used to listen to this geet before I understood its meaning. After I understood the meaning of this geet, it never fails to shake me up with the intensity of the feeling R.P. has packed into these seemingly benign bunch of words.

  3. હરીશ દવે said,

    August 27, 2006 @ 12:46 AM

    ઉમાશંકર જોષીએ આ ગીતને “રાવજીના હંસગીત”નું નામ આપેલું. … હરીશ દવે અમદાવાદ

  4. ભાવિન ગોહિલ said,

    February 25, 2008 @ 1:12 AM

    કંઈ કેટલી ય વાર આ ગીત સાંભળ્યું હશે. પણ અર્થશાસ્ત્રનો તુષ્ટીગુણ વાળો નિયમ અહીં લાગુ નથી પડતો.

    શ્રી રાવજી પટેલ ની અમર રચના !

    શત શત નમન !!!!!

  5. Jitu chudasama 'jit' said,

    February 25, 2008 @ 1:58 AM

    કેટલીય વાર આ ગીત માણ્યું પણ કંટાળો આવે તો જ નવાઈ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment