સ્વપ્નનાં પાણી ભરાયાં વ્હાણમાં,
તું હવે આ છેદનું કારણ ન પૂછ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

()- મીના છેડા

હું રણની રેતી
રાહ જોતી બેઠી છું,
ક્યારે

મૃગજળના દરિયામાં મોજાં આવે
અને
મને
નખશિખ ભીંજવે !

-મીના છેડા

કવિતાની ખરી મજા ત્યારે છે જ્યારે એ ઓછામાં ઓછા શબ્દોમાં મોટામાં મોટી વાત કરી શકે… મીના કવિતા જવલ્લે જ લખે છે પણ જ્યારે લખે છે ત્યારે અંદરતમ તારોને રણઝણાવી દે છે. પ્રતીક્ષા વિષયક આવી ચરમસીમાદ્યોતક કવિતા આપણે ત્યાં જૂજ જ જોવા મળે છે…

*

તાજેતરમાં જ ‘મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી’ અન્વયે મીના છેડાનો પ્રથમ વાર્તા સંગ્રહ ‘સંબંધ નામે દરિયો’ પ્રકાશિત થયો છે. આ સંગ્રહની ત્રેવીસ વાર્તાઓ આંખના ખૂણાઓ સાડી ત્રેવીસવાર ભીંજવી દે એવી થઈ છે… સંગ્રહમાંની જ એક વાર્તા ‘આકાર’ને ‘લેખિની’ સામયિક તરફથી તાજેતરમાં ધીરુબેન પટેલ પારિતોષિક મળ્યું છે.

મીનાને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન !

Sambandh naame dariyo

22 Comments »

 1. વિહંગ વ્યાસ said,

  January 8, 2011 @ 1:04 am

  સુંદર કવિતા. મીનાબહેનને અભિનંદન.

 2. ડૉ.મહેશ રાવલ said,

  January 8, 2011 @ 1:25 am

  અંતરની વાણી કહી શકાય એવી થોડામાં ઘણું કહી જતી નાનકડી કવિતાએ એક અખું ભાવ-વિશ્વ સમાવ્યું છે.
  સુંદર કવિતા અને વિવેકભાઈએ આપેલ રસપ્રદ માહિતિના અનુસંધાને પણ ખૂબ-ખૂબ અભિનંદન મીનાબેન…

 3. nirali said,

  January 8, 2011 @ 1:52 am

  ખરેખર ખુબ સરસ

 4. Jayshree said,

  January 8, 2011 @ 2:11 am

  આહ મીનાબેન… ક્યા બાત હૈ!

  અને સાથે અઢળક અભિનંદન..

 5. કિરણસિંહ ચૌહાણ said,

  January 8, 2011 @ 2:39 am

  બહુ જ સુંદર કાવ્ય. થોડામાં ઘણું કહેવાની કળા બહુ ઓછામાં હોય છે. મીનાબેન વાર્તાસંગ્રહ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન.

 6. Dr. J. K. Nanavati said,

  January 8, 2011 @ 4:00 am

  ખુબ સુંદર…..

  એક નાની મૃઉગજળની વાત હું
  પણ કરી લઉં?

  તમે જો પ્રતિબિંબ થઈને જ આવો
  ચરણ હું પખાળું નર્યા મૃગજળોથી

 7. PUSHPAKANT TALATI said,

  January 8, 2011 @ 5:34 am

  ” હું રણની રેતી રાહ જોતી બેઠી છું, ક્યારે આ મૃગજળના દરિયામાં મોજાં આવે અને મને નખશિખ ભીંજવે ! ”
  વાહ – ખરેખર શિખરસમ ઉત્તમ.
  મીનાબહેન ,
  આપની આ રચના માટે . તેમજ ” સંબંધ નામે દરિયો.” – બન્ને માટે મારા આપને હાર્દિક અભિનન્દન.

 8. વજેસિંહ પારગી said,

  January 8, 2011 @ 6:31 am

  માત્ર પ્રતીક્ષાની જ વાત નથી. ક્યારેય ના ફળે એવી આકાશકુસુમત્ આશાની વાત પણ અહીં લાઘવમાં ઘૂંટાઈને વણાઈ છે.
  લઘુકાવ્યની મઝા જ એ છે કે એમાં ગાગરમાં સાગર સમાવવાની ગુંજાશ રહેલી છે.
  કવયિત્રીને અભિનંદન.

 9. ચાંદસૂરજ said,

  January 8, 2011 @ 8:33 am

  મીનાબહેનને બેવડા અભિનંદન !

 10. dHRUTI MODI said,

  January 8, 2011 @ 9:38 am

  કંઇજ લાંબુ લખાણ લખવું નથી. બસ ખૂબ જ સુંદર કવિતા. થોડામાં ઘણું બધું કવિયત્રીઍ કહી દીધું છે. ખૂબ ખૂબ અભિનંદન.

 11. વિજય શાહ said,

  January 8, 2011 @ 9:52 am

  બેવડા અભિનંદન મીના બેન
  લય સ્તરો પર સ્થાન પામ્યા અને સબંધ નામે દરિયાને પામ્યા

 12. pragnaju said,

  January 8, 2011 @ 11:02 am

  મૃગજળના દરિયામાં મોજાં આવે
  અને
  મને
  નખશિખ ભીંજવે !
  વાહ્
  શ્યામલ મુનશી ગાતા સંભળાયા
  ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
  આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
  ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
  એમ પૂછીને થાય નહીં પ્રેમ.

  .

 13. ઊર્મિ said,

  January 8, 2011 @ 10:51 pm

  સ-રસ અછાંદસ.

  અઢળક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, મીનાબેન.

 14. mita parekh said,

  January 9, 2011 @ 1:46 am

  GOODSTARTMEENA, congrates.

 15. મીના છેડા said,

  January 10, 2011 @ 3:15 am

  આભાર ………..

 16. Pinki said,

  January 11, 2011 @ 6:21 am

  નવા પુસ્તક અને પારિતોષિક બન્ને માટે,
  મીનાબેનને ખૂબ ખૂબ અભિનંદન !

 17. Jitendra Mehta said,

  January 11, 2011 @ 5:17 pm

  Where can I find Minaben’s Varta Sangraha?

 18. Maithily said,

  January 14, 2011 @ 5:11 pm

  ખૂબ જ સરસ રચના . પુસ્તકના પ્રકાશન માટે પણ ખૂબ ખૂબ અભિનંદન .
  પુસ્તકની પ્રાપ્તિ માટે ની માહિતી આપવા વિનંતી .
  I am currently residing at Kolkata … Is there anyway to purchase this book online ?

 19. prabhat chavda said,

  January 20, 2011 @ 7:17 am

  સુંદર કવિતા

 20. Dhaval Shah said,

  July 7, 2011 @ 6:55 am

  પુસ્તકની પ્રાપ્તિ માટે ની માહિતી ઇ-મેલ પર મોકલવાની વિનંતી.

 21. વિવેક said,

  July 7, 2011 @ 8:52 am

  મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી આ વાર્તાસંગ્રહની બધી પ્રત વેચાઈ ચૂકી છે… .

 22. મીના છેડા said,

  July 19, 2011 @ 2:09 am

  સૌ મિત્રોનો સ્નેહાભાર…

  મિત્ર વિવેકની જાણ સાચી છે… મારા પુસ્તકની પ્રત હાલમાં પ્રાપ્ત નથી… નજીકના ભવિષ્યમાં શક્ય થશે ત્યારે આપ સૌને જણાવીશ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment