જાત તોડી ધનુષ્યને બદલે
એ કથા આપણા સ્વયંવરની.
ઉર્વીશ વસાવડા

અંગત અંગત : ૧૧ : વાચકોની કલમે – ૦૭

લયસ્તરોના નિયમિત વાચક દીપક પરમારની કવિતા માટેની લગન અને કાવ્યમાર્ગની સફર વિશે બે’ક વાતો:

*

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગુજરાતી કાવ્યો સાથે મારો લગાવ શાળાના દિવસોથી શરૂ થયો, આ લગાવ પાછળ પણ એક સરસ વાત જોડાયેલી છે.  મને યાદ નથી કે  ‘પર્વતને નામે પથ્થર’ ( ચીનુ મોદી) ગઝલ કયા ધોરણના પાઠ્યપુસ્તકમાં આવી હતી પણ જે દિવસે મેં આ ગઝલ પહેલી વાર વાંચી, બસ વાંચતો જ રહ્યો અને ત્યાર પછી જ્યારે પણ નવા ધોરણમાં પ્રવેશ કરતો ત્યારે સૌ પ્રથમ ગુજરાતીની ચોપડી લઈ બધા જ કાવ્યો અને ગઝલ પહેલાં દિવસે જ વાંચી જતો.

આમ તો વ્યવસાયે હું સૉફટવેર એન્જીનીઅર છું એટલે આખો દિવસ મારે કમ્પ્યૂટર જોડે માથાકૂટ કરવાની હોય. એક દિવસ અચાનક હુ “લયસ્તરો” વેબ સાઇટ ઉપર જઈ ચડ્યો અને પછી તો તે રોજની દિનચર્યા થઈ ગઈ. બસ આમ જ એક દિવસ એક કવિતાના અભિપ્રાય રૂપે મેં મારી એક કવિતા  મૂકી.  થોડા દિવસો પછી મને સુરેશભાઈ જાની તરફથી મેલ આવ્યો કે મારી કવિતા એ એમના બ્લોગ ઉપર મૂકવા ઇચ્છે છે. મારે મન તો આ ભાવતુ હતુ અને વૈદ્યે કહ્યું જેવો ઘાટ હતો. બસ, પહેલી વાર મને વિશ્વાસ થયો કે આ નવા નિશાળિયાનુ લખાણ પણ બ્લોગ ઉપર મૂકી શકાય. અને, થોડા સમય પછી મેં મારો પોતાનો બ્લોગ શરુ કરવાની હિંમત કરી અને શરૂ થઈ એક નવી જ સફર… ચિનુ મોદીની એ કવિતા, લયસ્તરો અને…

– દીપક પરમાર

9 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    December 15, 2010 @ 2:59 AM

    કવિશ્રી ચીનુકાકાની આ ગઝલ એમની પહેચાન બની ગઈ છે હવે તો….
    દીપકભાઈની વાત પણ સાવ સાચી જ છે કેટલાય, કવિતા સાથે ઘરોબો કેળવવા માગતા ઊર્મિસભર હૈયાઓને આ અને આવી ઉત્તમ કૃતિઓ એક હૂંફાળા અર્થ તરફ દોરી જતી હોય છે.

  2. rekhasindhal said,

    December 15, 2010 @ 8:51 AM

    હ્રદય સ્પર્શેી આ કવિતા વારઁવાર વાઁચવેી ગમે તેવેી છે. દિપકભાઈ, કવિતાનું ઝરણુ લગભગ દરેકના હ્રદયમાં હોય જ છે. અને બહાર આવવા પણ મથતું હોય છે પરંતુ બધાના હ્રદય અવરોધો પાર નથી કરી શકતા. તમને ધન્યવાદ !

  3. Bharat Trivedi said,

    December 15, 2010 @ 10:51 AM

    આ વખત ચિનુભાઈને મળવાનું થયું ત્યારે વાત વાતમાં મેં કહ્યું કે તમારી આ ગઝલ મને સમજાતી નથી ! પહેલાં તો તેમણે મારા સામે જોયા કર્યુ. પાસે જ કિચનમાં મેધા કશું કરી રહી હતી. ચિનુંભાઈએ તેનેય બોલાવી અને પછી અમને ગઝલ સમજાવી. તેમના ચહેરા પરની ચમક, અવાજમાંની આદ્ર્તા-મિશ્રિત ખૂમારી એ હકીકત પણ સમજાવી ગઈ કે ગઝલ હંમેશાં અર્થ ઘટની મહોતાજ નથી હોતી! એ કામ તો ગઝલકારનો અવાજ જ કરી લેતો હોય છે.

    -ભરત ત્રિવેદી

  4. Girish Parikh said,

    December 15, 2010 @ 1:45 PM

    મને પણ આ ગઝલ સમજાતી નથી! શ્રી ચિનુભાઈને જ વિનંતી કરું છું કે જેમ ભરતભાઈ અને મેધાબહેનને સમજાવી એમ એમના જ શબ્દોમાંઆ અમને પણ સમજાવે. યૂ ટ્યુબ પર મૂકે તો સરસ. એ અનૂકૂળ ન હોય તો લયસ્તરો પર લખે. પણ લયસ્તરો દ્વારા જણાવે કે કઈ રીતે એમની સમજુતી મેળવી શકાય.
    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

  5. Hiren said,

    December 15, 2010 @ 1:57 PM

    I am in the same boat guys, I studied in my gujarati text book and mug it up for my oral exam :).
    Except second sher still rest of the ghazal is not understood, we can count on Mr. Vivek also.

    Thanks,

    Hiren.

  6. pragnaju said,

    December 15, 2010 @ 2:45 PM

    ખૂબ સહજ પારદર્શક વાતો-અને આ ગઝલ્
    થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
    ’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
    કેટલીય વાર આ શેર સંભળાવી ઇર્શાદને યાદ કર્યા.તેમની યૂ ટ્યુબના પ્રયોગ થયેલા છે જ.શ્રી ગિરીશભાઇનું સુચન દોહરાઉં છું.પછીતો આંખ મીંચી દો અને ડૉ. ચિનુ મોદી સમજાવતા સંભળાય- ‘ગઝલ’ એ અરબી સાહિત્યસંજ્ઞા છે. આ શબ્દ ‘ગઝલ’ એ અરબી શબ્દ પરથી બન્યો છે. ‘ગઝલ’નો અર્થ છે હરણનું બચ્ચું. તીર ખૂંપેલા હરણની ચીસ એટલે ગઝલ. હકીકતમાં ‘ગઝલ’ શબ્દનો અર્થ ‘હરણનું બચ્ચું’ થતો નથી. હરણના બચ્ચા માટે ‘ગિઝાલ’ શબ્દ છે અને હરણીને ‘ગિઝાલા’ કહેવામાં આવે છે. ધ્વનિસામીપ્ય સિવાય આ બે શબ્દો વચ્ચે કોઈ સંબંધ નથી. ફિરાક ગોરખપુરીના અભિપ્રાયને કાવ્યાત્મક અભિવ્યક્તિ માનીને ચાલવું જોઈએ. એમના જેવા મહાકવિને આવી વ્યાખ્યા કરવાનો અધિકાર છે જ . પણ શાબ્દિક રીતે ‘ગજલ’ અને ‘હરણ’ ને કોઇ સંબંધ નથી, એમ માનવું જ વધુ ઉચિત છે. વ્યુત્પત્તિના નિયમો પ્રમાણે પણ ગિઝાલ કે ગિઝાલા શબ્દ પરથી ગઝલ શબ્દ બની શકે નહીં.
    ….જાણે એક પછી એક પડળ ખૂઅતા જાય્.કેટલીક વાતો ન સમજાય કે ખૂબ ગમી ગઈ
    હોય તો ફરી ફરી…
    દીપકને ધન્યવાદ

  7. dHRUTI MODI said,

    December 15, 2010 @ 4:05 PM

    મને યાદ છે ત્યાં સુધી આ ગઝલ ઍમના મુખે ૧૯૭૬-૭૭માં સૂરતમાં સાંભળી હતી. હું ઍકદમ ચોક્કસ નથી, સુંદર ગઝલ.

  8. deepak said,

    December 16, 2010 @ 2:09 AM

    આપ સૌ મિત્રો નો ખુબ ખુબ આભાર…

    તો સાચુ કહુ તો મને પણ આ ગઝલ પુરેપુરી સમજાઈ નથી. હું મારી રીતે થોડુ ઘણુ સમજ્યો છુ. 🙂

    છત્તા, હું વિવેકભાઈ, ભરતભાઈ અને પ્રજ્ઞનાજુભાઈ ને વિનંતી કરુ છુ કે તેઓ ગઝલ વિશે થોડી સમજૂતી આપે.

  9. અનામી said,

    December 16, 2010 @ 9:54 PM

    હું કાવ્ય સાથે સંકળાયેલો છું એનુ કારણ પણ આ જ ગઝલ છે…અમારી વખતે એ ૧૦ મા ધોરણમાં આવતી હતી..આભાર….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment