સાવ હળવું લાગવા માંડ્યું છે દુઃખ,
કાખમાં તેડી લીધું છે જ્યારથી.
રાજુલ ભાનુશાલી

શબ્દોત્સવ – ૫: હાઈકુ: રાજેન્દ્ર શાહ

ક્ષિતિજે સૂર્ય,
અહીં ઓસનાં અંગે
રંગ અપૂર્વ.

*

અર્ધ સોણલું
અર્ધ જાગૃતિ મળ્યાં
બાહુ બાહુમાં.

*

વરસે મેહ,
ભીનાં નળિયા નીચે
તરસ્યો નેહ.

*

વિદાય લેતું
અંધારું, તૃણ પર
આંસુને મેલી.

-રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર કેશવલાલ શાહ (જન્મ: 28-01-1913, કપડવણજ ) માત્ર સાડાસત્તર વર્ષની ઉંમરે અસહકારની લડત બદલ જેલભેગા થયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના ગીતોના કારણે જ કવિતા ભણી આકર્ષાયા. અનુગાંધીયુગના પ્રભાવશાળી કવિ. એમની કવિતાઓમાં અધ્યાત્મ, પ્રકૃતિ અને રમ્ય કલ્પનોની તાજગીનો હૃદયંગમ નવોન્મેષ થતો પ્રતીત થાય છે. એમના કાવ્યો લયની લીલાથી, નવીન કથનરીતિથી અને જીવનમર્મના નિરૂપણથી ધ્યાનાકર્ષક બન્યાં છે. ‘રામવૃંદાવની’ તખલ્લુસથી ગઝલો પણ લખી.

કાવ્યસંગ્રહ: ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘ઉદ્ ગીતિ’, ‘શ્રુતિ’, ‘મધ્યમા’, ‘શાંત કોલાહલ’, ‘ચિત્રણા’ ‘વિષાદને સાદ’, ‘પત્રલેખા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘દક્ષિણા’, ‘પ્રસંગ સપ્તક’, ‘પંચપર્વા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’.

4 Comments »

  1. wafa said,

    December 11, 2006 @ 8:42 PM

    હાઈકુ(ફાઈકુ)

    ફેનટા પીજ્યે
    ફીર ભી સર દરદ હૈ
    એસ્પ્રીન લીજયે
    ‘રતિલાલ’અનિલ
    (ગુજરાત મિત્ર ,ચાન્દરણા1970 પહેલાઁ)

  2. Dilip Patel said,

    December 16, 2006 @ 4:54 PM

    વરસે મેહ,
    ભીનાં નળિયા નીચે
    તરસ્યો નેહ.

    ગાગરમાં સાગર અને સત્તર શબ્દોમાં સરસ સંદેશ હાઈકુ જ ભરી શકે.
    અહીં ઓરેન્જ કેલિફોર્નીયામાં વરસાદ વરસે છે અને આ હાઈકુ હૈયાને હર્ષથી હળવું કરે છે; પણ
    અહીંની પરિસ્થિતિ વર્ષાશ્રુ માટે રડાવી દે છે.

    તરસે દેહ
    રૈનકોટમાં- છોને
    વરસ્યો મેહ

  3. તરસે દેહ - હાઈકુ « કવિલોક / Kavilok said,

    December 16, 2006 @ 5:05 PM

    […]  https://layastaro.com/?p=565 લયસ્તરોની આ લિન્ક પર રાજેન્દ્ર શાહના સરસ હાઈકુ માણ્યાં અને વર્ષારાણીએ પ્રતિ-હાઈકુ માટે પ્રેરણા કરી.    […]

  4. તરસે દેહ - હાઈકુ « કવિલોક said,

    August 1, 2007 @ 11:11 AM

    […] December 16, 2006 at 2:02 pm · Filed under દિલીપ પટેલ, કવિલોકમાં પા પા પગલી  https://layastaro.com/?p=565 લયસ્તરોની આ લિન્ક પર રાજેન્દ્ર શાહના સરસ હાઈકુ માણ્યાં અને વર્ષારાણીએ પ્રતિ-હાઈકુ માટે પ્રેરણા કરી.    […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment