બંને તરફના લોક વિચારે બસ આટલું-
मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे ।
વિવેક ટેલર

નળસરોવર – ઈન્દુકુમાર ત્રિવેદી

શાન્ત શિયાળુ સવાર…
ને આ નભનીલ સરોવર નીર
જેનાં સ્વચ્છ તરંગે
રંગ રંગનાં પંખી,
તરતાં, ફરતાં,
કહીં કહીં ગગનમાં ઊડતાં
આછાં આછાં જણાય નજરે
એને દૂરબીનથી જોતાં
લાગે પાસે
અડવા ઇચ્છા થાય એટલાં પાસે
દૃગથી જ્યાં પંપાળું
ત્યાં તો
બધાંય સરરર… ગેબ મહીં ગાયબ –

– ઈન્દુકુમાર ત્રિવેદી

નળસરોવરમાં પક્ષી જોવા જઈએ… પક્ષીઓના રંગો અને અજાયબ વિશ્વો જોઈને દંગ થઈ જઈએ અને હળવેથી નજીક જઈ અડવા જઈએ કે તરત બધા ઊડી જાય… આમાં વળી કવિતા ક્યાં આવી? પણ આ ગદ્યકાવ્યને જરા ‘દૂરબીન’ માંડીને જોઈએ તો ગદ્ય અને કાવ્ય વચ્ચેનો ઝીણો તફાવત ઊડીને આંખે વળગે અને વાહ..વાહ.. બોલી ઊઠાય! દૂરબીનથી નજીક લાગે એવા પક્ષીઓને ઇચ્છાની આંખોથી પંપાળીએ અને એ ગેબ મહીં ગાયબ… આ સમાધિ જ કવિતાનો સાચો પ્રાણ છે…

6 Comments »

 1. P Shah said,

  November 26, 2010 @ 3:59 am

  બધાંય સરરર… ગેબ મહીં ગાયબ….

  એક અદભૂત રચના !

 2. MG Dumasia said,

  November 26, 2010 @ 5:30 am

  કવિતા સાચે જ સરસ છે, પણ સાથે કોઇ આંનુષાગિક છબી હોય તો સારૂ…….”મન”

 3. dHRUTI MODI said,

  November 26, 2010 @ 2:40 pm

  સુંદર,મનને ગમી જાય ઍવી રચના.

 4. Bharat Trivedi said,

  November 26, 2010 @ 4:01 pm

  આખીયે કવિતા વાંચ્યા પછી પંખીઓ તો બધાંય સરરર… ગેબ મહીં ગાયબ થઈ ગયાં ! ને રહી ગયું પેલું દૂરબીન મારા ગળે લટકતું હોય એમ! ઈન્દુકુમાર ત્રિવેદીની કવિતા કેન્ડી જેવી હોય છે. મને કેન્ડી બહુ ના ભાવે.

  -ભરત ત્રિવેદી

 5. pragnaju said,

  November 26, 2010 @ 4:20 pm

  મઝાની રચના
  યાયાવર પક્ષીઓ અમદાવાદના મહેમાન :
  શિયાળો જામી રહ્યો છે તેની સાથોસાથ દેશ-વિદેશથી આવતા યાયાવર પક્ષીઓ અમદાવાદ અને આસપાસના સરોવરો, જળસ્રાવ વિસ્તારોમાં ઊમટી રહ્યાં છે. નળસરોવર, થોળ સરોવર આ પક્ષીઓ માટે જાણીતા સ્થળ છે પણ અમદાવાદની ફરતે બનેલા રિંગરોડ પર સોલા નજીકના લપકામણ ગામના તળાવમાં પણ ફ્લેમિંગોના ઝુંડ ઊતરી આવતા અત્યંત મનોહર દૃશ્ય જોવા મળે છે. મોંઘેરા વિદેશી મહેમાનોનો નજીક નજારો જોવા અહીં અમે શાંત અનુભૂતિમા ડૂબ્યા અને પંખીઓને ત્યાં જ છૉડી, યાદ લઇ પાછા ફર્યા…

 6. Pancham Shukla said,

  November 26, 2010 @ 6:28 pm

  એક આહલાદક અનુભવનું ચારુ વર્ણન. વાંચીને બે ઘડી પીંછા જેવી હળવાશ અનુભવાય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment