દીવાલે દીવાલે લગાવ્યાં છે ચિત્રો,
છતાં ઘર હજી કેમ લાગે છે ખાલી.
કાલિન્દી પરીખ

…ચાલ્યા જશે -ભરત વિંઝુડા

આજ આવ્યા અને કાલ ચાલ્યા જશે
એ કરીને જરા વ્હાલ ચાલ્યા જશે

એ જ પ્રશ્નો હશે કંઈ જુદા રૂપમાં
એમ ને એમ સો સાલ ચાલ્યાં જશે

તે છતાં પણ લખું તે કવિતા હશે
તું જશે એમ લય તાલ ચાલ્યા જશે

ફૂટશે તો પછી ત્યાં નવાં અંકુરો
સીમમાંથી ફરી ફાલ ચાલ્યા જશે

ઊંઘમાં સાવ ઝડપાઈ જાશું અમે
કોઈ ચાલી અને ચાલ ચાલ્યા જશે

-ભરત વિંઝુડા

ખબર નહીં કેમ પણ મને આ ગઝલ વાંચીને તરત બે ખૂબ જ પ્રખ્યાત રચનાઓ યાદ આવી ગઈ.  એક તો “જોબનીયું આજે આવ્યું ને કાલે જાશે” અને બીજી, બેફામસાહેબની એક પ્રખ્યાત રચના “એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના સાથી વિના, સંગી વિના, એકલાં જવાના”…

16 Comments »

  1. વિહંગ વ્યાસ said,

    November 18, 2010 @ 1:37 AM

    સુંદર ગઝલ.

  2. Sakshar said,

    November 18, 2010 @ 2:11 AM

    સરસ ગઝલ.

    “તે છતાં પણ લખું તે કવિતા હશે
    તું જશે એમ લય તાલ ચાલ્યા જશે”

    “ઊંઘમાં સાવ ઝડપાઈ જાશું અમે
    કોઈ ચાલી અને ચાલ ચાલ્યા જશે”

    આ બે પન્ક્તિઓ કોઇ સમજાવશે ?

  3. સ્વાતિ ગઢિયા said,

    November 18, 2010 @ 3:13 AM

    ફૂટશે તો પછી ત્યાં નવાં અંકુરો
    સીમમાંથી ફરી ફાલ ચાલ્યા જશે

    ખોવાના જ દુ:ખની લાગણી છે એવું નથી, નવું મેળવવાની આશા પણ ઊભી જ છે

  4. Gaurang Thaker said,

    November 18, 2010 @ 9:18 AM

    વાહ વાહ સુદર ગઝલ….

  5. pragnaju said,

    November 18, 2010 @ 10:07 AM

    ફૂટશે તો પછી ત્યાં નવાં અંકુરો
    સીમમાંથી ફરી ફાલ ચાલ્યા જશે

    ઊંઘમાં સાવ ઝડપાઈ જાશું અમે
    કોઈ ચાલી અને ચાલ ચાલ્યા જશે
    ખૂબ સરસ
    નાનપણથી આ ગીત ગાતા તે યાદ
    જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે
    જોબનિયું કાલ્ય જાતું રે’શે

    જોબનિયાને માથાના અંબોડામાં રાખો
    જોબનિયું કાલ્ય જાતું રે’શે

    જોબનિયાને પાઘડીના આંટામાં રાખો
    જોબનિયું કાલ્ય જાતું રે’શે

    જોબનિયાને આંખ્યનાં ઉલાળામાં રાખો
    જોબનિયું કાલ્ય જાતું રે’શે

    જોબનિયાને હૈયાંના હિલોળામાં રાખો
    જોબનિયું કાલ્ય જાતું રે’શે

    જોબનિયાને હાથની હથેળીમાં રાખો
    જોબનિયું કાલ્ય જાતું રે’શે

    જોબનિયાને ઘાઘરાના ઘેરમાં રાખો
    જોબનિયું કાલ્ય જાતું રે’શે

    જોબનિયાને પગની પાનીમાં રાખો
    જોબનિયું કાલ્ય જાતું રે’શે

  6. sudhir patel said,

    November 18, 2010 @ 10:49 AM

    ભરતભાઈની વધુ એક સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  7. shroff dipti said,

    November 18, 2010 @ 11:09 AM

    તમારી ગઝલ સોધવાનો બધો થાક વાચતા વેત જ ઉતરિ ગયો……..સરસ લખયુ……..
    ઊંઘમાં સાવ ઝડપાઈ જાશું અમે
    કોઈ ચાલી અને ચાલ ચાલ્યા જશે

    અભાર,……..આસ્વાદ કરાવવા બદલ……….

  8. ડૉ.મહેશ રાવલ said,

    November 18, 2010 @ 1:54 PM

    કવિશ્રી ભરતભાઈની જાનદાર ગઝલ.
    ૩જો શેર વધુ ગમ્યો.
    -અભિનંદન.

  9. dHRUTI MODI said,

    November 18, 2010 @ 4:22 PM

    સુંદર ગઝલ.

  10. P Shah said,

    November 19, 2010 @ 1:32 AM

    એક જાનદાર ગઝલ !

  11. વિવેક said,

    November 19, 2010 @ 2:35 AM

    સુંદર મજાની ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય થયા છે… માણવી ગમી…

  12. Pancham Shukla said,

    November 19, 2010 @ 8:40 AM

    સરસ ગઝલ.

  13. sona jethi said,

    November 19, 2010 @ 10:37 AM

    ati sunder gazal bharatji kuch kho kar pana hi zindagi hai very well said

  14. Sandip Bhatia said,

    November 20, 2010 @ 10:23 AM

    ઊંઘમાં સાવ ઝડપાઈ જાશું અમે
    કોઈ ચાલી અને ચાલ ચાલ્યા જશે

    વાહ ભરતભાઇ !

  15. sona jethi said,

    December 2, 2010 @ 2:31 PM

    ek aur sunder rachna bharatji kya baat hai ungh ma saav jhadpai jashu ame koi chali ane chal chalya jashe wah kya khub bharatji

  16. વજેસિંહ પારગી said,

    December 11, 2010 @ 7:10 AM

    એ જ પ્રશ્નો હશે કંઈ જુદા રૂપમાં
    એમ ને એમ સો સાલ ચાલ્યાં જશે
    કાયા બાત હૈ. ભરતભાઈની ગઝલોનું થવું જોઈએ તેટલું વિવેચન કે મૂલ્યાંકન થયું નથી એ અફસોસની વાત છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment