જીવી રહ્યો છું કોની તમન્ના ઉપર હજી
આપું જવાબ એવું તો ક્યાં છે જિગર હજી
– શેખાદમ આબુવાલા

ઉમાશંકર વિશેષ :૧૬: થોડો એક તડકો

UJ with Devika Dhruv
(1966-67માં કોલેજ (SY BA)ના વાર્ષિકોત્સવ નિમિત્તે યોજાયેલ કાવ્યપઠન સ્પર્ધામાં તૃતીય વિજેતા નીવડેલ શ્રીમતિ દેવિકાબેન ધ્રુવનું કવિશ્રી ઉમાશંકર જોશીના વરદ હસ્તે સન્માન)

*

થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

કાળાં ભમ્મર હતાં વાદળાં છવાયાં,
છૂપા હતા દૂર દૂર રવિરાયા,
સાંજની ઢળી હતી ઘનઘેરી છાયા,
ઓચિંતી આવી વાયુલહરી કહીંયથી,
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

તરુઓની ડાળીઓએ પડતો એ ઝીલ્યો,
પાંદડાની લીલી કટોરીઓમાં ખીલ્યો.
ઊડતાં પંખીની પાંખ કહે : કો ભરી લ્યો !
કૈંક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી.
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

– ઉમાશંકર જોશી
(તા. 31 ઓગષ્ટ, 1947)

*

કવિ શ્રી ઉમાશંકર જોશીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીની વધુ એક કડી… બ્લૉગજગતમાં જાણીતા શ્રીમતિ દેવિકાબેન ધ્રુવના આલ્બમમાંથી એક તસ્વીર અને સાથે જ એમણે મોકલાવેલ કવિશ્રીની એમની પસંદગીની એક રચના આજે સાથે સાથે માણીએ…

13 Comments »

  1. Pushpakant Talati said,

    October 16, 2010 @ 7:23 AM

    આકાશમા કાળાં ભમ્મર વાદળાં છવાયાં હોય અને રવિરાય ઉર્ફે સુરજ દેવતા તેની પાછળ સઁતાઈ ગયા હોય એવી ઘનઘોર સાંજ નુ દ્રશ્ય દરેકે જોયુ અને માણ્યુ પણ હશે જ – વળી તેવે સમયે હવા કે પવન વડે વાદળ હલી જાય અને સુરજની સોનેરી કોરના દર્શન થાય તે ઘણાએ કર્યા હશે અને તેનો આનન્દ પણ ઘણાએ લીધો હશે પણ કેટલાને આકાશમાથી “તડકો ઢોળાયા” ની અનુભુતિ થઈ હશે તે એક વિચારવાની બાબત નથી ? ! !! ? !! ! ? .

    આવી ખાઁસુ કલ્પના તો માનનિય શ્રી ઉમાશંકર જોશીજી સિવાય અન્યને આવવી જ અશક્ય લાગે છે. – સાચા અને સહ્રદય કવિ વીના અન્ય કોઈ વ્યક્તિનુ હૈયુ આ ઝીલવાની કદાચ કોશિશ કે મથામણ પણ ન કરે.

    સ ર સ – સ ર સ – અને – સ ર સ મ જા ની ર ચ ના.

  2. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    October 16, 2010 @ 8:41 AM

    ભલેને ઉમાશંકરની કવિતા છાપી.
    આજ તો દેવિકાબેનનો દિવસ છે.
    ત્રેંતાલીસ વર્ષોની કાવ્યમાળાનો
    આ શિરમોર મણિ કેવો સરસ છે?

  3. Kirtikant Purohit said,

    October 16, 2010 @ 9:08 AM

    ગુજરાતના કવિવર શ્રેી ઉમાશઁકર જોષીનુઁ એક અત્યન્ત સશક્ત ગીત. વધુ એક ચિરઁજીવ યાદ.

  4. Bharat Trivedi said,

    October 16, 2010 @ 9:26 AM

    કવિતા છે એક પળને શાશ્વત બનાવવા કેરી મથામણ ! સર્જક તેમાં કેટલે અંશે સફળ થાય છે તેના પર જ વાત અટકતી હોય છે. પછીની બધી ઘટનાઓ કવિતાની આડ-પેદાશ હોય છે. કદાચ તેથી જ સાચો કવિ ત્યાં પૂર્ણવિરામ મૂકી દેતો હોય છે ને કોઈ નવી અનુભુતિ માટે સજ્જ થઈ બેઠો હોય છે. આ ગીત સર્જાયું છે તા. 31 ઓગષ્ટ, 1947 માં. કવિની ઉંમર ત્યારે કેટલી હશે?

    કૈંક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી.
    થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

  5. vishwadeep barad said,

    October 16, 2010 @ 9:56 AM

    સુંદર વાત કહેવાય..”હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા”ની કવિયત્રી એ ૧૯૬૭માં ઢોળાયેલો તડકો ઝલી..
    ઉર્મિની ઑઢણીમાં ઝેીલ્યો….અભિનંદન…

  6. Sangita said,

    October 16, 2010 @ 2:14 PM

    Till now, I thought the title song “Ye Dhoop Ek Safar Hein” from Dhoop was the best, the most beautiful poetry on Dhoop/TaDko. I love this one even better. Indeed, this is such a wonderful imagination/poetry to describe the beauty of DhoLayelo/Zilayelo TadKo.

    Another wonderful thing is that the lady (Smt. Devikaben Dhruva) receiving the winning recognition from the great poet Shree Umashankar Joshi in the picture has kept up her potential to write poetry. Rather I should say, she has always persistently tried to take her poetry interest and skills to the next higher level. She is indeed a winner in my eyes, as a poetess and as a person.

    Thank you Vivekbhai for posting such a beutiful poem with picture!

  7. NAVIN BANKER said,

    October 16, 2010 @ 11:34 PM

    I have nothing to say more than Sangitaji has said. I just endorse her appreciation. Congratulation and best luck , DEVIKABEN !

    Navin Banker
    16th October 2010- DUSSERA

  8. pragnaju said,

    October 17, 2010 @ 12:47 PM

    કાળાં ભમ્મર હતાં વાદળાં છવાયાં,
    છૂપા હતા દૂર દૂર રવિરાયા,
    સાંજની ઢળી હતી ઘનઘેરી છાયા,
    ઓચિંતી આવી વાયુલહરી કહીંયથી,
    થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

    આઝાદીના પખવાડિયા બાદ લખાયલું

    સરસ ગીત

    શ્રીમતિ દેવિકાબેન ધ્રુવને પણ ધન્યવાદ

  9. Devika Dhruva said,

    October 17, 2010 @ 9:17 PM

    વિવેકભાઈ અને સૌ વાંચક/પ્રોત્સાહક મિત્રોનો હ્ર્દયપૂર્વક ખુબ ખુબ,ખુબ જ આભાર.૪૩ વર્ષ પહેલાંની આ તસ્વીર લયસ્તરો પર સ્થાન પામીને જાણે કે એક ઘરેણું બની ગઈ;એક અનોખુ સંભારણું બની ગઈ.

  10. Virendra Banker said,

    October 17, 2010 @ 11:17 PM

    મને ખુબ જ આન્’દ થાયો. I am so proud of my sister Devika & Navinbhai. They are so much in to this great Sahitya and really enjoying fullest and contributing their art and knowledge. I am still learning and get familiar in typing Gujarati and hoping to add my stream in to this Gyan Ganga.

  11. nilam doshi said,

    October 25, 2010 @ 4:14 PM

    અભિનઁદન..દેવિકાબેન…

    ખૂબ ખૂબ આગળ વધતા રહો..હાર્દિક શુભેચ્છાઓ…

    વાંચીને અને ફોટો જોઇને ખૂબ આનંદ અને તમારા જેવા મિત્ર બદલ ગર્વ થયો…

  12. Sandhya Bhatt said,

    October 27, 2010 @ 8:08 AM

    સુંદર કવિતાની સાથે ઐતિહાસિક તસ્વીર આપીને ‘લયસ્તરો’ ની ઊંચાઈ વધારી દીધી છે, તમે. આ માટે તમે સૌ અભિનંદનના અધિકારી છો.

  13. Manish Parekh said,

    December 29, 2010 @ 2:19 PM

    Now Great Poet Umashankar & his work is available on stage with the great musicians & singers work, please pay him homage by doing it’s shows at your town/Village/City .
    Umashankar joshi trailer1 ઃ http://www.youtube.com/watch?v=kXx1zPz0txM

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment