તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
અનિલ ચાવડા

તેડું -હેમંત દેસાઈ

આજ  મન  મોરલીમાં માઢ  નહીં  છેડું;
.         હાં જોઉં હવે                                        
કહાન  મને મથુરાથી મોકલે  છે તેડું?

ઢોલ ચંગ વાગે છે  પગલાંમાં  પ્રીતમના
.                 જમુનામાં ઘુમરાતી ઝંખના અધૂરી.
શરમાતી પૂનમને સહિયર! મેં સાચવી છે
                                 અત્તરિયા અંતરમાં પૂરી;
આભ   મહીં  ઊગ્યા  વૈશાખને   હું  વેડું;
કે કહાન  મને મથુરાથી મોકલે છે તેડું!

ગીત મહીં ઘૂટું કદંબને, આ કલકલતી
 .                                  કુંજોને આંખડિયે આંજું,
પગદંડી કમખામાં બાંધું ને વનરાવન
                              ઓઢી લઈ ઘૂંઘટમાં લાજું;
ઘાટે  અધરાતના હું  અજવાળું  બેડું!
હાં કહાન મને મથુરાથી મોકલે તેડું!

-હેમંત દેસાઈ

માઢ  = રાગ

9 Comments »

 1. અભિષેક said,

  September 1, 2010 @ 9:21 pm

  સરસ ગોપીગીત

 2. Dr. vinod joshi said,

  September 2, 2010 @ 1:02 am

  સુન્દર ગીત મઝા આવી

 3. વિવેક said,

  September 2, 2010 @ 2:16 am

  સુંદર રચના….

 4. satayam.algari said,

  September 2, 2010 @ 6:49 am

  સરસ ગીત્…. I am agree with Vinod…….

 5. pragnaju said,

  September 2, 2010 @ 7:07 am

  ભાવવાહી સુંદર ભક્તિગીત

 6. DR Bharat Makwana said,

  September 2, 2010 @ 8:41 am

  ‘ઘાટે અધરાતના હું અજવાળું બેડું!’
  ગોપિ ના કૃષ્ણ પ્રેમ મા હર સમયે બનેછે તેમ સ્થળકાળ નું ભાન ગોપી ને રહેતું નથી તે કેવી સુંદર પંક્તીદ્વારા હેમંત ભાઈ એ ઢાળ્યુંછે!

 7. Bharat Trivedi said,

  September 2, 2010 @ 11:43 am

  જ્યારે કોઈ ગુજરાતી કવિ ગોપિના સ્વરમાં ગીત ગાય ત્યારે મને મઝા આવી જાય છે! મારો આ અમદાવાદી સ્વભાવ જ સાલો એવો છે! ગીત પ્રાસંગિક છે એટલે તેનો મહીમા તો ખરો જ ખરો!

  ઢોલ ચંગ વાગે છે પગલાંમાં પ્રીતમના
  જમુનામાં ઘુમરાતી ઝંખના અધૂરી.
  શરમાતી પૂનમને સહિયર! મેં સાચવી છે
  અત્તરિયા અંતરમાં પૂરી;

  “જમુનામાં ઘુમરાતી ઝંખના અધૂરી” ને પછી “શરમાતી પૂનમ” ! અહીં તો સંધુય વગર પૈસે ઉપલ્બ્ધ છે નહીં તો કહેવું પડે કે પૈસા વસુલ ! મઝા આવી ગઈ.

  ભરત ત્રિવેદી

 8. Girish Parikh said,

  September 2, 2010 @ 5:37 pm

  હેમન્તભાઈને ન્યૂ મથુરાથી ગિરીશ પરીખની યાદ!

  મોડેસ્ટો, કેલેફોર્નિયાથી આ લખું છું. ઈસ્કોનના એક શિષ્યનું વિઝન મોડેસ્ટોમાં (અમેરિકાનું) ન્યૂ મથુરા નામનું હરે કૃષ્ણનું મંદિર બનાવવાનું છે. એમનું વિઝન શ્રી મથુરેશ (કૃષ્ણ) ની કૃપાથી સાકાર થશે એમ હું માનું છું.

  હેમન્તભાઈ આ વાંચશે એમ માનું છું. કૉલેજના દિવસોમાં અમદાવાદમાં અમે અમુક સમય એક બીજાની નજીક રહેતા હતા. એમના સ્વમુખે એમની કવિતાઓ સાંભળવાનો મને લહાવો મળ્યો છે.

  ‘કુમાર’ની બુધવારની સાંજની બુધસભા (કાવ્યસભા) માં પણ સાથે જતા હતા. ‘કુમાર’ના કાવ્ય-હીરાને પારખનારા તંત્રી સ્વ. બચુભાઈ રાવત બુધસભામાં પઠન, અને હાજર રહેલા કવિઓ સાથે ચર્ચા કર્યા વિના ‘કુમાર’ માસિક માટે કાવ્ય ભાગ્યે જ પસંદ કરતા. હેમન્તનું એક કાવ્ય (મારી યાદ મુજબ એનું શીર્ષક હતું ‘કવિ’) બચુભાઈને એટલું બધું ગમેલું કે આ વિધિમાંથી પસાર કર્યા વિના જ એને ‘કુમાર’માં પ્રગટ કરેલું.

  હેમન્તનો ‘ઇંગિત’ નામનો કાવ્યસંગ્રહ ‘કુમાર’ કાર્યાલયમાં છપાયેલો.

  હેમન્તને girish116.yahoo.com સરનામે મને ઇ-મેઇલ કરવા, અને http://www.girishparikh.wordpress.com બ્લોગની મુલાકાત લેવા વિનંતી કરું છું.

  –ગિરીશ પરીખ

 9. atulyagnik3505@gmail.com said,

  September 10, 2010 @ 1:46 am

  bhai bhaaaaai saras

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment