રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં.
અનિલ જોશી

મારી આંખોએ બેઠું ચોમાસું -એષા દાદાવાળા

તને કહી દઉં છું હું સાચે સાચું
મારી આંખોએ બેઠું ચોમાસું..!

ઘેરાતા હોય આકાશે વાદળા
મારી અંદર તું એમ જ ઘેરાતો,
વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો
છાતીમાં ડૂમો થઇ જતો.
આગાહી વિના સાવ ઓચિંતો  કોઈ વરસાદ જેમ આવે તો માનું..!!

આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી
હું શબરી નથી કે નથી મીરાં,
હું તો ઉતાવળી થાઉં તને મળવા
થોડા તારે ય થવાનું અધીરા..!
મળવાનું રોજ રોજ થાયે મને મન તને શોધતા ક્યાં આવડે છે બહાનું..?

એષા દાદાવાળા

અહીં ગીતની નાયિકા ભલે એમ કહે છે કે મારી આંખોએ બેઠું ચોમાસું, પરંતુ મને તો લાગે છે કે નાયિકા પોતે જ ચોમાસું બની ગઈ છે…  🙂

16 Comments »

  1. Ratnesh Joshi said,

    August 4, 2010 @ 9:27 AM

    ખુબ જ સરસ રચના……

  2. pragnaju said,

    August 4, 2010 @ 10:14 AM

    સરસ ગીત
    આ પંક્તીઓ ખૂબ ગમી
    ઘેરાતા હોય આકાશે વાદળા
    મારી અંદર તું એમ જ ઘેરાતો,
    વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો
    છાતીમાં ડૂમો થઇ જતો.
    આગાહી વિના સાવ ઓચિંતો કોઈ વરસાદ જેમ આવે તો માનું..!!
    યાદ આવી વ્યથામા પણ પાનખરની આંખ…
    ન આવ્યુ આંખમા આંસુ, વ્યથાએ લાજ રાખી છે;
    દવાની ગઈ અસર ત્યારે, દુઆ એ લાજ રાખી છે;
    ઘણુ સારુ થયુ આવ્યા નહિ મિત્રો મળવા મને;
    અજાણે આમ હાલતની ખુદાએ લાજ રાખી છે.

  3. Mousami Makwana said,

    August 4, 2010 @ 11:52 AM

    ખુબ જ સુન્દર રચના છે…
    નાયિકાની પ્રતિક્ષા દરેક શબ્દમા મહેસુસ થાય છે…મારા તરફથી બે લીટી….
    એક સાવન બાદલસે બરસે એક આંખોસે બરસે….
    ઇસ સુહાને મૌસમમે હમ પિયા મિલનકો તરસે….!!

  4. ડૉ.મહેશ રાવલ said,

    August 4, 2010 @ 1:18 PM

    એષાનું આ લાગણીની ભીનાશથી તરબતર ગીત ખરેખર ભીતરની વાતને અભિવ્યક્ત કરે છે
    અને ઊર્મિ!
    તેં ય બરોબર ઝડપી એષાના મનની વાતને, ખરેખર નખશિખ ચોમાસું થઈ ગઈ છે આ ગીત અને ભાવ વ્યક્ત કરવામાં….
    સરસ રચના બદલ એષાને અભિનંદન.

  5. Girish Parikh said,

    August 4, 2010 @ 2:50 PM

    ચોમાસુ અને વરસાદનાં ગીતોમાં આ મોખરાનું ગીત ગણાતું હોવું જોઈએ. “નાયિકા પોતે જ ચોમાસું બની ગઈ છે,” એ ઉર્મિબહેનની ઉક્તિ ગમી. એષાબહેનને અભિનંદન.

    “છાતીમાં ડૂમો થઇ જાતો” જોઈએ?

  6. ધવલ said,

    August 4, 2010 @ 10:02 PM

    આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી
    હું શબરી નથી કે નથી મીરાં,
    હું તો ઉતાવળી થાઉં તને મળવા
    થોડા તારે ય થવાનું અધીરા..!

    – સરસ ! ગીતનો ઉપાડ જ બહુ મઝાનો છે !

  7. P Shah said,

    August 5, 2010 @ 12:03 AM

    તને કહી દઉં છું હું સાચે સાચું
    મારી આંખોએ બેઠું ચોમાસું..!…

    એક સુંદર ઉપાડથી શરુ થતું ઊર્મિસભર ગીત !

  8. Deval Vora said,

    August 5, 2010 @ 12:12 AM

    Majja padi gayi….. Thanx Aesha ji…..

  9. મીત said,

    August 5, 2010 @ 1:09 AM

    આ રચના વાંચી સહજ રીતે “પહેલા વરસાદનો છાંટો મુને વાગ્યો” રચના યાદ આવી ગઈ..!
    આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી
    હું શબરી નથી કે નથી મીરાં,
    હું તો ઉતાવળી થાઉં તને મળવા
    થોડા તારે ય થવાનું અધીરા..!
    મળવાનું રોજ રોજ થાયે મને મન તને શોધતા ક્યાં આવડે છે બહાનું..?
    આ અધીરપને દાદ આપવી પડે..!
    ઍષાને આ માટે અભિનંદન..!
    -મીત

  10. રાકેશ ઠક્કર, વાપી said,

    August 5, 2010 @ 1:42 AM

    ખુબ જ સરસ રચના……
    તને કહી દઉં છું હું સાચે સાચું
    મારી આંખોએ બેઠું ચોમાસું..!

  11. વિવેક said,

    August 5, 2010 @ 1:55 AM

    સુંદર રચના…

  12. marmi kavi said,

    August 5, 2010 @ 7:56 AM

    તારી આંખોમાં બેઠું ચોમાસુઁ,
    કેવું ગીત લઈ આવી મજાનું.

  13. Kaushik Makwana said,

    August 5, 2010 @ 11:43 AM

    nice song.. beautiful .. awesome

  14. Kalpana said,

    August 5, 2010 @ 6:16 PM

    ઊર્મિપ્રધાન લાગણી વરસાવતુઁ ગીત. જાણે મ્લ્હાર!
    કલ્પના

  15. jiny said,

    August 6, 2010 @ 3:20 AM

    wow.. very lovingly expressed… all the expressions…
    it touches everybody’s emotions 🙂 i wonder how you people can think feel and even write so Beautifully….. !
    Accolades….
    Jiny

  16. MAYAANK TRIVEDI SURAT said,

    August 7, 2010 @ 7:25 AM

    એષા
    ખરેખર ચોમાસું થઈ ગઈ છે
    ચોમાસા મા ભીજાવાની મજા આવી ગઈ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment