કોઈની ઈચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,
રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.
વિવેક મનહર ટેલર

(કદ) – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

અખંડ
મીણબત્તી
નાની થતી જાય છે,
પણ
છેવટની ક્ષણ સુધી
ઘટતું નથી
એની જ્યોતનું કદ !

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

એક જ લીટી જેટલું નાનું પણ કેવું વિરાટ કદનું કાવ્ય !

10 Comments »

 1. Pushpakant Talati said,

  August 14, 2010 @ 5:00 am

  અખંડ મીણબત્તી નાની થતી જાય છે,
  પણ છેવટની ક્ષણ સુધી ઘટતું નથી એની જ્યોતનું કદ !

  વાહ – – મદનકુમાર અંજારિયાભાઈ ના એટલે કે આ ‘ખ્વાબ’સાહેબ જેવા જ જો વિશ્વના દરેક માનવીના ખ્વાબ હોય તો કેવુ સારુ ?

  કશેક મે read કરેલ છે કે ;-
  મશાલ પેઠે હુ બળી જાઉ તો હુ ધન્ય, – કે અન્ય પ્રકાશ પામ્યા
  ખરેખર આને કહેવાય – “ગાગર મા સાગર” – ખરુ ને ?

 2. ભાર્ગવ ઠાકર said,

  August 14, 2010 @ 7:37 am

  મજા પડી ગઇ

 3. Ratnesh Joshi said,

  August 14, 2010 @ 8:51 am

  “હાલ્લરડૂ એ મા નામના પ્રદેશ નુ રાષ્ટગીટત છે.”
  આ પણ મદનકુમાર અન્જરિયાનુ ચ્હે

 4. pragnaju said,

  August 14, 2010 @ 9:24 am

  છેવટની ક્ષણ સુધી
  ઘટતું નથી
  એની જ્યોતનું કદ !
  ખૂબ સુંદર અને છેવટ સુધી બીજો દિપ પ્રગટાવી શકે!

  તેમના આ બે અછાંદસ તો ભૂલ્યા ભૂલાતા નથી
  ચામડાનાં પગરખાં
  બહાર ઉતારીને
  મંદિરમાં પ્રવેશું છું
  જન્મજાત ચામડે મઢેલો હું !
  આપણે જેના માટે
  માત્ર બે જ મિનિટનું
  મૌન પાળીએ છીએ
  એ ગાંધી
  આપણા સૌના માટે
  પાળી રહ્યો છે
  કાયમનું મૌન !

 5. Bharat Trivedi said,

  August 14, 2010 @ 11:48 am

  સંસ્કૃતમાં એક ઉક્તિ છે કે વાક્યમ રસાત્મકમ કાવ્યમ. અહીં એ ખુબ સાચું પડતું પૂરવાર થાય છે. બહુધા લઘુ-કાવ્યો ચાટુક્તિથી આગળ જતાં હોતાં નથી ને તેથી તેમને કાવ્ય કહેવાં કે નહીં એવો પ્રશ્ન થાય પણ ખરો પરંતુ અહીં જે કામ થયું છે તે તો બેમિસાલ છે.

  -ભરત ત્રિવેદી

 6. pandya yogesh said,

  August 14, 2010 @ 12:27 pm

  વાહ મદનકુમાર વાહ

 7. ધવલ said,

  August 14, 2010 @ 10:46 pm

  બહુ ઊંચી વાત !

 8. Jiny said,

  August 16, 2010 @ 3:05 am

  મનુશ્ય ને પ્રેરણા આપતો અરિસો.

 9. Dr.Vinod joshi said,

  August 22, 2010 @ 3:29 am

  વાહ ગ્રેટ મદનભાઈ !!!!

 10. nilam doshi said,

  August 23, 2010 @ 9:26 pm

  ખુબ સરસ અને સાચેી વાત…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment