ઘાવ પણ એણે વધુ ઝીલવા પડે
જે હૃદય ખાસ્સું પહોળું હોય છે
નયન દેસાઈ

ઉમાશંકર વિશેષ :૧૦: ભોમિયા વિના -ઉમાશંકર જોશી

umashankar-joshi-and-jhaverchand-meghani

(ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી સાથે…)

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

-ઉમાશંકર જોશી

સ્વર – સંગીત : અજિત શેઠ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Bhomiyaa Vinaa Maare Bhamvaa Taa-Umashankar Joshi.mp3]

સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી
સ્વર : ઉદય મઝુમદાર

[audio:http://urmisaagar.com/saagar/audio/bhomiya vina maare bhamavata dungraa – Umashankar Joshi]

Wanderlustને ચરિતાર્થ કરતું ઉમાશંકરનું અમર ગીત.

7 Comments »

  1. Deval Vora said,

    July 26, 2010 @ 11:05 PM

    Hi All, mari information mujab ‘bhomiya vina mare’ geet gujarat – rajsthan ni border per aavela, charey baju thi pahado thi gherayela ati raniyamna gaam ‘vijay nagar’ ma ane vijay nagar mate lakhayelu hatu….let me know if i m wrong…..Deval, Radio Mirchi,Rajkot

  2. Ramesh Patel said,

    July 27, 2010 @ 7:14 PM

    મારું મનગમતું આ ગીત,માધ્યમિક કક્ષાએ વર્ગમામ માણેલ.
    સરસ સાક્ષર વિભૂતિઓના રસ દર્શન.
    અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

  3. Girish Parikh said,

    July 27, 2010 @ 10:46 PM

    અમદાવાદથી ૨૦ માઈલ દૂર બાવળાની હાઈસ્કૂલ આ. કે. વિદ્યામંદિરમાં હું ૧૯૫૦માં છેલ્લા ધોરણમાં હતો ત્યારે અમારા ગુજરાતી પાઠ્યપુસ્તક ‘ગદ્ય પદ્ય સંગ્રહ’માં કવિશ્રી ઉમાશંકર જોશીનું આ ગીત ભણેલો. મારાં પ્રિય ગીતોમાંનું એ એક છે. અમે એને ગણગણતા પણ ખરા ! એને પહેલ વહેલું સરસ રીતે ગવાતું સાંભળીને ઓર મઝા આવી.

  4. AMIT SHAH said,

    July 27, 2010 @ 10:51 PM

    khoob khoob aabhar

  5. AMIT SHAH said,

    July 27, 2010 @ 11:00 PM

    SANGEET AJIT SHETH

    SWAR : HARIHARAN

  6. વિવેક said,

    July 29, 2010 @ 1:24 AM

    ઉત્તમ ગીત રચના.. બંને સ્વરાંકન પણ સરસ થયા છે…

  7. BUTABHAI PATEL said,

    February 15, 2011 @ 9:18 AM

    ખુબ સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment