હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.
રમેશ પારેખ

મુકતક – ઉદયન ઠક્કર

ક્યારે, કઈ રીતે, ને એમાં વાંક કોનો? શું કહું?
વાતેવાતે એમ દસ્તાવેજ થોડા હોય છે ?
પાંપણો ઝુકાવી મન, હળવેકથી, પાછું વળ્યું
સર્વ કિસ્સા સનસનટીખેજ થોડા હોય છે ?

– ઉદયન ઠક્કર

5 Comments »

 1. Jayshree said,

  September 23, 2006 @ 3:15 am

  વાહ… વાહ….

 2. સુરેશ જાની said,

  September 24, 2006 @ 6:03 am

  ઉદયન ઠક્કર હંમેશાં કોઇ નવી જ વાત લઇને આવે છે.
  આપણા મનની તકલીફ એ છે કે, સનસનાટી વાળા કિસ્સા જ વધારે યાદ રહે છે!

 3. divyesh said,

  November 21, 2008 @ 1:34 pm

  વાહ્….

 4. NARENDRA SHINGALA said,

  November 22, 2008 @ 4:18 am

  પાંપણો ઝુકાવી મન, હળવેકથી, પાછું વળ્યું
  સર્વ કિસ્સા સનસનટીખેજ થોડા હોય છે ?

  – ઉદયન ઠક્કર દ્વારા ઉપરોક્ત પન્ક્તિઓ મા ધણુ કહી દી ધુ પોતાની લાગણીઓ વ્યકત કરી દિધી

 5. વિવેક said,

  November 22, 2008 @ 9:19 am

  સુંદર મજાનું મુક્તક…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment