અમે તો સૂઈ લીધું રાત આખી શાંત નિદ્રામાં,
નડી તમને એ વાતો જે તમે રાખી હતી મોઘમ.
વિવેક મનહર ટેલર

માનદેય – ભરત ત્રિવેદી

પત્નીને
કશી ખરીદીએ મોકલી
કે પછી
ટેલિવિઝન પાસેથી
ઉછીનો સમય મેળવીને
હું કવિતા લખવા
બેઠો હોઉં છું
ત્યારે
એક સદ્ ગત કવિમિત્ર
મારી પાસે આવીને
બેસી જાય છે.

કવિતા પૂરી થાય
કે તરત જ
તે મને પ્રશ્ન કરે છે
‘કવિતા છપાય ત્યારે
તને પુરસ્કારની રકમ મળશે ખરી ?’

હું તેની સામે જોતો રહું છું
તો તે કહે છે :
‘મારાં કાવ્યોના પુરસ્કારની રકમ
મને મળી હોત તો
હું હજી જીવતો હોત.’

– ભરત ત્રિવેદી

કવિતા તો અ-મૂલ્ય છે હોય છે. પણ આ ય એક સચ્ચાઈ છે.

કળાની કદર કરવી આખા સમાજની જવાબદારી છે. જે સમાજ કદર કરી નથી જાણતો, એ સમાજ કળાને લાયક પણ નથી રહેતો.

(માનદેય = માનદ વેતન, Honorarium)

23 Comments »

  1. Girish Parikh said,

    July 19, 2010 @ 9:08 PM

    આ મુક્તક પોસ્ટ કરવાની તક શોધતો હતો તે મળી ગઈ ! ધવલભાઈ અને ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર.

    ડોલર પાછળ દોડે છે આ દેશ
    મફતમાં કેટલું લખશો ગિરીશ ?
    ભલે ના જોઈતા હો કૅશ
    પણ મફતની કંઈ નથી કિંમત ગિરીશ !

  2. gopal said,

    July 19, 2010 @ 9:17 PM

    વાસ્તવિક ચિત્રણ્

  3. Girish Parikh said,

    July 19, 2010 @ 9:52 PM

    ‘પણ પુરસ્કારનું શું ? (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ ના ત્રણ ભાગ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યા છે એ વાંચવા વિનંતી. આ અને આને લગતા વિષયો પર એ બ્લોગ પર અનુકૂળતાએ વધુ લખતો રહીશ.

  4. pragnaju said,

    July 19, 2010 @ 10:00 PM

    મારાં કાવ્યોના પુરસ્કારની રકમ
    મને મળી હોત તો
    હું હજી જીવતો હોત.’
    ઘણા ખરા કવિઓની હકીકતને વાચા આપી છે.તેમા અપવાદ હોય તે સ્વાભાવિક છે જેમ કે —
    ગુજરાતી સાહિત્યના તમામ મોટા પુરસ્કારો જીવતેજીવ મેળવનાર ર.પા. છેવટ સુધી ધરતીને અડીને જ જીવ્યાં. લોકપ્રિયતા કદી માથે ચડીને બોલી હોય તો એ જણ કોઈ અન્ય હોય તો હોય, ર.પા. તો નહીં જ.

  5. Gaurang Thaker said,

    July 19, 2010 @ 11:17 PM

    વાહ વાહ ને વાહ..ભરતભાઈને અભિનદન…….

  6. Girish Parikh said,

    July 20, 2010 @ 12:23 AM

    ગુરુ દત્તની અમર ફિલ્મ ‘પ્યાસા’નું કવિ વિજયનું પાત્ર નજર સામે આવે છે. એક વેશ્યાએ કદર કરી એ કવિની. ભૂખ્યા કવિને હોટલમાં પેટ ભરીને જમાડ્યો. પોતાના પૈસાથી કવિની કવિતાઓનું પુસ્તક છપાવ્યું જે બેસ્ટસેલર બની ગયું. જીવનનાં ઘણાં વર્ષો સુધી સંઘર્ષ કરતા કવિને છેવટે પ્રસિધ્ધી મળી પણ દુનિયાથી એનું મન ઊઠી ગયું અને એ ગાઈ ઊઠ્યોઃ “યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ !”
    પણ પ્રસિધ્ધીથી પેટ ભરાતું નથી, એ માટે પૈસાની પણ જરૂર છે ને વેશ્યાએ એ સગવડ પૂરી પાડી. છેવટે પણ વેશ્યાએ જ કવિને સાથ આપ્યો. ધન્ય છે એ વેશ્યાનું પાત્ર.
    દરેક સાચા સર્જકને કવિને (આર્થિક અને/અથવા મોરલ) સપોર્ટની જરૂર હોય છે.

  7. વિવેક said,

    July 20, 2010 @ 2:01 AM

    સરસ વાસ્તવવાદી રચના…

  8. kanchankumari. p.parmar said,

    July 20, 2010 @ 6:26 AM

    કાલિ ઘટા માછુપાયેલા પત્નિ ના ચન્દ્ર જેવા મુખ ને જોઇ કવિતા લખવા નિ પ્રેરણા થૈ ……કવિતા લખતા લખતા વરસો વિતિ ગયા ને ઘટા મા છુપાયલો ચાંદ રુપેરિ કોર થિ કિયારે ઢંકાઈ ગયો તેની ખબરે ના પડી……

  9. dhaval soni said,

    July 20, 2010 @ 6:30 AM

    ખરેખર સરસ….
    એક ચોટદાર વ્યથા………

  10. dhaval soni said,

    July 20, 2010 @ 6:30 AM

    ખરેખર સરસ….
    એક ચોટદાર વ્યથા………..

  11. Pushpakant Talati said,

    July 20, 2010 @ 6:58 AM

    ભરત ત્રિવેદીજીની આ રચના reading માટે સારી લાગી.
    મારા મત મુજબ આ સરસ અને વાસ્તવિક હોય શકે પણ રચનાની છેલ્લી કડી જેટલી હદ સુધી ની વાત સાથે મને સહમત થતા થોડુ કઠે છે કે – ” ‘મારાં કાવ્યોના પુરસ્કારની રકમ મને મળી હોત તો
    હું હજી જીવતો હોત.’” – આ તો યોગ્ય નથી જ.

    Ofcourse સાચા મુલ્યોની જાળવણી કરવી તે સર્વજનની સમાજીક જવાબદારી તેમજ ફરજ છે. પરન્તુ કળાકારે પોતાની જીવાદોરી ટકાવવા અથવા આજીવીકા માટે વૈકલ્પિક રીતે કઈક કરવુ જ જોઈએ ફક્ત કલા પર નિભાવ કરવાની તમન્ના ન જ રખાય. હા જો તમારી કલા મા તાકાત અને બળ હશે તો તે આપમેળે જ લોકો સમક્ષ છતી થશે અન્યથા ગુમશુદા બની રહે તો તે માટે અન્યને દોષ આપવા કરતા આપણી કલા ના સ્તરમા જ ઓછપ, ખામી કે ખોટ હશે તેમ માનવુ જોઈએ – ખરુ કે નહી ?

    માનનિય શ્રી ગિરિશભાઈ જણાવે છે કે
    ” ડોલર પાછળ દોડે છે આ દેશ – મફતમાં કેટલું લખશો ગિરીશ ? ”
    – કલાકાર જ્યારે આમ વિચારશે ત્યારે કલા માટે મરવાનુ જ બાકી રહેશે. – કલા એ જ તો ઈશ્વરે આપેલ એક અણમોલ દેન છે અને તે માટે કલાકારને અભિમાન હોવુ જરુરી છે. જો રૂપિયા/પૈસા અને મહેનતાણા માટે જ આ કલાનો ઉપયોગ કરવાનો હોય તો તે કલા ન રહેતા બજારની ચીજ/વસ્તુ બની જાય છે અને ત્યાર બાદ તેમા કૌવત રહેતુ નથી. કવિના વિચારો પણ પ્રભાવદાર ન રહેતા પ્રોફેશનલ બની જાય છે. તે કવિ કે કલાકાર મટી ને પોતાની આગવી છટા છોડી “નટ’ – “ફાતડો” કે “તરગારા” જેવો બહુરુપીયો બની જાય છે. અને તે ખરા અર્થમા અમુલ્ય ન રહેતા મુલ્યવગરની થઈ જાય છે.
    લયસ્તરો ઉપરજ મે ઘણી વખત ઉપર આપવામા આવતો શેર વાન્ચેલ છે કે ……. ત્યા જઈ ગઝલ ન કરીશ કે જ્યા હોય ગઝલ થી પણ વધારે દાદ નો મહીમા…..

    કલાકારે પોતાના ઊપર તેમજ પોતાની કલા ઊપર જ ભરોશો અને વિશ્વાસ રાખવો જોઈએ અને તેને શક્ય તેટલા ઉચ્ચ સ્તરે લઈ જવા પોતાનો આત્મા રેડી ને સમ્પૂર્ણ અને ભરપૂર કોશિશ કરવી ઘટે. કલાકાર કદિ કોઈનો મોઅતાજ હોયજ ન શકે.

  12. Rekha Sindhal said,

    July 20, 2010 @ 7:34 AM

    પુરસ્કાર પહેલાઁ નામ કમાવુઁ પડે એવી રસમમાં પણ ઠેીક ઠીક હરીફાઈ હોય છે…..સરસ અભિવ્યક્તિ! ધન્યવાદ.

  13. Pancham Shukla said,

    July 20, 2010 @ 8:39 AM

    વાચકને વાચનના વર્તુળ પરથી વૈચારિક રીતે તાણી ને પ્રતિભાવના કેન્દ્ર સુધી ખેંચી લાવે એવી સરળ રીતે રજૂ થયેલી કડવી, વેધક અને વાસ્તવિક વાત.

    કલાકારની કલાની જેમ દાકતરની ચિકિત્સા પણ અ-મૂલ્ય છે છતાં સરેરાશ તે કલાકારની કલા કરતાં વધુ સંપન્ન જોવા મળે છે. પણ કલા અને હુન્નર, મનોરંજન અને જરૂરિયાતના દ્રવ્યમૂલક સમીકરણો સરખાવવા/ઉકેલવા એ કઈં સહેલી વાત છે? સાંપ્રત કેળવણી/અભ્યાસ દ્વારા કોરડું થયેલાં મનમાં ફણગા ફૂટે એવા આશાએશ જરૂર થઈ શકીએ.

    આદિમ જીવનથી આધુનિક સંપ્રજ્ઞતાના ઉષ: કાળે પણ માનવીની મૂળભૂત વૃત્તિઓ(ઈન્સ્ટિન્ક્ટ)ના ઉદવિકાસની શું સ્થિતિ છે એની ઝાઝી ખબર કોઈને નથી! બાર્ટર પદ્ધતિથી માંડી વૈશ્વિક મૂડીવાદી વર્ણપટ પાર કોઈ ધવલવર્ણમાં કવિના પ્રશ્નનો ઉકેલ સમાયેલો હશે જેની, વિશ્વના બધા ચિંતકો સહિત, આપણને પણ સતત શોધ છે.

  14. Bharat Trivedi said,

    July 20, 2010 @ 9:31 AM

    પ્રિય તલાટીજી,

    વાસ્ત્વિકતા ક્યારેક કલ્પનાથી પણ અધિક બિહામણી હોય તેમ બની શકે. દાયકા થઈ ગયા એ વાતને. અમદાવાદ ત્યારે આટલું બધું ફેલાયેલું ના હતું. પગપાળા તો ક્યારેક બસ કે સાઈકલ પર અમે એક બીજાને ઘેર અવાર-નવાર પહોંચી જતા ને કવિતા ઉપરાંન્ત પણ બીજી પણ ધ્ણી વાતો કરતા. એ મિત્રોમાંથી એક નામ ઘણુંજ વહેલું ભુસાઈ ગયું તે નામ છેઃ રાવજી પટેલ. ક્ષયની સાથે ગરીબાઈથી રીબાઈને છેક પાગલ અવસ્થામાં તેને ઓગળી જતો પણ જોયો… પછી તો સમયના પળદા પાછળ બધું સરી ગયું. ઍક દિવસ વતનથી કાગળમાં સમાચાર આવ્યા કે મને એક વાર્તા સ્પર્ધામાં એકસો પચાસનું ઈનામ મળ્યુ છે! આ કવિતા તે દિવસે અનાયાસ જ લખાઈ ગઈ હતી. કવિતાની ગુણવત્તા કરતાંય અનુભુતીની ગહનતા ( આ કવિતા પુરતી ) મારા માટે સવિશેષ મહત્વની છે તેમ મારે કબુલ કરવું પડે.

    સલામ સાથે,

    ભરત ત્રિવેદી

  15. Girish Parikh said,

    July 20, 2010 @ 9:38 AM

    Pushpakantbhai: I am grateful for your thouhgts. I have now started rethinking about my wrting life. If you give permission I would like to include your response in the colulmns I am thinking to write on this subject for posting on the Blog http://www.girishparikh.wordpress.com. Thanks.
    – – Girish

  16. Kirtikant Purohit said,

    July 20, 2010 @ 10:23 AM

    આજે તો ભાઇ, કવિતાનુઁય માર્કેટીન્ગ લોકોને કરવુઁ પડે છે ત્યારે આ એક કરૂણ વાસ્તવિકતા,

  17. Girish Parikh said,

    July 20, 2010 @ 10:30 AM

    પન્નાલાલ પટેલને પણ ટીબી થયેલો અને એમના પ્રકાશક પાસેથી એમને મળવા જોઈએ એ પૈસા મળતા નહોતા એમ વાંચેલું. રામનારાયણ પાઠકના ‘પ્રસ્થાન’ માસિકમાં એમની વાર્તાઓ છપાયેલી. એનો એમને પુરસ્કાર મળેલો કે નહીં એની તો ખબર નથી પણ પાઠકસાહેબે કંઈક આવું કહેલું, પૈસાના અભાવે પન્નાલાલને મરવા ન દેવાય !
    પન્નાલાલે પાછળથી પોતાનું જ સાધના પ્રકાશન શરૂ કર્યું અને એનું સંચાલન એમના સુપુત્રને સોંપ્યું.

  18. Gunvant Thakkar said,

    July 20, 2010 @ 10:39 AM

    ચર્ચાઓ વાંચી કવિ વિપિન પરીખની એક કવિતા યાદ આવી,

    “એક કવિતાના પુરસ્કારના જો પાંચ રુપિયા આપવામાં આવે તો કવિએ મહિનાની કેટલી કવિતા લખવી જોઈએ જેથી એ પોતના કુટુંબનુ ભરણપોષણ કરી શકે ?”

    અલબત આ ભાવ તો ૧૯૭૩ ના છે……પરંતુ આપણો ગુજરાતી કવિ પુરસ્કાર વગર તો ઠીક,પણ્ર આજે આપાતા કવિતાના પુરસ્કાર થકી પણ જીવી શકે તેમ નથી, એ આપણી કરુણતા છે.

  19. Girish Parikh said,

    July 20, 2010 @ 10:40 AM

    એક કવિ પાસેથી જાણવા મળેલું કે બે ગુજરાતી કવિઓએ કવિતા વેચી છે ! છતાં એ બન્ને કવિઓ માટે મને ખૂબ જ માન છે. એમનાં ઘણાં સર્જનો ઉચ્ચ કક્ષાનાં છે.

  20. Taha Mansuri said,

    July 20, 2010 @ 9:59 PM

    ખરેખર ચોટદાર વ્યથા………..
    કવિશ્રીની સાથે સાથે સ્વ. કવિ રાવજી પતેલને પણ પ્રણામ.

  21. કિરણસિંહ ચૌહાણ said,

    July 21, 2010 @ 12:26 AM

    ગુણવંતભાઇની વાત બિલકુલ સાચી છે. કવિતા માટે સામયિકો જે પુરસ્કાર આપે છે એના આધારે તો જીવી શકાય જ નહિ. વળી એથી ય કરુણ વાત તો એ છે કે આજે કવિતા મોકલો એનો જવાબ ત્રણ મહિને આવે (જો આપણે જવાબી પોસ્ટકાર્ડ કે કવર પણ સાથે મોકલ્યા હોય તો)એમાં જો ‘કવિતા નથી સ્વીકારી’ એમ લખ્યું હોય તો ભયંકર આઘાત વેઠવાનો. (ગમે એટલા મક્કમ હો તોય આ આઘાત તો લાગે જ) અને ધારો કે કવિતા સ્વીકારાઇ હોય તોય એ પ્રગટ થતા છ મહિના લાગે અને પછીના છ મહિને એનો પુરસ્કાર આવે રૂ. ૫૦. આખા વરસની મહેનતના ૫૦રૂપિયા. ( વળી એક બહુ જ જાણીતું સામયિક તો આજે ય ૨૫ રૂપિયા જ આપે છે અને એ પણ આખી કવિતા છપાય તો જ. જો મુક્તક હોય તો ૨૦ રૂપિયા.) હવે આમાં જિવાય કઇ રીતે. અને પ્રશ્ન જો જીવવાનો જ હોય તો તો જીવી બતાવીએ પણ અહીં તો જીવાડવાનો પ્રશ્ન હોય છે. એટલે કવિતા છપાવીને જીવતેજીવત તો ન જ જિવાય, હા મર્યા પછી કદાચ જિવાય.

  22. kanchankumari. p.parmar said,

    July 21, 2010 @ 3:31 AM

    મારા મતે મરણ્ પછિ પૈસા નિ ખેવના કવિ એ નહિ રાખિ હોય …..આખિ જિદગિ લખિ ને બિજા ને આન્ંદ આપનાર કવિને યોગ્ય કદર કે દાદ ના મળિ એ વધારે સાલતુ હોય એવુ વધારે લાગે છે..

  23. Pushpakant Talati said,

    July 21, 2010 @ 6:14 AM

    Dear Shri Girishbhai,

    You are asking for the permission to include my response in the colulmns you are thinking to write for posting on the Blog. In its response I would like to inform you that I do not have any objection, provided that the same shall be at your risk, responsibility and liability which may please be noted.
    This is reply of your demand/request mentioned bemow
    Regards. – TALATI
    ____________________________________
    Girish Parikh said,
    July 20, 2010 @ 9:38 am

    Pushpakantbhai: I am grateful for your thouhgts. I have now started rethinking about my wrting life. If you give permission I would like to include your response in the colulmns I am thinking to write on this subject for posting on the Blog http://www.girishparikh.wordpress.com. Thanks.
    – – Girish

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment