તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારા,
પદાર્થ એવો કયો છે કે શરાબ નથી ?
ઘાયલ

વિજા હેસેલ (આર્જેન્ટિનાનું એક ગામ) – પ્રીતિ સેનગુપ્તા

પાછાં વળી જતાં મોજાં
પાછું વળીને જુએ છે ખરાં ?
સમુદ્રપ્રેમીઓ બોલાવી રહે છે છતાં ?
જોકે તરત પુરાઈ જાય છે
એમની ખોટ
તત્કાલ ચડી આવતાં નવા મોજાંથી.
મને યાદ આવે છે,
મેંય પીઠ ફેરવી લીધી છે
કેટલીય વાર.
મક્કમ પગલે ચાલી ગઈ છું
ઊંધી દિશામાં-
હૃદય વળ ખાઈને જોતું રહ્યું છે.
સાદ પાડ્યો નથી, જોકે ,મને
કોઈએ.
પુરાઈ ગઈ હશે તરત
મારી ખોટ પણ.

– પ્રીતિ સેનગુપ્તા

16 Comments »

  1. pragnaju said,

    July 11, 2010 @ 4:30 AM

    મઝાનું અછાંદસ અને ભાવાત્મક ભાષાંતર

    હૃદય વળ ખાઈને જોતું રહ્યું છે.
    સાદ પાડ્યો નથી, જોકે ,મને
    કોઈએ.
    પુરાઈ ગઈ હશે તરત
    મારી ખોટ પણ.

    વાહ્ ,
    અનુભવની અભિવ્યક્તી
    સામાન્ય પ્રગતિ બાદ આપણને લાગે છે કે આપણે “ઇન્ડિસ્પેન્સેબેલ” થઈ ગયા! આવો જ ભાવ અંગે ગાલિબ જેવા શાયર વરસોં પહલા લખી ગયા
    -ગાલિબ એ ખસ્તા કે બગૈર કૌન સે કામ બંદ હૈં
    રોઈયે જાર જાર ક્યા, કીજિયે હાય હાય ક્યૂં.

    અપરિહાર્યતા સહજ અનુભવ કરાવતી વેદના…

  2. રજની માંડલીયા said,

    July 11, 2010 @ 5:59 AM

    કઈક જુનું યાદ આવી ગયું, ખુબ સરસ…

  3. himanshu patel said,

    July 11, 2010 @ 8:57 AM

    “મઝાનું અછાંદસ અને ભાવાત્મક ભાષાંતર…….” કોની કવિતાનો અનુવાદ છે?
    ઉપમા…..!

  4. Viay Shah said,

    July 11, 2010 @ 9:47 AM

    પુરાઈ ગઈ હશે તરત
    મારી ખોટ પણ.

    વાહ્ સરસ સનાતન સત્ય…

  5. અનામી said,

    July 11, 2010 @ 10:21 AM

    મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
    આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !

  6. રાજની said,

    July 11, 2010 @ 10:33 AM

    સુંદર અછાંદસ

  7. urvashi parekh said,

    July 11, 2010 @ 11:27 AM

    સરસ અનુવાદ વાળી સરસ વાત.
    આપણા જવાથી કાંઇ જ અટકી જવાનુ નથી,
    અને કાંઇ જ સાથે લઈ જવાનુ પણ નથી,
    ખરેખર એક્દમ સાવ સાચ્ચી વાત.
    સરસ અને સુન્દર.

  8. Ramesh Patel said,

    July 11, 2010 @ 11:50 AM

    પ્રીતિસેન ગુપ્તાજીના પ્રવાસ સાથે ગતિ કરતું મજાનું અછંદાશ ગીત.
    ….
    જગત ને વ્યવહારના બંધનો છે કેવા સબળ ને અકળ
    કુરુક્ષેત્રે થરથરાવતો અર્જુન ,લૂંટે કાબા ને દિશતો નિર્બળ

    વર્ષા ઋતુ ………રમેશ પટેલ(આકાશદીપ)
    -Pl find time to visit my site and leave a comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

  9. ધવલ said,

    July 11, 2010 @ 8:55 PM

    ચોટદાર !

  10. anil parikh said,

    July 11, 2010 @ 10:33 PM

    purai gai hase mari pan khot-khubaj bhavvahak-gaam chodyu tyarni bhavna
    fari aavi gai

  11. tirthesh said,

    July 12, 2010 @ 1:52 AM

    આ અનુવાદ નથી. આ મૂળ કવિતા જ છે.

  12. varsha tanna said,

    July 12, 2010 @ 3:57 AM

    જિદગીના પ્રવાસની સંવેદના આલેખતું કાવ્ય

  13. વિવેક said,

    July 12, 2010 @ 7:26 AM

    સુંદર કવિતા…

    સાવ સરળ શબ્દોમાં દિલને અંદર સુધી સ્પર્શી જાય એવી… કવિતાની શૈલી કદાચ એવી છે કે વાંચનારને એ બીજી ભાષામાંથી અનુવાદિત થઈ હોવાનું અનુભવાય…

  14. Kalpana said,

    July 12, 2010 @ 10:42 AM

    સરસ વિચાર રજુ કરી જતી વાત કાવ્ય પ્ઁક્તિઓમા શોભે છે.’ જમાનો બદલાયો છે’ કહીને આપણે વહેલા મોડા કઁઈક રીતે તીવ્ર સઁવેદનાના સૂર દરિયાના મોજાની જેમજ પાછા વાળી લઈ આગળ વધતા હોઈએ છીએ. સમય ઓસડ બની માનવીને હળવો બનાવે છે.
    આ લાગણીને અહીઁ ખૂબ સુઁદર રીતે વલોવી છે. ગીતામા ભગવાને આજ શબ્દો સાદ પાડી પાડીને કહ્યા છે. ફરક એટલો કે કહેનાર ભગવાન તટસ્થ પણે કહે છે પોતાના અનુભવ તરીકે નહી.
    ‘પૂરાઈ ગઈ હશે મારી ખોટ પણ’ પઁક્તિ મનના ઊઁડાણ સુધી વિષાદ પહોઁચાડ નારો છે.
    આભાર
    કલ્પના

  15. DHRUTI MODI said,

    July 14, 2010 @ 8:22 AM

    સુંદર કાવ્ય. પ્ર્વાસ દરમ્યાન જે તે જગ્યા માટે એક લાગણી જાગે , કિંતુ મારા વિના પણ એ જગ્યા એટલી જ સુંદર રહેવાની , આપણી ગેરહાજરી તેને નડસે નહી.

  16. sangeeta shah said,

    July 16, 2010 @ 4:57 AM

    શુ આ કવિતા મા કવિ માત્ર જગ્યા થવાથેી જગ્યા પુરાવા જશે એમ જ કહેવા માઁગે ચ્હે કે એમ પણ કહે ચ્હે કે મન ને મક્કમ કરેીને પણ યોગ્ય સમયે પાચ્હળ ના મોજા ને માટે જગ્યા કરવા માજ ડાહ્પણ ચ્હે (chhe) ?
    આપ યોગ્ય પ્રકાશ પાડો તેવેી આપને વિન્ઁતેી.
    some how i can not type chhe in gujarati. i dont know why ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment