જિંદગી સહદેવ જેવી છે કશું બોલે નહીં,
હું ય એવો છું કે સામેથી કશું પૂછું નહીં.
~ અનિલ ચાવડા

પોતપોતાને ઢાંચે ! – ભરત ભટ્ટ ‘તરલ’

મને કોઈ પકડી રહ્યું તીણી ચાંચે,
હું કાગળ નથી કે મને કોઈ વાંચે.

આ સગવડીયું ઘર ચોતરફ કોતરે છે,
અખંડિતપણું ઝંખનાઓના ટાંચે.

છે ઇચ્છા સરેરાશ ફાટેલું પહેરણ,
પહેરે બધાં પોતપોતાને ઢાંચે.

અહીં મેં બધાં સત્ય ધરબી દીધાં છે,
સડક, ચોક, શેરી, ગલી, ખાંચે-ખાંચે.

વિવશ છું હવે ગિરધારી ઉગારો,
મારા ઘરમાં ઘેર્યો મને તત્ત્વ પાંચે.

– ભરત ભટ્ટ ‘તરલ’

એક એવી ગઝલ જેના પાંચેપાંચ શેર આગળ વધતા કદમ પકડી રાખે… જાણે કોઈ તીણી ચાંચથી પકડી રહ્યું ન હોય !

8 Comments »

  1. dr bharat said,

    July 9, 2010 @ 1:17 AM

    સડક, ચોક, શેરી, ગલી, ખાંચે-ખાંચે….
    મારા ઘરમાં ઘેર્યો મને તત્ત્વ પાંચે….
    પંચભૂત મહતત્વો નું આગળની કડી મા કશુક કવિ કહેવા માંગેછે પણ કોઈ સ્પષ્ટતા નથી! આમા ટેલર સાહેબ ની મદદ ની વધુ જરૂર છે!

  2. dr_jknanavati said,

    July 9, 2010 @ 3:48 AM

    સુંદર રચના…….

    કંઇક નાવિન્યતા વાળી

    જગદીપ

  3. pragnaju said,

    July 9, 2010 @ 6:49 AM

    એક એવી ગઝલ જેના પાંચેપાંચ
    શહેર
    આગળ વધતા કદમ પકડી રાખે
    કદાચ આ
    હજીયે ગામ તારા શહેરની અંદર વસે છે જો
    અને તેથી જ તારું શહેર લાગે કે હસે છે જો
    નથી
    સુંદર ગઝલના આ શેરો વધુ ગમ્યા
    અહીં મેં બધાં સત્ય ધરબી દીધાં છે,
    સડક, ચોક, શેરી, ગલી, ખાંચે-ખાંચે.

    વિવશ છું હવે ગિરધારી ઉગારો,
    મારા ઘરમાં ઘેર્યો મને તત્ત્વ પાંચે.
    એ તત્ત્વ જે તે કાર્યકારણ ભેદે કરીને બે પ્રકારનાં છે. તેમાં કારણરૂપ જે તત્ત્વ છે તે ચૈતન્‍ય છે ને કાર્યરૂપ જે તત્ત્વ છે તે જડ છે. અને આ જીવ છે તે પોતે વિશેષ સત્તાએ કરીને હૃદયને વિષે રહ્યો છે ને પોતાની સામાન્‍ય સત્તાએ કરીને દેહ, ઇન્‍દ્રિયો, અંત:કરણમાં તદાત્‍મકપણે મળ્‍યો છે, તેણે કરીને એ દેહાદિક ચૈતન્‍ય જેવા જણાય છે પણ એ તો જડ જ છે. અને જ્યારે એ જીવ ભગવાનનો ભક્ત થઇને ભગવાનના ધામમાં જાય છે ત્‍યારે જડ એવાં જે તત્ત્વ તે પડયાં રહે છે. અને એ ચોવીશ તત્ત્વ છે તે માયામાંથી થયાં છે. માટે માયારૂપ છે, ને જડ છે, અને દેહ, ઇન્‍દ્રિયો ને અંત:કરણરૂપે જુદાં જુદાં જણાય છે. તે તો જેમ એક પૃથ્‍વી છે
    તે જ ત્‍વચા, માંસ, મજ્જા, અસ્‍થ્‍િા ને સ્‍નાયુ એ પાંચે રૂપે થઇ છે,
    ને કાચરૂપે પણ કરનારાની કીંમતે થઇ છે, તેમ એ માયા છે તે પરમેશ્વરની ઇચ્‍છાએ કરીને એ દેહાદિકરૂપે જુદે જુદે પ્રકારે જણાય છે.

  4. Kirtikant Purohit said,

    July 9, 2010 @ 7:49 AM

    સુઁદર ગઝલ અને બધા જ શેરમાઁ અનન્ય હમરદીફ કાફિયાને સુપેરે અર્થ-સભર નિભાવ્યા.વાહ!!

  5. vimal agravat said,

    July 9, 2010 @ 12:24 PM

    મીણના માર્ગ પર ચાલનાર આ કવિ જ ઇચ્છાના ફાટેલ પહેરણને પોતાન ઢાંચે પહેરવાની અદ્
    ભૂત વાત કરી શકે.બહોત અચ્છે.

  6. sudhir patel said,

    July 9, 2010 @ 9:47 PM

    કવિ મિત્ર ભરત ભટ્ટ ‘તરલ’ (મુ. ટાણા) ની ખૂબ સુંદર ગઝલ અહીં ફરી માણવાની મજા પડી!

    છે ઇચ્છા સરેરાશ ફાટેલું પહેરણ,
    પહેરે બધાં પોતપોતાને ઢાંચે !

    આ શે’ર કાબિલે-દાદ છે.
    સુધીર પટેલ.

  7. kanchankumari. p.parmar said,

    July 10, 2010 @ 5:37 AM

    પોતપોતાનિ રિતે માણસ માણસ ને વાંચે ….સગવડિયા અગવડિયા થૈ એકબિજા ને કાપે ….હાથ ઝાલિ દિનાનાથ નો પોત પોતાના કરમ ઢાંકે……

  8. કિરણસિંહ ચૌહાણ said,

    July 12, 2010 @ 8:18 AM

    નોખા કાફિયા, અનોખી વાત. ભરતભાઇ બહુ વખતે તમારી ગઝલ વાંચવા મળી પણ બહુ જ સુંદર રચના.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment