પોતપોતાને ઢાંચે ! – ભરત ભટ્ટ ‘તરલ’
મને કોઈ પકડી રહ્યું તીણી ચાંચે,
હું કાગળ નથી કે મને કોઈ વાંચે.
આ સગવડીયું ઘર ચોતરફ કોતરે છે,
અખંડિતપણું ઝંખનાઓના ટાંચે.
છે ઇચ્છા સરેરાશ ફાટેલું પહેરણ,
પહેરે બધાં પોતપોતાને ઢાંચે.
અહીં મેં બધાં સત્ય ધરબી દીધાં છે,
સડક, ચોક, શેરી, ગલી, ખાંચે-ખાંચે.
વિવશ છું હવે ગિરધારી ઉગારો,
મારા ઘરમાં ઘેર્યો મને તત્ત્વ પાંચે.
– ભરત ભટ્ટ ‘તરલ’
એક એવી ગઝલ જેના પાંચેપાંચ શેર આગળ વધતા કદમ પકડી રાખે… જાણે કોઈ તીણી ચાંચથી પકડી રહ્યું ન હોય !
dr bharat said,
July 9, 2010 @ 1:17 AM
સડક, ચોક, શેરી, ગલી, ખાંચે-ખાંચે….
મારા ઘરમાં ઘેર્યો મને તત્ત્વ પાંચે….
પંચભૂત મહતત્વો નું આગળની કડી મા કશુક કવિ કહેવા માંગેછે પણ કોઈ સ્પષ્ટતા નથી! આમા ટેલર સાહેબ ની મદદ ની વધુ જરૂર છે!
dr_jknanavati said,
July 9, 2010 @ 3:48 AM
સુંદર રચના…….
કંઇક નાવિન્યતા વાળી
જગદીપ
pragnaju said,
July 9, 2010 @ 6:49 AM
એક એવી ગઝલ જેના પાંચેપાંચ
શહેર
આગળ વધતા કદમ પકડી રાખે
કદાચ આ
હજીયે ગામ તારા શહેરની અંદર વસે છે જો
અને તેથી જ તારું શહેર લાગે કે હસે છે જો
નથી
સુંદર ગઝલના આ શેરો વધુ ગમ્યા
અહીં મેં બધાં સત્ય ધરબી દીધાં છે,
સડક, ચોક, શેરી, ગલી, ખાંચે-ખાંચે.
વિવશ છું હવે ગિરધારી ઉગારો,
મારા ઘરમાં ઘેર્યો મને તત્ત્વ પાંચે.
એ તત્ત્વ જે તે કાર્યકારણ ભેદે કરીને બે પ્રકારનાં છે. તેમાં કારણરૂપ જે તત્ત્વ છે તે ચૈતન્ય છે ને કાર્યરૂપ જે તત્ત્વ છે તે જડ છે. અને આ જીવ છે તે પોતે વિશેષ સત્તાએ કરીને હૃદયને વિષે રહ્યો છે ને પોતાની સામાન્ય સત્તાએ કરીને દેહ, ઇન્દ્રિયો, અંત:કરણમાં તદાત્મકપણે મળ્યો છે, તેણે કરીને એ દેહાદિક ચૈતન્ય જેવા જણાય છે પણ એ તો જડ જ છે. અને જ્યારે એ જીવ ભગવાનનો ભક્ત થઇને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જડ એવાં જે તત્ત્વ તે પડયાં રહે છે. અને એ ચોવીશ તત્ત્વ છે તે માયામાંથી થયાં છે. માટે માયારૂપ છે, ને જડ છે, અને દેહ, ઇન્દ્રિયો ને અંત:કરણરૂપે જુદાં જુદાં જણાય છે. તે તો જેમ એક પૃથ્વી છે
તે જ ત્વચા, માંસ, મજ્જા, અસ્થ્િા ને સ્નાયુ એ પાંચે રૂપે થઇ છે,
ને કાચરૂપે પણ કરનારાની કીંમતે થઇ છે, તેમ એ માયા છે તે પરમેશ્વરની ઇચ્છાએ કરીને એ દેહાદિકરૂપે જુદે જુદે પ્રકારે જણાય છે.
Kirtikant Purohit said,
July 9, 2010 @ 7:49 AM
સુઁદર ગઝલ અને બધા જ શેરમાઁ અનન્ય હમરદીફ કાફિયાને સુપેરે અર્થ-સભર નિભાવ્યા.વાહ!!
vimal agravat said,
July 9, 2010 @ 12:24 PM
મીણના માર્ગ પર ચાલનાર આ કવિ જ ઇચ્છાના ફાટેલ પહેરણને પોતાન ઢાંચે પહેરવાની અદ્
ભૂત વાત કરી શકે.બહોત અચ્છે.
sudhir patel said,
July 9, 2010 @ 9:47 PM
કવિ મિત્ર ભરત ભટ્ટ ‘તરલ’ (મુ. ટાણા) ની ખૂબ સુંદર ગઝલ અહીં ફરી માણવાની મજા પડી!
છે ઇચ્છા સરેરાશ ફાટેલું પહેરણ,
પહેરે બધાં પોતપોતાને ઢાંચે !
આ શે’ર કાબિલે-દાદ છે.
સુધીર પટેલ.
kanchankumari. p.parmar said,
July 10, 2010 @ 5:37 AM
પોતપોતાનિ રિતે માણસ માણસ ને વાંચે ….સગવડિયા અગવડિયા થૈ એકબિજા ને કાપે ….હાથ ઝાલિ દિનાનાથ નો પોત પોતાના કરમ ઢાંકે……
કિરણસિંહ ચૌહાણ said,
July 12, 2010 @ 8:18 AM
નોખા કાફિયા, અનોખી વાત. ભરતભાઇ બહુ વખતે તમારી ગઝલ વાંચવા મળી પણ બહુ જ સુંદર રચના.