કાયમ રહી જો જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈવાર હોય છે.
મરીઝ

ક્ષણના અવસર – હરદ્વાર ગોસ્વામી

ખુદને ખુદથી એમ અલગ કર;
સ્હેજ અમસ્તું રહે ન અંતર.

જોજન ઈચ્છાઓને તેડી,
બોલો કયારે પ્હોચાયું ઘર !

તારો ઈશ્વર તારા જેવો,
મારા જેવો મારો ઈશ્વર.

આંખો સામે તું આવે છે,
મને પુકારું મારી અંદર.

સાત જનમનો શોક મૂકીને,
ઊજવી લે તું ક્ષણના અવસર.

– હરદ્વાર ગોસ્વામી

‘ખુદને ખુદથી એમ અલગ કર…’ થી શરુ થતી ગઝલ મનને  તરત ગમી ન જાય તો જ નવાઈ. ઈચ્છાઓની લાંબી યાદીના બોજ હેઠળ દબાઈ જવાની વાત સરસ રીતે આવી છે. ઈશ્વર ખરેખર તો આપણા અંતરમનનું પ્રતિબિંબ માત્ર છે એની વાત પણ મર્મભેદી રીતે કરી છે. ક્ષણોના અવસરને ઊજવી લેવાની વાત આપણે દર વખતે ભૂલી જઈએ છીએ અને જીવનને વિના કારણ સંકુલ બનાવતા રહીએ છીએ.

10 Comments »

 1. વિવેક said,

  September 12, 2006 @ 5:12 am

  ઈશ્વરની આટલી સરળ અને સુંદર વ્યાખ્યા બીજે ક્યાંય જોઈ-જાણી નથી. સુંદર ગઝલ… મનભાવન!

 2. Suresh Jani said,

  September 12, 2006 @ 7:04 am

  સાત જનમનો શોક મૂકીને,
  ઊજવી લે તું ક્ષણના અવસર.

  My email signature sentence..
  Let us live this moment powerfully.

  જો આટલું જ કરી શકીએ તો કોઇ ધર્મ કે ગુરુની જરુર નથી.
  પણ કેટલું મુશ્કેલ છે એક જ ક્ષણ માં જીવવાનું?

 3. Chetan Framewala said,

  September 12, 2006 @ 12:53 pm

  સુંદર ગઝલ બદલ આપનો આભાર ..

  પાલીતાણામાં દાદાની યાત્રા કરતાં લખાયેલ ગઝલનાં થોડા શેર યાદ આવ્યા,

  હું નહીં તો તું હશે, શોધો મને,
  ભીતરે ઊંડે કશે શોધો મને !

  મારા દ્વારે હું જો તમને ના મળું ,
  તો દિશા ખોલો દશે, શોધો મને !

  પ્રેમનાં બે બોલ, મુજને પણ કહો,
  જડ મહીં ‘ચેતન’ થશે, શોધો મને….

  જય ગુર્જરી,

  ચેતન ફ્રેમવાલા

 4. Rajendra Trivedi,M.D. said,

  September 12, 2006 @ 7:49 pm

  This Has a Strong Say,
  Goswami and Jani has the same Wanting..
  “LET US LIVE THISMOVEMENT POWERFULLY.” Very nice GAZAL.
  Rajendra

 5. ઊર્મિસાગર said,

  September 14, 2006 @ 8:23 am

  No words to describe this one!

  Just have to enjoy….

 6. shaileshpandya BHINASH said,

  August 5, 2007 @ 4:55 am

  very nice………..

 7. janki goswami said,

  January 8, 2009 @ 12:25 am

  Hardwar seems to have something UNIQUE in him.If he spare much time 4 the KAVI inside him we can be more rich with his words.Everyone in him is the BEST…a KAVI,an auther, an anchor, a teacher, an announcer on media, and much more he is a v v v good MAN.

 8. MOBH SAHEB said,

  December 18, 2009 @ 7:58 am

  wah.talaji nadi ne taaldhvaj dungar………..SONA MA SUGANDH…

 9. Rameshgiri Goswami said,

  December 28, 2009 @ 2:01 am

  jay mataji vande mataram
  shree bavishi mataji temple
  mahanat rameshgiri goswami
  po.kotada bavishi ta_jam jodhpur
  dis_jam nagar pin 360530 gujarat
  jay bharat jay mataji

 10. mahesh bagda said,

  February 24, 2010 @ 2:55 am

  દિલ નિ હર દુઆ આપ પ્રાપ્ત કરો તેવિ અન્તર નિ અભિલાશા
  આપનો મિત્ર, મહેશ બગડા
  સાવર કુન્ડ્લા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment