સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.
’ગની’ દહીંવાળા

ખત-ગઝલ -દિલીપ રાવળ

કે પ્રથમ વ્હાલા લખો ને જત લખો,
તે પછી નખશિખ આખો ખત લખો.

હું વધાવું, પ્રેમથી વાંચું પછી
જે ગમે છે એ બધી બાબત લખો.

‘બાજ’ હો કે હો ‘કબૂતર’ ચાલશે,
કાં લખો સંધિ કાં પાણીપત લખો.

ખોટ ના દેખાડશો તો ચાલશે,
કેટલી છે પ્રેમમાં બરકત લખો.

અક્ષરોની માંડણી કરશું અમે,
હો ભલે કોરો પરંતુ ખત લખો.

-દિલીપ રાવળ

એકદમ હળવે હળવે ચાલતી હળવી ખત-ગઝલ…  કવિની પ્રિયજનની પાસે એક જ માંગણી છે, એમને બસ પ્રિયજને મોકલેલો પત્ર જોઈએ છે.  પછી પ્રિયજને એમાં જે લખ્યું હોય એ…  અરે, અક્ષરો વિનાનો સાવ કોરો જ પત્ર મળે એનોય કવિને બિલકુલ વાંધો નથી. (અહીં કોરી ઈમેલ કે કોરા SMS ની વાત નથી હોં ! )  બાજ-કબૂતર ને સંધિ-પાણીપત વાળા શે’ર માટે તો આંખોને ‘દુબારા’ ‘દુબારા’ કહેવું પડે !!    🙂 

12 Comments »

 1. Bharat Trivedi said,

  July 7, 2010 @ 8:05 am

  સુન્દર ગઝલ!

  આજકલ આપે કે ખતકા આના બન્ધ હૈ
  ડાકિયે સબ મર ગયે યા ડાકખાના બન્ધ હૈ?

  ક્યારેક તો પત્રમા શુ લખાય તે કરતા તે લખાય તેટલુ જ કાફી હોય છે. ઈ-મેલના જમાનામા પત્રો લખવા સાવ દુર્લભ થતા ગયા છે તે કેવા દુખ્ખની વાત છે!

  ‘બાજ’ હો કે હો ‘કબૂતર’ ચાલશે,
  કાં લખો સંધિ કાં પાણીપત લખો.

  આ શેર તો કમાલનો છે!

  -ભરત ત્રિવેદી

 2. minesh shah said,

  July 7, 2010 @ 8:43 am

  ખરે ખરે સુન્દર રચના..

 3. pragnaju said,

  July 7, 2010 @ 9:53 am

  ‘બાજ’ હો કે હો ‘કબૂતર’ ચાલશે,
  કાં લખો સંધિ કાં પાણીપત લખો.

  ખોટ ના દેખાડશો તો ચાલશે,
  કેટલી છે પ્રેમમાં બરકત લખો.
  વાહ
  યાદ આવ્યું
  ઉસ ખત કો દિલ સે લગા રખ્ખા હૈ
  દિલ કી ચોખટ પે જો એક દીપ જલા રખ્ખા હૈ
  સાંસ તક ભી નહી લેતે હૈ તુજે઼ સોચતે વક્ત઼
  હમને ઇસ કામ કો ભી કલ પે ઉઠા રખ્ખા હૈ
  રુઠ જાતે હો તો કુછ ઔર હસીન લગતે હો
  હમને યેહ સોચ કે હી તુમ કો ખફા રખ્ખા હૈ
  તુમ જીસસે રોતા હુઆ છોડ઼ ગયે થે એક દિન
  હમને ઉસ શામ કો સીને સે લગા રખ્ખા હૈ
  ચૈન લેને નહી દેતે કિસી તૌર મુજે઼
  તેરી યાદોં ને જો તુફા઼ન ઉઠા રખ્ખા હૈ
  જાનેવાલે ને કહા થા કે વોહ લૌટેગા ઝ઼રુર
  એક ઈસી આસ પે દરવાઝા ખુલા રખ્ખા હૈ
  તેરે જાને સે જો એક ધુલ ઉઠી થી ગ઼મ કી
  હમને ઉસ ધુલ કો આંખો મેં બસા રખ્ખા હૈ
  મુજકો કલ શામ સે વોહ યાદ બહોત આને લગા
  દિલને મુદ્દત સે જો એક સખ્શ ભુલા રખ્ખા હૈ
  આખરી બાર જો આયા થા મેરે નામ
  મૈને ઉસ ખત કો દિલ સે લગા રખ્ખા હૈ

 4. ડૉ.મહેશ રાવલ said,

  July 7, 2010 @ 1:11 pm

  કવિશ્રી દિલીપભાઈએ બહુ સરળ બાનીમાં સુંદર વાતને વણી છે અહીં…
  અભિનંદન.

 5. Madhav Desai said,

  July 7, 2010 @ 4:42 pm

  good work..

  do visit my blog http://www.madhav.in – you might enjoy reading it

  your comments and suggestions are welcome..

  🙂

 6. ધવલ said,

  July 7, 2010 @ 9:11 pm

  અક્ષરોની માંડણી કરશું અમે,
  હો ભલે કોરો પરંતુ ખત લખો.

  – સરસ !

 7. સુનીલ શાહ said,

  July 7, 2010 @ 9:21 pm

  સરળ..સુંદર ગઝલ.

 8. વિવેક said,

  July 8, 2010 @ 1:53 am

  છેલ્લો શેર અદભુત…

 9. Viral Rachh said,

  July 8, 2010 @ 8:28 am

  વાહ અદભુત ગઝલ ….

  ખોટ ના દેખાડશો તો ચાલશે,
  કેટલી છે પ્રેમમાં બરકત લખો,

  ગુજરાતિ કવિ જ લખિ શકે એવો શેર્…!

 10. કિરણસિંહ ચૌહાણ said,

  July 12, 2010 @ 8:27 am

  દિલીપભાઇ જેવી જ પ્રેમાળ અને સરળ ગઝલ.

 11. AMAR S RAVAL said,

  September 25, 2010 @ 12:08 am

  All words comes in the hearts feelings & touch the feeling of life.

 12. Kit said,

  December 13, 2015 @ 9:34 pm

  Me and this article, sitting in a tree, L–A–R-NEI-N-G!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment