નાટક વચોવચ – હરેશ લાલ
સદા પથ્થરોના જ અશ્વો પલાણ્યા;
રહ્યા એટલે માર્ગ સઘળા અજાણ્યા.
રહી સાવ નિર્લેપ નાટક વચોવચ;
મળ્યાં પાત્ર જે કાંઈ, ભજવી બતાવ્યાં !
તમે સ્થાન લીધું ખરે શ્વાસ જેવું;
અનાયાસ આવ્યા, અનાયાસ ચાલ્યાં !
તણખલા સમા થઈ જવાની તકોમાં;
અમે પ્હાડ જેવા થઈને મહાલ્યા !
– હરેશ લાલ
જ્યારે ભાર ઓછો કરી – તણખલા જેવા – થઈ જવાની તક હોય ત્યારે પણ આપણે કારણ વગરનો બધો ભાર ઊભો કરીને – પહાડ જેવા થઈને – જીવે રાખીએ છીએ.


pragnaju said,
April 12, 2010 @ 8:39 PM
રહી સાવ નિર્લેપ નાટક વચોવચ;
મળ્યાં પાત્ર જે કાંઈ, ભજવી બતાવ્યાં !
વાહ્
સફળ જીવન જીવવાનું આ રહસ્ય
કોઈ ભાવને ઉંડાણથી અનુભવ કરતા કરતા અભિનેતાઓંના દેહમા જે સહજ પ્રતિક્રિયા થાય છે જેવી કે સ્વેદ, પ્રકંપ, રોમાંચ આદિ આને સાત્વિક અભિનય કહેવાય છે.અભિનયના પ્રયોગથી રસાનુભૂતિ યા રંગાનુભૂતિ ઉત્પન્ન થાય છે
તમે સ્થાન લીધું ખરે શ્વાસ જેવું;
અનાયાસ આવ્યા, અનાયાસ ચાલ્યાં !
ગઝલનો અનાયાસ શેર
આંખ બંને સજળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે. બધાંની વચોવચ અચાનક પડી જાઉં હું એકલો એમ ક્યારેક; ન મારું મને પીઠબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે
અભિષેક said,
April 12, 2010 @ 10:12 PM
તદ્દન સાચી વાત કહી છે આ કવિતામાં.મજા આવી ગઇ.
ડૉ.મહેશ રાવલ said,
April 12, 2010 @ 11:08 PM
હરેશભાઈની ગઝલમાં એક અલગ ભાવ-વિશ્વ તરફની ગતિનો અહેસાસ થયાવગર ન રહી શકે!
હંમેશની જેમ ઊંડી ગઝલ.
વિવેક said,
April 13, 2010 @ 12:41 AM
ચાર શેર… ચારેય અદભુત…
Kirtikant Purohit said,
April 13, 2010 @ 6:34 AM
સરસ ગઝલ.
impg said,
April 13, 2010 @ 4:22 PM
બ્બાળપણમા પલાણ્યા;
લાકડાના ઘોડા
યુવાનીમા પલાણ્યા;
સ્વ્પનાના અશ્વો
એટલે કશુય હાથમા આવ્યુ નહિ ! સસારમા પુત્ર,ભાઈ,પતિ,પિતા,જમાઈ,સસરા,દાદા જે રોલ
મળ્યાં તે સાવ નિર્લેપ ભાવે ભજવી બતાવ્યા !
પત્નિએ સ્થાન લીધું ખરે શ્વાસ જેવું;
અનાયાસ આવી, અનાયાસ ચાલી ગઈ !
આંખ બંને સજળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે. બધાંની વચોવચ અચાનક પડી જાઉં હું એકલો એમ ક્યારેક; ન મારું મને પીઠબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે
pragnaju said, Very Correctly !!!! I feel it thru my present life !!
યે દુનિયા અગર મિલ ભિ જાયે તો ક્યા હે !!
ભરત સંઘવી said,
August 11, 2024 @ 2:53 PM
દબદબાથી ચાર કાંધે જાય છે,
મોત મોટા રાયનો યે રાય છે
હરેશભાઈ,
ઉપરોક્ત ગઝલ તમારી રચના છે ?
Kishor Ahya said,
May 6, 2025 @ 11:44 PM
શ્રી હરેશલાલ પછીનું નામ હરેશ તથાગત,( ઓશો ના સંન્યાસી છે.) તે પછીનું નામ ડોક્ટર હરેશ લાલ , (ગઝલ ઉપર તેમણે નિબંધ લખી સૌરાષ્ટ્ર યુનિ.માંથી Ph.d કર્યું છે.) તેમની દરેક ગઝલમાં આધ્યાત્મિકતા સહજ જોવા મળે છે. તેમની ગઝલ ‘નાટક વચોવચ ‘ માં આધ્યાત્મિક અર્થો જોવા મળે છે.
પ્રથમ શેર
સદા પથ્થરોના જ અશ્વો પ્લાણ્યા,
રહ્યા એટલે માર્ગ સઘણા અજાણ્યા.
પ્રથમ દૃષ્ટિએ આ શેર નો કોઈ અર્થ સૂઝતો નથી કવિ અહીં કહે છે રહ્યા માર્ગ એટલે બધા અજાણ્યા.
કદાચ એક અર્થ હોયંશકે પણ પૂરી રીતે આ શેર સાથે સહમત નથી થવાતું કેમકે દૃશ્યમાં ભગવાન જોવાની એક વિશેષ દૃષ્ટિ છે જે બધા પાસે હોતી નથી , આ એક સુનિયોજિત માર્ગ છે. કવિ કહે છે બીજા બધા માર્ગો એમને માટે અજાણ્યાં બની જાય છે કેમ કે મોક્ષ મેળવવા માટેના બીજા માર્ગ એમને માટે અજાણ્યાં રહી જાય છે .આ શેર ના અન્ય અર્થો પણ હોય શકે છે જેમકે જૂનવાણી રીતિ રિવાજો , ઘમંડ ,પથ્થર દિલના હોવું , આવી ઘણી બાબતો ને પથ્થર ના અર્થમાં મૂકી શકાય.
બીજા શેર માં કવિ કહે છે , નાટકમાં જે પાત્રો મળ્યા તે નિર્લેપ રહી ભજવ્યા.રામ બનવા તૈયાર અને રાવણ બનવા પણ તૈયાર, કોઈ આગ્રહ નહી, ફ્કત અભિનય. કવિ પોતાની ઝિંદગી પણ આજ રીતે કોઈ આગ્રહ વિના જીવ્યા. સરખામણી નાટક સાથે કરે છે.
પછીના શેરમાં કવિ કહે છે કોઈ અનાયાસ આવ્યું અને ગયું,કવિ શ્વાસ સાથે સરખામણી કરે છે આ શેર કોઈ પ્રિયજન ના સંદર્ભમાં કવિ એ કહ્યો હોય તેમ લાગે છે.
છેલ્લો શેર બહુ મજાનો છે.
તણખલા સમા થઈ જવાની તકોમાં,
અમે પહાડ જેવા થઇને મહાલ્યા.
કવિ કહે છે જિંદગીમાં અહંકાર( તણખલા) મૂકી દેવાની ઘણી તકો મળી પણ ચૂકી ગયા અને અહંકાર લઈને ફર્યા.(પહાડ જેવા થઇ ને ફર્યા)
દરેક વ્યક્તિના જીવનમાં અનાયસે કોઈવાર અહંકાર
શૂન્ય વ્યક્તિનો ભેટો થઈ જતો હોય છે ત્યારે , આપણને આપણા માં રહેલા અહંકાર ના દર્શન થાય છે અને તે મૂકી દેવાનું મન નક્કીકરે છે, પણ અહંકાર જ્યારે આપણી જિંદગીની શૈલી બની ગઈ હોય ત્યારે આપણે તેને છોડી શકતા નથી. મેં ભાવ છોડવો એટલેકે અહંકાર છોડવો જાણેકે આપણું મૃત્યુ!
કવિની આધ્યાત્મિક સમજ ખુબજ ઊંડી છે જે શેરમાં દેખાઈ આવે છે. ઘણી જૂની ૨૦૧૦ માં બ્લોગમાં મુકાયેલ રચના છે. સરસ આસ્વાદ તેમજ ગઝલને ભાવક ના મજાના પ્રતિસાદ મળ્યા છે.
🌹🌹