પાણીના બુદબુદા સમું જીવન હવે થયું,
આવ્યો જરા સપાટીએ કે તૂટી જાઉં છું.
વિવેક મનહર ટેલર

નાટક વચોવચ – હરેશ લાલ

સદા પથ્થરોના જ અશ્વો પલાણ્યા;
રહ્યા એટલે માર્ગ સઘળા અજાણ્યા.

રહી સાવ નિર્લેપ નાટક વચોવચ;
મળ્યાં પાત્ર જે કાંઈ, ભજવી બતાવ્યાં !

તમે સ્થાન લીધું ખરે શ્વાસ જેવું;
અનાયાસ આવ્યા, અનાયાસ ચાલ્યાં !

તણખલા સમા થઈ જવાની તકોમાં;
અમે પ્હાડ જેવા થઈને મહાલ્યા !

– હરેશ લાલ

જ્યારે ભાર ઓછો કરી – તણખલા જેવા – થઈ જવાની તક હોય ત્યારે પણ આપણે કારણ વગરનો  બધો ભાર ઊભો કરીને – પહાડ જેવા થઈને – જીવે રાખીએ છીએ.

7 Comments »

  1. pragnaju said,

    April 12, 2010 @ 8:39 PM

    રહી સાવ નિર્લેપ નાટક વચોવચ;
    મળ્યાં પાત્ર જે કાંઈ, ભજવી બતાવ્યાં !
    વાહ્
    સફળ જીવન જીવવાનું આ રહસ્ય
    કોઈ ભાવને ઉંડાણથી અનુભવ કરતા કરતા અભિનેતાઓંના દેહમા જે સહજ પ્રતિક્રિયા થાય છે જેવી કે સ્વેદ, પ્રકંપ, રોમાંચ આદિ આને સાત્વિક અભિનય કહેવાય છે.અભિનયના પ્રયોગથી રસાનુભૂતિ યા રંગાનુભૂતિ ઉત્પન્ન થાય છે
    તમે સ્થાન લીધું ખરે શ્વાસ જેવું;
    અનાયાસ આવ્યા, અનાયાસ ચાલ્યાં !
    ગઝલનો અનાયાસ શેર
    આંખ બંને સજળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે. બધાંની વચોવચ અચાનક પડી જાઉં હું એકલો એમ ક્યારેક; ન મારું મને પીઠબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે

  2. અભિષેક said,

    April 12, 2010 @ 10:12 PM

    તદ્દન સાચી વાત કહી છે આ કવિતામાં.મજા આવી ગઇ.

  3. ડૉ.મહેશ રાવલ said,

    April 12, 2010 @ 11:08 PM

    હરેશભાઈની ગઝલમાં એક અલગ ભાવ-વિશ્વ તરફની ગતિનો અહેસાસ થયાવગર ન રહી શકે!
    હંમેશની જેમ ઊંડી ગઝલ.

  4. વિવેક said,

    April 13, 2010 @ 12:41 AM

    ચાર શેર… ચારેય અદભુત…

  5. Kirtikant Purohit said,

    April 13, 2010 @ 6:34 AM

    સરસ ગઝલ.

  6. impg said,

    April 13, 2010 @ 4:22 PM

    બ્બાળપણમા પલાણ્યા;
    લાકડાના ઘોડા
    યુવાનીમા પલાણ્યા;
    સ્વ્પનાના અશ્વો
    એટલે કશુય હાથમા આવ્યુ નહિ ! સસારમા પુત્ર,ભાઈ,પતિ,પિતા,જમાઈ,સસરા,દાદા જે રોલ
    મળ્યાં તે સાવ નિર્લેપ ભાવે ભજવી બતાવ્યા !
    પત્નિએ સ્થાન લીધું ખરે શ્વાસ જેવું;
    અનાયાસ આવી, અનાયાસ ચાલી ગઈ !

    આંખ બંને સજળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે. બધાંની વચોવચ અચાનક પડી જાઉં હું એકલો એમ ક્યારેક; ન મારું મને પીઠબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે
    pragnaju said, Very Correctly !!!! I feel it thru my present life !!
    યે દુનિયા અગર મિલ ભિ જાયે તો ક્યા હે !!

  7. ભરત સંઘવી said,

    August 11, 2024 @ 2:53 PM

    દબદબાથી ચાર કાંધે જાય છે,
    મોત મોટા રાયનો યે રાય છે
    હરેશભાઈ,
    ઉપરોક્ત ગઝલ તમારી રચના છે ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment