સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.
વિવેક મનહર ટેલર

પરિચય – પ્રીતમ લખલાણી

લીલી લોન,
વિશાળ ઘરમાં
આલિશાન ફર્નિચર
અને ડ્રાઇવ-વેમાં
ઊભેલ ગાડીઓનો કાફલો જોઈ
ભારતથી
અમેરિકા ફરવા આવેલ
મિત્રો
કહી બેસે છે
કે,
‘તમારે તો અહીં લીલાલહેર છે!’
હવે અમે
આવી વાતોના વર્તુળમાં
અટવાયા વિના
બારીએ ઝૂલતા
પીંજરે
ટહુકતી
મેનાથી
તેમને
પરિચય કરાવીએ છીએ!

– પ્રીતમ લખલાણી

શરીરથી વિદેશમાં વસેલા પણ હૃદય ભારતની ગલીઓમાં જ ભૂલી ગયેલા ‘ડાયાસ્પૉરા’ સાહિત્યકારોના કારણે આપણને એક વિશિષ્ટ પ્રકારનું સાહિત્ય માણવા મળે છે જેમાં ક્યારેક બે દેશની સંસ્કૃતિઓ તડ-સાંધા વિના એકાકાર થઈ જતી જોવા મળે છે તો ક્યારેક વતન-ઝુરાપાની એક જુદી જ ‘ફ્લેવર’ નજરે ચડે છે. પ્રીતમ લખલાણીની પ્રસ્તુત કવિતા વતન-ઝુરાપાની વાત સાવ સાદા શબ્દ-ચિત્રથી અંકિત કરે છે. પાંજરે પૂરાયેલી મેનાના ટહુકા અટકતા નથી પણ આકાશ ખૂટી ગયું હોય છે. લીલી લોનથી શરૂ થતું કાવ્ય ‘લીલા’લહેરથી એક યુ-ટર્ન લે છે ત્યારે બધી લીલોતરી પર એકસામટી પાનખર બેસી ગઈ ન હોય એવો ડંખ અનુભવાય છે…

25 Comments »

 1. kanchankumari parmar said,

  March 19, 2010 @ 3:36 am

  લિલિ લોન મા ક્યારેક આભડિ જાય છે લિસા લિસા સાપ …મહેલ જેવા ઘર મા લાગે ક્યારેક ભુત કેરો વાસ ….લાંબિ લાંબિ મોટર માઉડે હ્ંમેસા સ્વાશ ….ને બંધ આ સોના ના પિંજરે આતમ વિંઝે પાંખ.. એવો છે ભાઈ અમારો આ પરદેશ નો વાસ ….

 2. Dr. J. K. Nanavati said,

  March 19, 2010 @ 4:10 am

  ચમકતી પણ સતત ચૂભતી આ ચોપટ
  પર આજેજ લખેલું એક મુક્તક પ્રિતમભાઈને….

  એ હજી થાક્યો નથી એને તપાસો
  સાવ ઉથલાવે બધું ચોપાટ પાસો
  દાવનાં અક્ષાંશ ને રેખાંશ ઉપર
  દુર સુધી ના જડે કોઈ દિલાસો

 3. pragnaju said,

  March 19, 2010 @ 7:26 am

  બારીએ ઝૂલતા
  પીંજરે
  ટહુકતી
  મેનાથી
  તેમને
  પરિચય કરાવીએ છીએ!
  અંતરમાંથી વળતો જવાબ મળે છે – કારણ કે એ પ્રભુનો તાજો સ્પર્શ પામીને આવ્યું છે.
  લીલા પીળા મેના પોપટ, રમવા માટે આવો,
  ઊડી બેસી તરુવર ડાળે, મીઠા સ્વરથી ગાવો !
  બીક ન રાખો કોઈનીયે, અવની આખી શ્રી પ્રભુની છે;
  મિત્ર ન કોઈ, શત્રુ ન કોઈ,બધે છબી એની જ પડી છે.
  પરમપ્રિય પરમાત્માનો! પછી માધુર્યમાં શી મણા રહે? પારિજાતકને આપણે સ્વર્ગનું ઝાડ કહીએ છીએ. પારિજાતનાં ફૂલોમાં જે માર્દવ છે, માધુર્ય છે, સુકુમારતા છે એ અપાર્થિવ લાગે છે, એવું જ કાંઈક આ બાળકનું છે. આપણને થાય કે પ્રભુના જે દેશમાંથી એ આવ્યું છે, એ દેશની આબોહવા એની આસપાસ ચોપાસ સદા ફેલાયેલી રહે! પણ એવું તો શક્ય ક્યાંથી બને? આપણા માનવજગતની દૂષિત હવાથી એને વેગળો, અલિપ્ત કેટલો વખત રાખી શકીએ?
  ” ત્યાં લીલી લોન,
  વિશાળ ઘરમાં
  આલિશાન ફર્નિચર
  અને ડ્રાઇવ-વેમાં
  ઊભેલ ગાડીઓનો કાફલો …”
  શી વિસાત?

 4. Pinki said,

  March 19, 2010 @ 7:33 am

  એક વિદેશી ભારતીયની મનોવ્યથાનો સરસ ‘પરિચય’ કવિએ કરાવ્યો.

 5. Yash said,

  March 19, 2010 @ 7:50 am

  hi every one,
  just request.. on comment sections please do not put another poem..
  just enjoy main post….. .. you can post your poem sepertly… sorry to hurt you guys…

 6. Girish Parikh said,

  March 19, 2010 @ 8:59 am

  કવિ પ્રીતમનો પરિચય કરાવતું ચોટદાર ‘મુક્તકાવ્ય’ – – અછાંદસ શબ્દ મને પસંદ નથી અને એટલે એવા કાવ્યને હું ‘મુક્તકાવ્ય’ કહું છું. ‘મુક્તકાવ્ય’ વિશે મેં મુક્તકાવ્ય પણ લખ્યું છે જે ‘લયસ્તરો’ પર યોગ્ય લાગે તો પોસ્ટ કરવા મોકલીશ.
  – – ગિરીશ પરીખ
  ‘આદિલના શેરોનો આનંદ’ મન ભરીને માણોઃ
  http://www.girishparikh.wordpress.com

 7. અનામી said,

  March 19, 2010 @ 9:36 am

  સરસ કાવ્ય………મને બે કવિઓના અછાંદસ ગમે છે……..વિપિન પરિખ અને પ્રીતમ લખલાણી……

 8. preetam lakhlani said,

  March 19, 2010 @ 9:53 am

  પ્રિય મિત્ર અનામી, તમારો આભાર્!!! પણ સાચુ કહુ તો વિપિન પરિખની કવિતા તો મારિ કવિતા કરતા ૧૦૦૦ ગણી ઉત્તમ, કયા હુ અને કયા Great poet વિપિન પરિખ્, કોઈ કાળે મારુ ગજ્જુ નથી કે હુ તેના કાવ્ય ગગનને બાથ ભીડી શકૂ,….તમને માર્રા કાવ્ય ગમે છે તે બદલ તમારો ખુબ ખુબ આભારી છુ …. Thanks to let poet suresh joshI,કે જેમણે ગુજરાતી મા આ અછાંદસ કાવ્યનો પ્રકાર સરુ કરયો અને મારા જેવા અકવિ ઓ કવિનુ labels લગાડી બેઠા છે, આ બાબતમા કવિ વિપિન પરિખને ન ગણવા!!!

 9. pragnaju said,

  March 19, 2010 @ 10:08 am

  માફ કરજો…
  સુરેશ જોષીને યાદ કરતા તેમનું ડાયરીમા ચોંટાડેલું લખાણ યાદ આવે છે-“અહમની મહત્તાને જોખમમાં મુકાયેલી માની લઈએ છીએ ને પછી એની મહત્તા ફરી સ્થાપવાના આવેશમાં સ્વત્વનો સાચો ખ્યાલ જ ભૂલી જઈએ છીએ. નૉનએટેચમેન્ટ – અનાસક્તિ – એ જ એક સાચી નીતિ છે. જુદા જુદા પરસ્પર વિરોધી એવા હિત કે હેતુના તંતુની જાળમાં અહમને જાણી જોઈને ગૂંચવી શા માટે નાખવું ? અને વળી આપણે જે આપણા માટે સારું ગણીને ઝંખતા હોઈએ છીએ અને જે ન મળતાં પરિસ્થિતિનો કે અન્ય વ્યક્તિનો વાંક કાઢીને રોષે ભરાઈ જઈએ છીએ તે શું ખરેખર જ સારું હોય છે ? એની આપણને સંપૂર્ણ ખાત્રી થઈ હોય છે ? માટે આતુરતાથી ઈચ્છેલું, ઝંખેલું ન મળતાં અકળાઈ ન જતાં નિષ્ફળતાનાં કારણોની તટસ્થ તપાસ કરીને એની સિદ્ધિ એક આવશ્યક અનિવાર્ય પરિણામરૂપ બની રહે એવા પ્રયત્નો દિલની સચ્ચાઈથી ધગશથી કરવા જોઈએ. કેટલીક વાર પૂર્વગ્રહથી મન અત્યંત દૂષિત થઈ જાય છે. અમુક પરિસ્થિતિ અનિષ્ટ છે એમ માની લેવાથી કે અમુક વ્યક્તિ સાથે આપણો જોગ ખાવાનો જ નથી એમ માની લેવાથી આપણે અપૂર્વ સિદ્ધિની શક્યતાને જાણી જોઈને દૂર હડસેલવા જેવું જ કરી બેસીએ છીએ. દરેક વ્યક્તિમાં કાંઈક અપૂર્વ એવું રહેલું હોય છે. દોષના આવરણમાંથી એ અપૂર્વને જોઈ લેવું ને એને આસક્તિથી પોતાનું કરી લેવું, ધીમે ધીમે એ દોષની મલીન છાયાને પણ સૌંદર્યની પ્રભામાં ફેરવી નાંખવી ને અંતે શુભના નિર્વિકલ્પ વાતાવરણમાં નિર્મળ પ્રફુલ્લતા અનુભવવી એ એક ચિત્તની અદ્દભુત તેમજ અતિ ઈષૃ અવસ્થા છે. એ અવસ્થાના અનુભવને માટે આપણે પણ અમુક પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરવાની રહે છે એ યોગ્યતા પ્રાપ્ત કર્યા વિના એની પ્રાપ્તિને માટે આતુર બની બેસવું એ નાનું બાળક આકાશમાંના ચંદ્રને હાથમાં પકડીને રમવાની હઠ કરે તેના જેવું છે.”

 10. preetam lakhlani said,

  March 19, 2010 @ 10:31 am

  પ્રિય ભાઈ Yash ની Comment, ખરેખર આવકારને પ્રાત્ર છે,ખાસ કરીને કોઇ મિત્ર અનામીને નામે comments, લખે છે કયારે મન મોર બનીને થનગનતુ નથી, દોસ્તો મનને જે સાચુ લાગે તે દિલથી હિમત સાથે લખો, સારુ/ખરાબ્ પણ મયાદામા લખો! અને શાચા નામથી લખૉ! આપણે કયા કોઈના દુશ્મન છીએ..અહિયા બસ આપણે વિચારને વિસ્તાર્ આકાશ આપવા નુ છે!

 11. SMITA PAREKH said,

  March 19, 2010 @ 12:07 pm

  પ્રીતમભાઈ;
  સરસ કાવ્ય!!. ખુબ સરળ શબ્દોમાં વિદેશની ચમકમાં છુપાએલી વ્યથાને વર્ણવી વતન ઝુરાપાનો પરિચય કરાવ્યો.

 12. અનામી said,

  March 19, 2010 @ 12:16 pm

  …..કોઈ અમને દોષ ના દે પ્લીઝ…..પ્રશંશા કરવી એ ગુનો છે તો હા અમે દોષી છીએ બસ…..

 13. અભિષેક said,

  March 19, 2010 @ 1:16 pm

  સરસ છે.

 14. Dr. J. K. Nanavati said,

  March 19, 2010 @ 1:23 pm

  ………………………
  ………………
  ………
  …….

  ..
  જવા દો….મારાથી વળી એકાદ
  કવિતા લખાઈ જશે….
  અને યશ ભાઈ વઢશે….!!

 15. preetam lakhlani said,

  March 19, 2010 @ 2:36 pm

  ભાઈ ડો.નાણાવટી તમે એક કામ કરો તમારી કવિતા અભિપ્રાયમા આપ મેળે મુકવાને બદલે Directly send to editors, તેમને યોગ્ય જણાશે તો જરુર પ્રગટ કરશે, અને વિશેષ જો તેમને ન મોકલવી હોય તો મને મોકલી આપો હુ મારા મિત્ર Drs.દિનેશ નાણાવટી અને ભાલુ નાણાવટીને પહોચાડી દઈશ્ અને મને ન મોકલવિ હોય તો કુતિયાણા મિલાપ ભાઈને મોકલી આપો અટલે તમારુ કામ પતિ જશે….હુ સરાડિયાનો છુ,અને આ બધા બનાવટી સાથે બહુ જ અગત નાતો છે, હુ તમને ખાત્રી આપુ છુ કે જો તમે આટલો ખ્યાલ રાખશો તો યસભાઈ નહિ વઠે!!!! sorry for banavati, બોલ્યુ ચાલ્યુ માફ્ આ તો મજાકની વાત છે!! .

 16. sudhir patel said,

  March 19, 2010 @ 4:37 pm

  મેનાના પ્રતીકથી આલિશાન પિંજરમાં પુરાયલ દેશી-પરદેશીની વિતક-કથા બખૂબી કાવ્ય-મય રજૂ કરવા બદલ પ્રિતમભાઈને અને એ અહીં પ્રગટ કરવા બદલ લયસ્તરોને અભિનંદન!
  સુધીર પટેલ.

 17. kanchankumari parmar said,

  March 20, 2010 @ 12:51 am

  પરિચય મા બધા પોતપોતાનો પરિચય આપિ રહ્યા હોય એવુ નથિ લાગતુ? કવિતા તો બિચારિ સાવ જ ભુલાઈ જાય છે…..

 18. Kirtikant Purohit said,

  March 20, 2010 @ 2:23 am

  પ્રીતમભાઇ
  વર્ષો પહેલાં પ્રથમ વાર અમેરીકા આવ્યો ત્યારે મારા પાંત્રીસ વરસથી ત્યાં વસેલા મિત્રે કહ્યું હતું કે અમે અહિં સોનેરી પીંજરનાં પંખી છીએ તે તમે કવિતામાં આબેહુબ કંડારી દીધું.

 19. vihang vyas said,

  March 20, 2010 @ 11:48 am

  Saras kavy. Gamyu. Suresh joshi nu smaran anand api gayu. Jay ho pragnajuben ni comment no. Abhinandan preetambhai.

 20. Girish Parikh said,

  March 20, 2010 @ 1:43 pm

  પ્રગ્નાબહેને સુરેશ જોષીની વાત લખી અને શિકાગોમાં રહેતા મારા મિત્ર શ્રી હરિવદન શાહ યાદ આવ્યા જે સુરેશ જોષીના વિદ્યાર્થી હતા.

 21. Hema said,

  March 21, 2010 @ 5:03 am

  ખરેખર સુદર રચના. અમારા જેવા પરદેશી ને સ્અમજવ બદલ આભાર..બહુ ઊડે ના ઊતરતા ફક્ત કવિત ને માણિએ તો મજા આવે

 22. kishoremodi said,

  March 23, 2010 @ 9:17 am

  સુંદર ભાવવાહી કવિતા માટે ખુબ ખુબ અભિનન્દન.ટહુકતી મેનાનું પ્ર્તીક બહુ ગમ્યું.
  ધૃતિ મોદી-કિશોર મોદી

 23. varsha tanna said,

  March 23, 2010 @ 11:33 pm

  સુખનુ સ્થળ વેદનાનુ વન પણ હોઇ શકે. સુદર અભિવ્યક્તિ.

 24. Pancham Shukla said,

  March 26, 2010 @ 10:19 am

  પરદેશમાં વસતા દરેક દેશીની ચિત્તસ્થિતિ, કુદરતી-કૃત્રિમની ભીંસ, માનવ સ્વાભાવનું ઊંડું અવલોકન… અને આ બધું બહુજ ઓછા શબ્દોમાં તીવ્ર વ્યંજના સાથે આ રચનાને ધારદાર તો ખરી જ પણ એક મઝાની કવિતા પણ બનાવે છે.

  આ અછાંદસમાં શબ્દયોજના અને લયની છટા પણ કોઈ નવા અછાંદસ લખનારાઓને ઉપયોગી નીવડે એવી છે.

 25. P Shah said,

  March 29, 2010 @ 4:49 am

  ટહુકતી મેનાનું પ્રતિક લઇ મનની વાત પ્રીતમભાઈએ
  ખૂબજ સુંદર રીતે અભિવ્યક્ત કરી છે.
  અભિનંદન !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment