કામ ધારેલ ઘણી વાર નથી થઈ શક્તાં,
કામ કેવાં હું અકસ્માત કરું છું એ જુઓ.
વિવેક ટેલર

ગઝલ – વજેસિંહ પારગી

સપનાં કમળનાં દઈને વધુ ના સતાવ રે,
છે આંખ મારી જન્મથી સૂકું તળાવ રે.

છૂટી ગયાં સગપણ પછી ઘરનો લગાવ શું ?
વણજાર છૂટી ને રહ્યો સૂનો પડાવ રે.

ના હાથ મારે બાગ, ના હૈયે વસંત છે,
તું ના હવે મારી કને ગજરો મગાવ રે.

હસવું પડે તો હસ અને રડવું પડે તો રડ,
કરવું પડે તે કર, નથી બીજો બચાવ રે.

મરજી જણાવી કોઈને હું શું કરું ભલા ?
મરજી મુજબ બનતો નથી એકે બનાવ રે.

– વજેસિંહ પારગી

વિષાદના કાળા રંગે રંગાયેલી ગઝલ… જીવનની વાસ્તવિક્તાને શબ્દો વડે કવિ જાણે વધુ નજીકથી અડે છે.

22 Comments »

 1. ડૉ.મહેશ રાવલ said,

  February 12, 2010 @ 2:04 am

  વાહ….
  ખરેખરી ગઝલ થઈ છે…… એમાંય રદિફમાં …રે ખૂબજ અસરકારક રીતે ઉભર્યો છે
  મરજી મુજબ બનતો નથી એકે બનાવ રે.- આ વાત વધારે ગમી.
  અભિનંદન કવિશ્રી.

 2. Dipak Mehta said,

  February 12, 2010 @ 3:31 am

  very nice kavishree,

  Marji mujab bdhu that to to ishwarne kon yad karat.

 3. નિનાદ અધ્યારુ said,

  February 12, 2010 @ 4:03 am

  મેરો મન અનન્ત કહા સુખ પાવે,
  જૈસે ઊડે જહાજ સે પંછી ફિરસે જહાજ પર આવે…!

 4. kanchankumari parmar said,

  February 12, 2010 @ 5:49 am

  સુકા તળાવ મા કમળ ખિલવવા ના સ્વપના જરાય નથિ પણ ભરેલા તળાવ માથિ ખિલેલા કમળ મુરઝાય જાય તો …

 5. manhar m.mody ('mann' palanpuri) said,

  February 12, 2010 @ 6:04 am

  કોઇ ગમગીન પળે ઘોર નિરાશામાં સર્જાયેલી આ રચના મનના ભાવોને ખુબ સરસ રીતે ઉપસાવે છે.

 6. ઊર્મિ said,

  February 12, 2010 @ 8:32 am

  મરજી જણાવી કોઈને હું શું કરું ભલા ?
  મરજી મુજબ બનતો નથી એકે બનાવ રે.

  આ શે’ર તો ઘણા વખતથી મનમાં ઘર કરી ગયો છે અને ખૂબ જ પોતીકો લાગે છે… આખી ગઝલ ખૂબ જ ગમી.

 7. સુનીલ શાહ said,

  February 12, 2010 @ 8:43 am

  દર્દ ઉપજાવવામાં સાચે જ કવિ સફળ રહ્યા છે..
  સરસ ગઝલ.

 8. urvashi parekh said,

  February 12, 2010 @ 9:03 am

  સાવ સાચ્ચી વાત છે.
  આપણી મરજી મુજબ કાંઈ થતુ નથી,
  તો કોઇ ને જણાવી ને શું કામનુ..
  સરસ..

 9. વિવેક said,

  February 12, 2010 @ 9:10 am

  ઊર્મિ,

  આ ગઝલ ખૂબ પોતીકી લાગતી હોવાનું એક કારણ આ નથી?:

  http://layastaro.com/?p=870

 10. Pancham Shukla said,

  February 12, 2010 @ 11:14 am

  વજેસિંહભાઈની ખૂબ જાણીતી ગઝલ. સચ્ચાઈનો રણકો સ્પર્શ્યા વગર રહે?

  કવિ અને વિષે વધુ આ લિન્ક પરથી જાણી શકાશે.

  http://kikasakari.blogspot.com/2009/05/blog-post.html

 11. SMITA PAREKH said,

  February 12, 2010 @ 11:36 am

  સરસ ગઝલ, એમાં ય છેલ્લા શેરની સચ્ચાઈ સ્પર્શી ગઈ.

 12. Urmi said,

  February 12, 2010 @ 4:07 pm

  અરે હા વિવેક… ‘પોતીકા’ લાગવાનું રહસ્ય હવે બરાબર સમજાયું… 🙂

 13. Urmi said,

  February 12, 2010 @ 4:09 pm

  યાદદાસ્ત જરા કાચી… બીજું શું? 🙂

 14. sudhir patel said,

  February 12, 2010 @ 9:40 pm

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 15. Girish Parikh said,

  February 12, 2010 @ 11:08 pm

  કવિ અને વિષે વધુ આ લિન્ક પરથી જાણી શકાશે.
  http://kikasakari.blogspot.com/2009/05/blog-post.html

  પંચમ જીઃ ઉપની લીંક આપવા બદલ ખૂબ આભાર. વજેસિંહ પારગીના જીવન અને સંઘર્ષો વિશેનું લખાણ વાંચીને લાગ્યું કે કેવી મુશ્કેલીઓમાંથી પસાર થઈને આ કવિએ સરાહનીય કાર્ય કર્યું છે અને કરી રહ્યા છે. મારાં ગુજરાતી અને અંગ્રેજીમાં કુલ દસ પુસ્તકો પ્રગટ થયાં છે, અને પ્રૂફરીડીગ, એડીટીંગ વગેરેનું મહત્વ હું સારી રીતે જાણું છું.
  જાણીતા કવિ બાલમુકુંદ દવે પણ મારી યાદ મુજબ નવજીવન પ્રેસમાં પ્રૂફરીડીંગનું કામ કરતા હતા.
  રતિલાલ સાં નાયકનો મને પરિચય છે.

  મરજી જણાવી કોઈને હું શું કરું ભલા ?
  મરજી મુજબ બનતો નથી એકે બનાવ રે.

  કવિએ કરેલા સંઘર્ષની ઝાંખી આ ગઝલમાંથી મળે છે. ગઝલનો અંતિમ શેર પણ ચોટદાર છે.

  – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com

 16. kanchankumari parmar said,

  February 13, 2010 @ 3:08 am

  રોય રોય ને ભર્યા તળાવ તોય ….ખિલ્યા ના કમળ કોય દિ….સહરા ના રણ મા પણ દિઠા ના મ્રુગ જળ કોય દિ….

 17. Pinki said,

  February 13, 2010 @ 4:29 am

  સરસ…ગીતનુમા ગઝલ.. !

  હસવું પડે તો હસ અને રડવું પડે તો રડ,
  કરવું પડે તે કર, નથી બીજો બચાવ રે.

  પંચમભાઈની લીંક ફરીને વાંચી…
  જોકે એટલે જ ગઝલ ફરી.. વધુ સ્પર્શી.

 18. Kirtikant Purohit said,

  February 13, 2010 @ 9:26 am

  મક્તા સરસ બન્યો છે. સુઁદર ગઝલ.

 19. Kirit Parmar said,

  February 16, 2010 @ 12:03 pm

  કવિના જીવનવિશ્વની અનુભૂતિ ગઝલમાં કલાકીય વાસ્તવ પામી છે. આમે ય કલાપદાર્થ તો અનુભવવાની વસ્તુ છે. અહીં પ્રત્યેક શેર ઇન્દ્રિયગ્રાહ્ય છે. મહેશભાઈએ ‘રે’ની જિકર કરી છે તે સાચી છે. અહીં ‘રે’ એ તો હૃદયસંવાદ સર્જ્યો છે. વણઝાર છૂટીને રહ્યો સૂનો પડાવ રે… ગઝલકાર અને ગઝલને અહીં સ્થાન આપનાર બંનેને અભિનંદન…

 20. dhaval soni said,

  February 17, 2010 @ 6:40 am

  ખુબ જ સુંદર ગઝલ…………

 21. Anshu Joshi said,

  February 20, 2010 @ 3:44 pm

  ખુબ સુન્દર ગઝલ વજેસિન્હ મઝા આવિ લગે રહો

 22. suresh said,

  February 22, 2010 @ 7:30 am

  સરસ ગઝલ, મારી કને ગજરો ના મગાવ રે, ક્યા બાત હે!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment