તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ પૂરી કહી છે ?
અંકિત ત્રિવેદી

સૂર્ય અને ચંદ્ર – સુરેશ જોષી

સૂર્ય

થાકી ગયો મધ્યાહ્નનો સૂરજ
તેજની ડંફાસના બોજાથકી;
જૂઈની કળીને ખભે
ટેકવી માથું શિશુશો ઢળી પડ્યો !

ચંદ્ર

અવાવરુ વાવતણે ઊંડાણે
આ લીલની ઝૂલભરેલ શાન્તિ;
એ ઓઢી પોઢ્યો શિશુ શો અહીં શશી,
સ્વપ્નો ગૂંથેં રેશમી ભાત રે કશી !

– સુરેશ જોષી

બે કાવ્ય-ચિત્રો. જાણે નર્યા સૌંદર્યની બે મીઠી ચૂસકીઓ. શબ્દોની મરકતી મીઠાશ અને વર્ણન-પીંછીના બારીકતમ લસરકાઓથી શોભિત.

6 Comments »

 1. Medha said,

  December 28, 2009 @ 10:51 pm

  અતિ સુન્દર! હુ તમરિ કવિત નિ ફેન ચ્હુ.

 2. anil parikh said,

  December 28, 2009 @ 11:02 pm

  imagination par excellence! min words to convey depth of emmotions.

 3. વિવેક said,

  December 29, 2009 @ 1:08 am

  કલ્પનયુગ્મ આહ્લાદજનક છે… હળવે હળવે ખુલે છે…

 4. pragnaju said,

  December 30, 2009 @ 7:49 am

  ખૂબ
  સુંદર
  અછાંદસ
  તેમન કાવ્ય યાદ આવ્યું

  કદાચ હું કાલે નહિ હોઉં;
  કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે
  મારી બિડાયેલી આંખમાં
  એક આંસુ સુકવવું બાકી છે.

  કાલે જો પવન વાય તો કહેજો કે
  કિશોર વયમા એક કન્યાના
  ચોરી લીધેલા સ્મિતનું પકવ ફળ
  હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે.

  કાલે સાગર છલકે તો કહેજો કે
  માર હ્રદયમાં ખડક થઈ ગયેલા
  કાળમીંઢ ઈશ્વરના ચુરેચુરા કરવા બાકી છે.

  કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે
  એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
  એક મત્સ્ય હજી મારામાં તડફડે છે.

  કાલે જે અગ્નિ પ્રકટે તો કહેજો કે
  મારા વિરહી પડછાયાની ચિતા
  હજી પ્રગટાવવી બાકી છે.
  કદાચ હું કાલે નહીં હોઉં….

  અને સાચેજ તેમણે દમ તોડેલો!

 5. Pushpakant Talati said,

  June 9, 2010 @ 8:07 am

  માનનિય શ્રી સુરેશભાઈ ની લગભગ દરેક રચનાઓ મને પસન્દ પડે છે – અને જો ન પસન્દ પડે તો તેમા વાક અને ગુનો માત્ર મારા ડફોળ મનનનો જ હોય. કારણ કે ક્યારેક તેને ન સમજાય તેવી કોઈ રચના પણ આવી ચડે છે.

  ખેર ! આ ” સૂર્ય ” અને ” ચંદ્ર ” બન્ને ક્રુતિઓ ગમી. પરન્તુ ક્યારેક બગાસુ ખાતા હોઈએ અને મોઢામા પતાસુ આવી પડે તો કેવી મજા પડે ? બરાબર તેમ જ pragnaju ની કોમેન્ટ થી થયુ. તેમના દ્વારા “…કદાચ હું કાલે નહિ હોઉં;” નો આસ્વાદ મને મળ્યો. અને વિષેશ આનન્દ થયો – આભાર pragnaju.

 6. Rekha Sindhal said,

  June 9, 2010 @ 9:27 am

  અતિ સુઁદર !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment