લીમડાની ડાળ પર ઝૂલ્યા પછી,
આગળા ઉંમરના સૌ ખૂલ્યા પછી;
બાષ્પ શબ્દો, શ્વાસ ધુમ્મસ થ્યા પછી,
હું તને પામું મને ભૂલ્યા પછી !
વિવેક મનહર ટેલર

રાત ગુજારી નાખો ! – વેણીભાઈ પુરોહિત

જીવનમાં હોય દિવસ ને રાત
રાત ગુજારી નાખો.
અદબ અલગારી રાખો.

નીરવતા મનમાં, નયનોમાં કરે પિશાચી પ્યાર,
અંધકારનો પાગલ હાથી, ઘસે આર ને પાર :
જરા હુશિયારી રાખો – રાત ગુજારી નાખો.

ભલે કલેજું કૂણું, એના વજ્જર હો નિરધાર
ફાગણમાં ડોલર-કેસૂડાં, મસ્ત ચટાકેદાર :
ચટાકેદારી રાખો – રાત ગુજારી નાખો.

શિલ્પી ચાહે છે પ્રતિમાને, પણ પૂજે હથિયાર
રાત કહે જે સપનાં તેને દિન આપે આકાર
ધરમને ધારી રાખો – રાત ગુજારી નાખો.

વનની વાટે મજલ દિવસના, રણની વાટે રાત,
માલિકનો રસ્તો છે બંદા ! માલિકની જ મિરાત
સફરને જારી રાખો – રાત ગુજારી નાખો.

-વેણીભાઈ પુરોહિત

2 Comments »

  1. પ્રત્યાયન said,

    July 13, 2005 @ 12:39 PM

    Good work Dhaval. Keep it up.
    My best wishes are with you.

  2. Siddharth said,

    July 13, 2005 @ 3:22 PM

    ધવલભાઈ,

    તમારી વેબસાઈટ જોઈને ઘણી જ મજા આવી. દિવસે દિવસે નેટ પર વધારે સંખ્યામાં ગુજરાતી વેબસાઈટ જોવા મળે એ આનંદની વાત છે. મે કદાચ પહેલા પણ તમને ઈ મેઈલ કરેલ. તમારા વડોદરાના ફોટોગ્રાફ્સ સરસ છે. તમારી કવિતાની પસંદગી પણ ઘણી સરસ છે. જરૂરથી આ પ્રવૃતિ ચાલુ રાખશો.

    સિદ્ધાર્થ શાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment