સર્વસ્વ કૈં ગુમાવ્યાની લાગણી છે, મિત્રો !
પંક્તિ સરસ મળેલી પાછી ભુલાઈ ગઈ છે
નયન દેસાઈ

થાય છે – રાકેશ હાંસલિયા

આખરે એની કૃપા તો થાય છે,
આપણાથી રાહ ક્યાં જોવાય છે ?

એ પધારે; દ્વાર પણ હરખાય છે,
ખુદ ઊઘડવાને અધીરા થાય છે !

કોણ બનવાકાળને ટાળી શકે ?
તે છતાં ક્યાં સ્હેજ સ્વીકારાય છે ?

માત્ર કંકર ફેંકવાના ખ્યાલથી,
જળમાં વમળો અણદીઠાં સર્જાય છે !

‘સર્વનું કલ્યાણ કરજો, હે પ્રભુ’
વેણ એવાં એમ ક્યાં બોલાય છે !

– રાકેશ હાંસલિયા

વિધિનું લખાણ ટાળી શકાતું નથી એ છતાં આપણે ક્યાં એને સહેજે સ્વીકારી શકીએ છીએ ? અને છેવટે એની કૃપા વરસવાની જ છે એ જાણવા છતાં આપણે ધીરજ ક્યાં રાખી શકીએ છીએ?

16 Comments »

 1. પ્રજ્ઞા said,

  November 20, 2009 @ 2:30 am

  આખરે એની કૃપા તો થાય છે,
  આપણાથી રાહ ક્યાં જોવાય છે ?

  કોણ બનવાકાળને ટાળી શકે ?
  તે છતાં ક્યાં સ્હેજ સ્વીકારાય છે ?

  સુંદર…..

  પ્રજ્ઞા

 2. Pinki said,

  November 20, 2009 @ 5:52 am

  માત્ર કંકર ફેંકવાના ખ્યાલથી,
  જળમાં વમળો અણદીઠાં સર્જાય છે !…. સરસ !

 3. BB said,

  November 20, 2009 @ 7:06 am

  Rakeshbhai , so nice the poem. just in a few lines u said every thing. which religious people takes hrs. to tell u. wonderful. I like this kind of writings where message is conveyed very well. Thanks.

 4. pushpakant Talati said,

  November 20, 2009 @ 8:08 am

  તદ્દન સત્ય ની રજુઆત નહીતો બીજુ શોઁ ? ઃ-
  ઈશ્વર તો હમેશા તેની ક્રુપા વર્ષાવે જ છે પણ આપણે ભરોશો જ નથી તો તેમા ઈશ્વરનો શો દોષ ? – આપણાથી રાહ ક્યાં જોવાય છે ?

  એમના (ઈશ્વરના) આવવાની સાથે જ દ્વાર એની મેળે જ ખુલી જવાના. આપણે તે ઊઘાડવાની પણ તસ્દી (તકલીફ) લેવાની જરુર નથી – ને વળી તે તો અટલ છે કે જે થવાનુ છે તે તો થઈ ને જ રહેશે અને તેમા આપણુ કાઇ પણ ચાલવાનુ નથી છતા – તે છતાં તે હકીકત ક્યાં સ્હેજ સ્વીકારાય છે ?
  વળી ઈન્સાન પોતાના માનસીક ખયાલોથી અને વીચારોથી જ દુખી દુખી થાય છે – માત્ર કંકર ફેંકવાના ખ્યાલથી જ વમળો સર્જાય છે !
  કવિ શ્રી નરસી મહેતા એ ગાયુ છે જ ને કે
  ” આપણુ ચિન્તવ્યુ અર્થ કઈ નવ સરે ; એહ નો એહ ઉદ્વેગ ધરવો ”
  આપણુ કાઇ ચાલે નહી તો તેનો હરખ કે શોક શાનો ? દરેકનુ કલ્યાણ થાય તેવુ કહો ને ! પણ – વેણ એવાં એમ ક્યાં બોલાય છે !

  ખુબ સરસ રચના. – જામી ચીકી જામી – મજા આવી ગઈ. આભાર.

 5. ધવલ said,

  November 20, 2009 @ 8:34 am

  એ પધારે; દ્વાર પણ હરખાય છે,
  ખુદ ઊઘડવાને અધીરા થાય છે !

  – વાહ !

 6. urvashi parekh said,

  November 20, 2009 @ 9:00 am

  સરસ..
  નાની એવી રચના માં ઘણુ બધુ કહી દિધુ..
  ધીરજ તો રહેતી જ નથી..
  અને ફરીયાદ કર્યા કરિયે છીયે..

 7. Dr.J.K.Nanavati said,

  November 20, 2009 @ 10:39 am

  જ્યારે ઈશ્વરની કૃપા વરસતી
  અટકે ત્યારે કહેવુંજ પડે….

  જત લખવાનુ કે હરી હવે
  અવતરવું પડશે ફરી હવે

  મધદરિયાના મરજીવા પણ
  તટ ઉપર લે છે તરી હવે

  સંસ્કારો, સંયમ, દયા॥અરે ..!
  માનવતા સુધ્ધા મરી હવે

  રાવણને લોકો ભુલી ગયા
  સંતોએ એવી કરી હવે

  ચપટીમાં, ખોબો છલકાતો
  ખોબામાં, ચપટી ભરી હવે

  દેખા દેખીની ધજા ચડે
  મંદિર મસ્જીદમાં નરી હવે

  અંતર્યામી છો, નઝર ભલા
  આ બાજુ કરજો જરી હવે

  ડો.નાણાવટી

 8. ડૉ.મહેશ રાવલ said,

  November 20, 2009 @ 11:42 am

  વાહ!
  ઉંમર કરતાં બમણી સમજણ દર્શાવતી આ રચના, કવિની પરિપક્વતા તરફની અગ્રેસરતા બતાવે છે.
  ગમ્યું.
  -અભિનંદન રાકેશ……

 9. Deejay said,

  November 20, 2009 @ 8:02 pm

  ખુબ સ ર સ રેીતે સમાજ નુ ઓબ્ઝરવેસન કરવામા આવ્યુ ચ્હે!

 10. sudhir patel said,

  November 20, 2009 @ 9:13 pm

  સરસ ગઝલ!
  સુધીર પટેલ.

 11. સુનીલ શાહ said,

  November 20, 2009 @ 11:34 pm

  સરળ, સરસ, સડસડાટ ઉતરી જાય તેવી રચના.

 12. kirankumar chauhan said,

  November 21, 2009 @ 6:54 am

  વાહ કવિ! ગહન વાતની સાદી સમજણ.

 13. Kirtikant Purohit said,

  November 22, 2009 @ 10:49 am

  સારી રચના.

  માત્ર કંકર ફેંકવાના ખ્યાલથી,
  જળમાં વમળો અણદીઠાં સર્જાય છે !

 14. Gaurang Thaker said,

  November 23, 2009 @ 9:22 am

  વાહ દોસ્ત સરસ ગઝલ્….

 15. સલિલ ઇપાધ્યાય said,

  December 20, 2009 @ 12:30 am

  ખુબ જ સરસ અભિનંદન

 16. Girish Parikh said,

  December 20, 2009 @ 1:34 am

  ‘સર્વનું કલ્યાણ કરજો, હે પ્રભુ’
  વેણ એવાં એમ ક્યાં બોલાય છે !

  ઉપરની પંક્તિઓ વાંચતાં સદબુધ્ધી માટેનો ગાયત્રી મંત્ર યાદ આવ્યો. સૌને પ્રભુ સદબુધ્ધી આપે તો જ વિશ્વશાંતિ સ્થપાય, એટલે ગાયત્રી મંત્ર વિશ્વશાંતિનો મંત્ર છે. હું તો આ રીતે છેલ્લી બે પંક્તિઓ લખું:

  ‘સર્વને સદબુધ્ધી આપો, હે પ્રભુ’
  વેણ એવાં એમ ક્યાં બોલાય છે !

  ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિઆ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment