જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
ગની દહીંવાલા

હું દરિયાની માછલી – ઝવેરચંદ મેઘાણી

દરિયાના બેટમાં રે’તી
પ્રભુજીનું નામ લે’તી
હું દરિયાની માછલી!

હાં રે મને બારણે કઢવી નો’તી,
હું દરિયાની માછલી!

જળની સાથે અમારે જનમ કેરી પ્રીતડી,
મરજો પ્રીત્યોના તોડનારા,
હું દરિયાની માછલી! -દરિયાના…

દરિયાનાં નીર મને પાતાળે ગોતશે,
આભ લગી મારશે ઉછાળા,
હું દરિયાની માછલી! -દરિયાના…

તારલાનાં તેજ ઊગી ઊગી આથમશે,
ચંદ્ર કેને પાશે અજવાળાં?
હું દરિયાની માછલી! -દરિયાના…

છીપલીની છાતીઓથી કોણ હવે ઝીલશે,
મોં ઊઘાડી મોતીડાં રૂપાળાં?
હું દરિયાની માછલી! -દરિયાના…

દરિયાના દેશથી વિછોડી,
દુનિયાસું શીદ જોડી !
હું દરિયાની માછલી!

-ઝવેરચંદ મેઘાણી

4 Comments »

  1. prakash mehta said,

    July 15, 2006 @ 1:55 AM

    dear sir
    i want kavita of zaverchand meghani is charan kanya
    prakash

  2. વિવેક said,

    July 15, 2006 @ 3:11 AM

    ચારણ કન્યા કવિતા આપ આ લિન્ક પર માણી શકો છો:

    http://dineshjk.blogspot.com/2005/10/blog-post_16.html

    -વિવેક

  3. nilesh said,

    December 18, 2011 @ 10:32 AM

    સરસ સાહેબ,
    આ કવિતા મને ખુબ ગમે …તમરો આભાર

  4. Zalak bhatt said,

    January 20, 2024 @ 10:24 PM

    આભાર આપનો કે આટલા સરસ બાળકાવ્યોનું તેમનાં કવિ સાથે સુંદર કલેક્શન કર્યું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment