હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી.
સુંદરમ્

ચિતારમાં આવી – દિવ્યા મોદી

ભીડ પહેરી બજારમાં આવી,
યાદ તારી હજારમાં આવી.

રાત  જાણે  ખુમારમાં આવી,
ઓસ લઈને સવારમાં આવી.

ઘાસ પર છે પવનની પગલીઓ,
જોઈને હું નિખારમાં આવી.

મેઘ થઈ આંગણામાં વરસે તું,
હુંય બારીથી દ્વારમાં આવી.

રાતરાણી હસે છે પ્રાંગણમાં,
મ્હેંકની હું વખારમાં આવી.

જ્યાં પ્રવેશી ગઝલના ઘરમાં હું,
આ કલમ તેજ ધારમાં આવી.

‘પ્રેમ’ નામે અહી ઘટી ઘટના,
એ જ મારા ચિતારમાં આવી.

– દિવ્યા મોદી

યાદ ક્યારેક માણસને હજારોની ભીડમાં પણ પ્રગાઢતમ એકાંત આપી શકે છે તો ક્યારેક નીરવ એકલતામાંય ગૂંગળાવી દઈ શકે છે. યાદ વિશેનો આવો અદભુત મત્લા કદાચ આ પહેલાં ભાગ્યે જ લખાયો હશે. ભીડ પહેરીને હજારોની વચ્ચે યાદનું બજારમાં આવવાનું કલ્પન જ એટલું પ્રબળ છે કે એ શેરથી આગળ વધવાની ઇચ્છા જ ન થાય. બારીથી દ્વારમાં આવવાની વાત અને કલમના તેજ ધારમાં આવવાની વાત પણ એવી જ રોચક થઈ છે…

22 Comments »

 1. રાકેશ ઠક્કર , વાપી said,

  September 17, 2009 @ 12:44 am

  સરસ ગઝલ

 2. Just 4 You said,

  September 17, 2009 @ 1:22 am

  ભીડ પહેરી બજારમાં આવી,
  યાદ તારી હજારમાં આવી.

  Nice…..

 3. pragnaju said,

  September 17, 2009 @ 2:19 am

  મત્લાએ ગઝલ
  ભીડ પહેરી બજારમાં આવી,
  યાદ તારી હજારમાં આવી.
  સ રસ
  “મત્લાના ઉલા મિસરામાં બે શબ્દો ઊઘડ્યા છે, ભીડ અને યાદ
  અભિવ્યક્તિની તિર્યક સમાનતાનો પરિચય આપતાં કવિએ વિલક્ષણ કલ્પનપ્રયુક્તિનો વિનિયોગ કર્યો છે. ગઝલ આરંભમાંથી જ ,સર્જન પ્રત્યેની શિલ્પગત સૂઝથી કોઈ નવા જ ભાવવિશ્વના પાયા અહીં નંખાય છે. બાહ્ય સ્તરે વૈચિત્ર્ય સર્જી, કેટલી પ્રયોગશીલતા દાખવતાં કવિ આંત:સ્તરે માર્મિકતાનાં દ્વાર ખોલી દે છે ! યાદ ક્યારેક માણસને હજારોની ભીડમાં …ક્યાં કશે રોકાય છે ? અહીં રહસ્યાત્મક અનુભૂતિનો સહજ સંચાર છે, જે હૃદયગંમ છે. અભિવ્યક્તિ જો વાચાળ બની હોત, તો કથન સપાટી પર રહી જાત, પણ અહીં અર્થસભર પદવિન્યાસ દ્વારા સુરેખ વિચારપિંડ બંધાતો આવે છે.”
  અને પ્રવેશી ગઝલના ઘરમાં…
  મક્તા
  ‘પ્રેમ’ નામે અહી ઘટી ઘટના,
  એ જ મારા ચિતારમાં આવી.
  એકંદરે ગઝલ ઠીક ઠીક સફળ રહી છે –
  સર્જક ભવિષ્યમાં સબળ સર્જક તરીકે બહાર આવી શકશે.

 4. sapana said,

  September 17, 2009 @ 5:26 am

  વર્ષો પુરાણા પત્રોના અર્થો મટી ગયા
  કાગળ રહી ગયા અને અક્ષર રહી ગયા

  ભીડ પહેરી બજારમાં આવી,
  યાદ તારી હજારમાં આવી.

  જ્યાં પ્રવેશી ગઝલના ઘરમાં હું,
  આ કલમ તેજ ધારમાં આવી.

  દિવ્યાબેને કમાલ કરી. કેટલી ચોટદાર વાત યાદ માટે.

  જાને ક્યુ ભીડમે તન્હા હો ગઈ મૈ,
  તેરી યાદસે વાબસ્તા હો ગઈ મૈ

  ભરતભાઈનો શેર ગમી ગયો.

  સપના

 5. Kirtikant Purohit said,

  September 17, 2009 @ 6:45 am

  ઉંચા મત્લા સાથેની આખી ય ગઝલ સરસ છે.

 6. sudhir patel said,

  September 17, 2009 @ 6:55 am

  સરસ ગઝલ!
  મ્હેંકની વખાર શબ્દ ગઝલમાં જામતો નથી.
  સુધીર પટેલ.

 7. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  September 17, 2009 @ 7:54 am

  આજે સવારના પહોરમાં આવી સરસ ગઝલ વાંચવા મળી.

 8. ધવલ said,

  September 17, 2009 @ 7:11 pm

  ભીડ પહેરી બજારમાં આવી,
  યાદ તારી હજારમાં આવી.

  -સરસ !

 9. Gaurang Thaker said,

  September 17, 2009 @ 10:31 pm

  વાહ સરસ ગઝલ…
  ભીડ પહેરી બજારમાં આવી,
  યાદ તારી હજારમાં આવી.

 10. Pinki said,

  September 17, 2009 @ 10:45 pm

  ભીડ પહેરી બજારમાં આવી,
  યાદ તારી હજારમાં આવી.

  જ્યાં પ્રવેશી ગઝલના ઘરમાં હું,
  આ કલમ તેજ ધારમાં આવી.

  વાહ….. દિવ્યાબેન !!

 11. preetam lakhlani said,

  September 18, 2009 @ 7:11 am

  બહુ જ સુંદર ગઝલ્….મત્લાએ તો કરી કમાલ્….આટલો સરસ મત્લો ભાગ્યે જ કોઈ ગઝલમા જોવા મલે છે!!!!!!!!

 12. ઊર્મિ said,

  September 18, 2009 @ 7:59 am

  મનભાવન ગઝલ થઈ છે દિવ્યાબેન…!

  ભીડ પહેરી બજારમાં આવી,
  યાદ તારી હજારમાં આવી.

  “યાદ ક્યારેક માણસને હજારોની ભીડમાં પણ પ્રગાઢતમ એકાંત આપી શકે છે તો ક્યારેક નીરવ એકલતામાંય ગૂંગળાવી દઈ શકે છે.”

  અદભુત શે’રનો અદભૂત આસ્વાદ… સાચી વાત છે, આગળ વધવાનું મન જ ન થાય એટલો બળકટ મત્લા છે!!

 13. kirankumar chauhan said,

  September 18, 2009 @ 8:55 am

  સુંદર, સાર્થક ગઝલ.

 14. કવિતા મૌર્ય said,

  September 18, 2009 @ 12:32 pm

  સુંદર ગઝલ !

 15. Babu said,

  September 18, 2009 @ 9:04 pm

  ભીડ પહેરી બજારમાં આવી,
  યાદ તારી હજારમાં આવી

  સરસ ચોટદાર ગઝલ !

 16. ડૉ.મહેશ રાવલ said,

  September 19, 2009 @ 1:23 am

  નખશિખ સુંદર કહી શકાય એવી ગઝલ થઈ છે -અભિનંદન અને ઉજ્જ્વળ ભવિષ્ય અંગે શુભકામનાઓ.

 17. dr.j.k.nanavatiq said,

  September 20, 2009 @ 6:02 am

  છંદ…….???????

 18. Gaurang Thaker said,

  September 20, 2009 @ 11:07 pm

  શ્રી નાણાવટી સાહેબ આ ગઝલમાં છંદ ચુસ્ત રીતે આખી ગઝલમાં સચવાયો છે.
  જેનું માપ ગાલગા ગાલગા લગાગાગા છે

 19. haresh kanani said,

  September 27, 2009 @ 12:32 pm

  આપનો બ્લોગ ગમે છે . મારા બ્લોગની મુલાકાત લેવા વિંનતી. .

  http://palji.wordpress.com

 20. Abhijeet Pandya said,

  September 3, 2010 @ 6:49 am

  રચના સુંદર છે. સ્કુલ ઑફ ગુજરાતી ગઝલમાં ગઝલ શાસ્ત્રનું િશક્ષ્ણ લીધું હોવાથી એક અગત્ય્ની વાત રજુ
  કરવાનું અિહં જરુરી લાગે છે. ગઝલમાં છંદના બંધારણનું જેટલું મહત્વ છે તેટલું જ કાિફ્યાની પસંદગી અને તેમાં જાળવવામાં
  આવતા િનયમોનું છે. ગઝલમાં વપરાતા કાિફ્યા અમુક ચોક્કસ િન્યમોને આધીન રહીને વપરાતા હોય છે. ધારો કે
  ગઝલના પ્રથમ શેરમાં ઉલા અને સાની િમસરામાં અનુક્રમે હવન અને પવન કાફીયા વપરાયા હોય તો પછી ત્યાર પછીના
  બધાં જ શેરોમાં “વન” અંતે આવતું હોય તેવાં જ કાફીયાઓ વપરાવા જોઇએ. ચમન , સુમન , નયન વગેરે કાફીયાઑ
  વાપરી ન શકાય. કારણકે હવન અને પવન શબ્દોમાં “વન” કોમન રહે છે. એટલે કે ગઝલના કાફીયા અકારાંતી “હ” અને
  “ચ ” જ છે.નહીં કે હવન અને પવન. ઉપરોક્ત ગઝલમાં પ્રથમ શેરમાં “બજાર્માં” અને “હજારમાં” માં “જારમાં”
  બન્ને િમસરામાં જળવાતું જોવા મળે છે. ત્યારપછીના શેરોમાં સવાર , િનખાર, વખાર વગેરેમાં ” જારમાં ” ની
  પરંપરા તુટતી જોવા મળે છે. આ એક પ્રકારનો કાફીયાનો દોષ છે. આપની એકની ગઝલમાં જ નહીં પરંતુ ભલભલા
  િસ્ધ્ધહસ્ત ગઝલકારોની ગઝલોમાં આ દોષ જોવા મળે છે. છંદના બંધારણને જેટતું મહત્વ આપવામાં આવે છે તેટ્લું
  આ બાબતમાં આપવામાં આવે તો ગઝલ પુર્ણત્વને પ્રાપ્ત કરતી જોવા મળે.મારું સુચન જો અમલમાં મુકવામાં
  આવે તો હું આપનો ઋણી રહીશ.

  કેમ િવવેક ભાઈ ખરું ને ?

  મારો આશય માત્ર ધ્યાન દોરવાનો જ છે નહીં કે ટીકા કરવાનો.

  અિભજીત પંડ્યા ( નવોિદત ગઝલકાર , ભાવનગર ).

 21. વિવેક said,

  September 3, 2010 @ 7:24 am

  પ્રિય અભિજીતભાઈ,

  આપની વાત સાચી છે… આવી ભૂલ મેં પણ કરી જ છે. એક ઉદાહરણ આપું:

  http://vmtailor.com/archives/190

 22. Gunvant Thakkar said,

  September 3, 2010 @ 9:55 am

  પ્રિય અભિજીત, ગઝલનો બીજો મત્લો જો પહેલો મુકવામાં આવે તો તમે બતાવ્યો છે એ દોષનુ આપોઆપ નિવારણ થઇ જશે એટલુજ નહિ એ બીજા મત્લાના ઉલા અને સાની મીસરાને ઉપર નીચે કરી જો મુકવામા આવે તો એ શેર ની મજા પણ વધી જશે એવો મારો નમ્ર મત છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment