જરા જેટલા સુખનું તોફાન જો,
ગઝલ નામનું ગામ વસવા ન દે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

કોઈ – રમણીક સોમેશ્વર

આંગણે ભીના ચરણ મૂકી ગયું
કોઈ ધબકારો અહીં ચૂકી ગયું
બારણાને પણ ફૂટી ગઈ કૂંપણો
કોઈ આવીને સહજ ઝૂકી ગયું

– રમણીક સોમેશ્વર

16 Comments »

 1. sapana said,

  August 24, 2009 @ 10:25 pm

  વાહ…ચાર પંકતિઓ …પણ ચોટ્દાર

  સપના

 2. વિવેક said,

  August 25, 2009 @ 12:07 am

  સુંદર મુક્તક…

 3. MAYANK TRIVEDI said,

  August 25, 2009 @ 5:20 am

  ભીના ચરણ
  ફૂટી કૂંપણો
  સહજ ઝૂકી ગયું
  એકદમ સહજ રચના

  મયંક ત્રિવૅદી

 4. pragnaju said,

  August 25, 2009 @ 12:23 pm

  વાંચતા જ જાણે
  હ્રુદય ધબકારો ચૂકી ગયું! …

 5. mrunalini said,

  August 25, 2009 @ 12:26 pm

  આંગણે ભીના ચરણ મૂકી ગયું
  કોઈ ધબકારો અહીં ચૂકી ગયું
  ફ રી થી
  હૃદય ધબકાર મારી વાતો દ્વારા વ્યક્ત નહીં થાશે
  પ્રગટ થઈ જાય ના તારી દ્વિધાનો ભેદ આંખોથી

 6. sudhir patel said,

  August 25, 2009 @ 8:19 pm

  બહુ જ સરસ મુક્તક!
  સુધીર પટેલ.

 7. urvashi parekh said,

  August 25, 2009 @ 10:33 pm

  ભીના ચરણ થી કુંપળ ફુટી..
  સરસ વાત..
  નાની પણ સરસ વાત.

 8. Pinki said,

  August 25, 2009 @ 11:18 pm

  કૂંપળ,ઝૂકી જવું ….

  સરસ નાજુક વેલી જેવું મુક્તક.

  ( કૂંપણો ? – કૂંપળો )

 9. પ્રજ્ઞા said,

  August 26, 2009 @ 1:25 am

  વાહ !!!! ખુબ સુંદર.

  પ્રજ્ઞા

 10. jagdissh gor said,

  August 27, 2009 @ 3:04 am

  – વાહ અતિ સુન્દર મુક્તક , અભિપ્રાય કવિના જ શબ્દોમા –
  આપણે તો ઍટલામા રાજી –

 11. Kirtikant Purohit said,

  August 29, 2009 @ 12:43 am

  એક ભીનું ભીનું તરબતર કરતું મુક્તક.

 12. ashok pandya said,

  August 30, 2009 @ 8:35 am

  વાહ બહુ જ ભીનાશ ભરી પળો ને ઝાકળ જેંમ બિછાવી છૅ, વગર પુષ્પે સુવાસ સુવાસ..નમન ની નમ્રતાનૅ મહાન બનાવી દીધી..રાજીપાનો આખો ગન્જીપો ખોલી નાખ્યો….મને પણ મોજ પડી…

 13. neela varma said,

  September 9, 2009 @ 7:21 am

  Rajipa ni bhinash
  man ne mahenkave

 14. પ્રજ્ઞા said,

  October 5, 2009 @ 3:08 am

  જયેશ્ભાઈ,

  સૌ પ્રથમ તો આપને અને આપનાં પરિવાર ને ખુબ ખુબ અભિનંદન

  આપનાં અભિપ્રાય બદલ ખુબ ખુબ આભાર.

  પ્રજ્ઞા.

 15. ડૉ.મહેશ રાવલ said,

  October 22, 2009 @ 10:02 pm

  સારૂ કહી શકાય એવું મુક્તક
  પિન્કીબેને કરેલો (?) મને પણ ઉદભવ્યો…….

 16. શાંતિ તન્ના said,

  August 24, 2017 @ 6:26 am

  લયસ્તરોમાં નિયમિત પ્રગટ થતા કાવ્યો, ગઝલો, મુક્તકો તેમજ
  અન્ય સાહિત્યિક વાનગીઓ ખરેખર અત્યંત સુંદર હોય છે. તે બધા
  જ્ઞાન સાથે ગમ્મ્ત પીરસે છે અને સાહિત્યને અજર અમર રાખે છે.
  તે માટે લયસ્તરોના તંત્રીઓ, સંપાદકો અને પ્રત્યેક કાર્યકરોને મારા
  હાર્દિક અભિનન્દન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment