જન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય ;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય , ગાય છે ‘ શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ.
’શૂન્ય’ પાલનપુરી

વારતાનાં અંતમાં – દિનેશ કાનાણી ‘પાગલ’

એક માણસ હારવાનો, વારતાનાં અંતમાં,
હું દિલાસો આપવાનો, વારતાનાં અંતમાં.

સોળ આના સાવ સાચી વાત લઈને આવજો,
હું, પુરાવો માગવાનો વારતાનાં અંતમાં.

પાનખરની કેટલી થઈ છે અસર, એ શોધવા,
ડાળ લીલી કાપવાનો વારતાનાં અંતમાં.

હું તમારી જીતનો હિમાયતી છું એટલે,
સાથ કાયમ આપવાનો, વારતાના અંતમાં.

કોણ મારા શ્વાસનો હકદાર છે, એ જાણાવા,
રાત આખી જાગવાનો, વારતાનાં અંતમાં.

જિંદગીભર આપતાં આવ્યાં છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો, વારતાના અંતમાં.

– દિનેશ કાનાણી ‘પાગલ’

ખરો ખેલાડી હંમેશા રમતના અંતને ધ્યાનમાં રાખીને જ રમે છે. છેલ્લો દાવ જીતે એ જ ખેલાડી બધુ જીતી જાય છે. અને ફાઈનલમાં જીતે એને જ સિકંદર કહેવાય છે.  એમ વારતામાં પણ ખરું મહત્વ એના અંતનું જ છે. કવિ, અર્જુનની નજર જેમ માછલીની આંખ પર હતી એમ, વારતાનાં અંત પર નજર બાંધીને જીવવાની વાત લઈને આવ્યા છે. ગમે તેવી જિંદગી જાય પણ છેલ્લા ડગલે એને કાપી, માપી ને મઠારી લેવાની કવિની પૂરી તૈયારી છે.

15 Comments »

 1. વિવેક said,

  August 18, 2009 @ 12:15 am

  દિનેશ કાનાણીની ખૂબ જાણીતી ગઝલ… ઘણી સાઇટ કે બ્લૉગ્સ પર આ રચના હશે, પણ સાડા ચાર લીટીમાં જે વાત ધવલે કહી એ વધુ સ્પર્શી જાય એવી છે… જિંદગી ગમે એવી ભલે વીતે, અંત સુધીમાં એને કાપી, માપીને મઠારી લેવાની પૂરી તૈયારી હોય તો જીવેલું સાર્થક થઈ જાય !!

 2. P Shah said,

  August 18, 2009 @ 1:14 am

  જિંદગીભર આપતાં આવ્યાં છો જાકારો ભલે,
  હું તમારો લાગવાનો, વારતાના અંતમાં.

  ખૂબ જ સુંદર ગઝલ !

 3. Pinki said,

  August 18, 2009 @ 1:33 am

  સરસ જાણીતી ગઝલ…. !!

 4. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  August 18, 2009 @ 5:43 am

  આટલું સરસ તે કેવી રીતે લખાતું હશે?
  કોઈ ખુલાસો છે, આ કોમેંટની અંતમાં?

 5. sudhir patel said,

  August 18, 2009 @ 6:40 am

  ફરી માણવી ગમે એવી ગઝલ!
  સુધીર પટેલ.

 6. pragnaju said,

  August 18, 2009 @ 10:33 am

  જિંદગીભર આપતાં આવ્યાં છો જાકારો ભલે,
  હું તમારો લાગવાનો, વારતાના અંતમાં.

  સુંદર

  કોઈ બદલાવની પ્રક્રીયાને જાકારો આપે છે;
  તે સડાની પ્રક્રીયાના સ્થપતી છે.
  બદલાવને જાકારો આપતી એક માત્ર…
  સ્થપતી છે. બદલાવને જાકારો આપતી
  એક માત્ર જગ્યા કબરસ્તાન છે. …વારતાના અંત જેવું શ્વાસમાં ફરકી જશે એ પળે સૌ આંખમાંથી વાદળો વરસી જશે દુનિયા ગમે તે કહે તમે તમારી રીતે વિચારજો હર વારતાના અંત સરખા નથી હોતા, હર મહોબ્બત.. હર આસ્થા, શ્રધ્ધા મહીં કિર્તન નથી હોતા, હર બંસરીના નાદમાં ઘનશ્યામ નથી હોતા, હર મહોબ્બત.. હર વમળનાં વર્તુળમાં કંકળ નથી હોતા,

 7. Vishnu Bhatt said,

  August 18, 2009 @ 12:28 pm

  પાગલ લોકોજ સાચી વાત કહી શકે.
  હુ પુરાવો માગવાનો વારતાના અણન્તમા.
  પાનખરની કેટલી થઈ છે અસરઍ શોધવા,
  ડાળ લીલી કાપવાનો,વારતાના અન્તમા.
  કેવડી મોટી ચેલેન્જ કરે છે, કવિ ?
  સામાન્ય માણસનુ ગજુ નથી,આવી ચેલેન્જ કરવાનુ.

 8. DR.MANOJ L. JOSHI ( JAMNAGAR ) said,

  August 18, 2009 @ 12:41 pm

  બેએક વર્ષ પહેલા “અસ્મિતા-પર્વ” મા કવિ એ પોતે રજુ કરી હતી….સુન્દર રચના….

 9. Pancham Shukla said,

  August 19, 2009 @ 5:43 am

  સરસ.

 10. Gaurang Thaker said,

  August 19, 2009 @ 9:30 am

  વાહ દિનેશ વાહ…દોસ્ત તારી આ ગઝલ રોજ વાચવી ગમે એવી છે.લયસ્તરોને પણ અભિનદન્…

 11. Dr Pratibha Shah said,

  August 20, 2009 @ 2:33 am

  આ શેર મને ખુબ ગમ્યો

  જિંદગીભર આપતાં આવ્યાં છો જાકારો ભલે,
  હું તમારો લાગવાનો, વારતાના અંતમાં.મને ખુબ ગમ્યો

 12. Dr Pratibha Shah said,

  August 20, 2009 @ 2:35 am

  આ શેર મને ખુબ ગમ્યો

  જિંદગીભર આપતાં આવ્યાં છો જાકારો ભલે,
  હું તમારો લાગવાનો, વારતાના અંતમાં.

  ધન્યવાદ

 13. Kirtikant Purohit said,

  August 20, 2009 @ 6:22 am

  દિનેશ્ભાઇના સ્વમુખે સાંભળેલી એક નખશીખ ગઝલ ફરી વાંચવાની મઝા આવી.

 14. ketan motla said,

  June 26, 2013 @ 7:21 am

  ખુબ સરસ …. દિનેશભાઇ

 15. raYhan khaN said,

  June 27, 2013 @ 1:18 pm

  ખુબ જ સરસ રચના … ધન્યવાદ … ધન્યવાદ … ધન્યવાદ … ધન્યવાદ … ધન્યવાદ … ધન્યવાદ … ધન્યવાદ … ધન્યવાદ … ધન્યવાદ … <૩

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment