નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
વિવેક મનહર ટેલર

ઝાડ – કિરીટ ગોસ્વામી

ઝાડ રહ્યું છે ઝૂકી –
ફળવાની આ ભવ્ય ક્ષણોમાં, માન બધુંયે મૂકી…

પંખી ડાળે બેસે ત્યાં તો નખશિખ રાજી-રાજી,
વ્હાલ લીલુંછમ કરવા આતુર કૂંપળ તાજી-તાજી,
એક ખૂણે ઊભી જગભરમાં પ્રાણ રહ્યું છે ફૂંકી…

કોઈ ઉછાળે પથ્થર, કોઈ પ્રેમે સીંચે પાણી…
ઝાડ વહાવે સૌ પર સરખી લીલપની સરવાણી…
અનુભવી-શું માણે કાળ-તણી સૌ લીલી-સૂકી…

– કિરીટ ગોસ્વામી

એક નાનું અમથું છમ્મલીલું ગીત… એમ જ માણીએ…

14 Comments »

 1. મીત said,

  August 7, 2009 @ 1:18 am

  હા સાચી વાત કહી તમે..એમ જ માણીએ..

 2. kirankumar chauhan said,

  August 7, 2009 @ 1:43 am

  બહુ જ સુંદર ગીત.

 3. Pinki said,

  August 7, 2009 @ 2:02 am

  લીલપની સરવાણી ગમી … સરસ ગીત !!

 4. મીના છેડા said,

  August 7, 2009 @ 2:38 am

  સરસ

 5. डॉ निशीथ ध्रुव said,

  August 7, 2009 @ 4:05 am

  आ तो वृक्षमां वासुदेवनुं – स्थितप्रज्ञनुं – दर्शन छे, एने एना अर्थ जोडे मिलाप कर्या विना केम माणी शकाय? अतिशय सरळ शब्दोमां अतिशय कठिन साधना बतावी छे. धन्यवाद!

 6. P Shah said,

  August 7, 2009 @ 4:46 am

  છોડમાં રણછોડના દર્શન કરાવતું સુંદર ગીત !

 7. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  August 7, 2009 @ 4:57 am

  આ ઝાડનું ગીત છેને?.એની ઊંચાઈ જેટલું તો ગીત હોવું જ જોઈએ.
  આમ ઝાડના ગીતને ટૂંપો દઈ મારી નખાય?આવું ન જ થવું જોઈએ.

 8. manharmody ('મન' પાલનપુરી) said,

  August 7, 2009 @ 5:20 am

  સરસ અર્થપૂર્ણ ગીત. થોડા માં ઘણું.

 9. sudhir patel said,

  August 7, 2009 @ 6:38 am

  બહુ સુંદર ગીત! ઘણાં સમય પહેલા ‘કવિતા’માં માણેલું. ફરી માણવાની ઓર મજા આવી.
  સુધીર પટેલ.

 10. preetam lakhlani said,

  August 7, 2009 @ 1:40 pm

  ભર પુર લય થી ખર ખર વ્હ્તુ લીંલુ ભીનુ ધીમુ ધીમુ ઢાળ પર મન મુકીને ડાળે ડાળે ગુંજતુ ગીત્………. મજા આવી ગીતમા…..

 11. mrunalini said,

  August 7, 2009 @ 10:26 pm

  સુંદર ગીત
  અનુભવી-શું માણે કાળ-તણી સૌ લીલી-સૂકી…
  વાહ્
  યાદ આવે

  કાળે સાચવેલા આ કેટલાક પગલાં

  સામે ધેર ટપાલી આવે, મારે ધેર ટપાલ નહીં !

  કોઈ કરતા કોઈને પણ મારા પર વ્હાલ નહીં ?

  તું કાયમી વિદાય લઈ જાય છે ? તો જા !

  રસ્તામાં વાગે ના તને સ્મરણોની કોઈ ઠેસ !

  ફાગણના ઢગલામાંથી મે મનની મૂઠી લઈ

  તારા પર છાંટી તો તું નખશિખ અપ્સરા થઈ !

 12. pragnaju said,

  August 7, 2009 @ 10:41 pm

  કોઈ ઉછાળે પથ્થર, કોઈ પ્રેમે સીંચે પાણી…
  ઝાડ વહાવે સૌ પર સરખી લીલપની સરવાણી…
  કેટલું સૂંદર દર્શન
  સ્થિતપ્રજ્ઞતાનું અંતિમ પરિણામ બ્રહ્મનિર્વાણ.
  બ્રહ્મનિર્વાણની સ્થિતિએ પહોંચ્યા પછી વાસ્તવિક
  કહેવાનું કંઈ જ બચતું નથી

 13. priyjan said,

  August 8, 2009 @ 12:13 am

  ખરે જ સુંદર ગીત છે

  કેટલુ ભાવુક અને કેટલુ મિઠું

 14. Lata Hirani said,

  August 9, 2009 @ 12:24 pm

  મજાનું ગીત..

  વાત તો એ જ છે પણ એના લયનો રણકાર ગમ્યો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment