ફક્ત એથી જ કોઈની મદદ માગી નથી શકતો,
શરમથી હાથ લંબાવું અને એ બેશરમ નીકળે !
બેફામ

કાઝાનઝાકીસ – અમૃતા પ્રીતમ

મેં જિંદગીને પ્રેમ કર્યો હતો
પણ જિંદગી એક વેશ્યાની જેમ
મારા ઇશ્ક પર હસતી રહી
અને હું નામુરાદ આશિક
ખ્યાલોમાં અટવાતો રહ્યો…
પણ જ્યારે આ વેશ્યાના હાસ્યને
મેઁ કાગળ પર ઉતાર્યું
ત્યારે પ્રત્યેક અક્ષરના ગળામાંથી એક ચીસ નીકળી
અને ખુદાનુ સિંહાસન કેટલીય વાર સુધી હલતું રહ્યું.

– અમૃતા પ્રીતમ
(અનુ. સુરેશ દલાલ)

કાઝાનઝાકીસ એ ગ્રીક ભાષાના ક્રાંતિકારી સાહિત્યકાર. એમના કાવ્યો, નવલકથાઓ અને નિબંધથી એ જાણીતા. એમણે જિંદગીને છેક છેવાડે જઈને જોયેલી. એમના લખાણો જિંદગીનો પડધો પાડતા. અમૃતા પ્રીતમે પોતાની લાક્ષણિક અદાથી આ મહાન આત્માને અંજલી આપી છે.

7 Comments »

  1. sudhir patel said,

    July 25, 2009 @ 3:36 PM

    અનુવાદ આવો વેધક છે, તો મૂળ કાવ્યની તો વાત જ શું કરવી?!
    સુધીર પટેલ.

  2. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    July 25, 2009 @ 4:54 PM

    સુધીરભાઈની વાત સાવ સાચી છે.

  3. mrunalini said,

    July 25, 2009 @ 6:45 PM

    પ્રત્યેક અક્ષરના ગળામાંથી એક ચીસ નીકળી
    અને ખુદાનુ સિંહાસન કેટલીય વાર સુધી હલતું રહ્યું.
    વાંચતા ડૂમો ભરાયો

    શૈલીબદ્ધ હૃદય પ્રતીક એ પ્રેમને વ્યકત કરતી પરંપરાગત આકૃતિ છે. …
    મોટે ભાગે ખરાબ અર્થમાં એક વૈશ્યા માટે પણ વપરાય છે.
    વૈશ્યા સોઈ જો વિષયા ત્યાગૈ, ત્યાગ દેઈ પર નારી,
    મમતા મારિકે મંજન લા વૈ, પ્રાણ દાન દૈ ડારી

  4. pragnaju said,

    July 25, 2009 @ 7:06 PM

    મેં જિંદગીને પ્રેમ કર્યો હતો
    પણ જિંદગી એક વૈશ્યાની જેમ
    મારા ઇશ્ક પર હસતી રહી
    અને હું નામુરાદ આશિક
    ખ્યાલોમાં અટવાતો રહ્યો
    સામાન્ય લાગતી વાતનો અંજામ…કાલીદાસની બ્રહ્મવાદિની નગરવધુ ….
    યાદ આવી અને જાણીતી વાત
    જો મન્દિર મેં ગયા થા ઉસકો નરક ઔર જો કોઠે પર ગયા થા ઉસકો સ્વર્ગ ।
    મન્દિર મેં તો વહ ગયા જરુર થા મગર મન તોં વૈશ્યા મેં હી થા ।
    ક્રાંતિકારી સાહિત્યકારને ક્રાંતિકારી સાહિત્યકાર દ્વારા અજલી અને તેનુ અસરકારક ભાષાંતર

  5. વિવેક said,

    July 26, 2009 @ 12:21 AM

    હૃદયસ્પર્શી કવિતા… વેધક વાત…

  6. Pinki said,

    July 26, 2009 @ 6:11 AM

    વેધક અને હૃદયસ્પર્શી …. !

    પ્રત્યેક અક્ષરના ગળામાંથી એક ચીસ નીકળી… વાચકનાં ગળામાંથી પણ !

  7. મીના છેડા said,

    July 26, 2009 @ 12:42 PM

    મારી પસંદની રહી છે હંમેશા આ કવિતા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment