એક રઝળતી ક્ષણ મને વળગી પડી,
છે ટચૂકડી તોય બહુ અઘરી પડી.

બંધ આંખોમાં મેં કર્યું ડોકિયું,
ઊંઘ જે કાચી હતી, વણસી પડી.
બિનિતા પુરોહિત

અનુભવ – કવિ રાવલ

ઝાડ કરતું નથી પ્રયુક્તિ
ડાળ – ફૂટી હશે અમસ્તી

એક કલ્પન, નશો ને મસ્તી
થાય ઝળહળ જરાક હસ્તી

ચેતનાની ખરી અસર છે
આ નશો ને નશાપરસ્તી

કોણ છે તું કબીર જેવો ?
પૂછ્યું મેં તો કહે: “વિરક્તિ”

જેમ મસ્તી બને અનુભવ
તેમ અનુભવ થયો છે મસ્તી

– કવિ રાવલ

આપણી ભીતર કશુંક ભર્યું પડ્યું હોય તો એને બહાર લાવવા માટે આપણે કોઈ યુક્તિ-પ્રયુક્તિ કરવી પડતી નથી. માંહ્ય હીર હોય તો કથીરને કંચન થતું કોણ રોકી શકે ? ભીતર પાણી હોય અને વેગ હોય તો ઝરણું પથ્થર કોતરીને પણ માર્ગ કરી લે છે અને અવરોધ નડે તોય ઝાડને પણ ડાળ ફૂટી જ નીકળે છે… આખરી શેર પણ આવો જ ભર્યોભાદર્યો થયો છે…

16 Comments »

 1. Gaurang Thaker said,

  July 12, 2009 @ 11:10 pm

  ઝાડ કરતું નથી પ્રયુક્તિ
  ડાળ – ફૂટી હશે અમસ્તી
  વાહ મઝાનો શેર…આખી ગઝલ સરસ્…

 2. હેમંત પુણેકર said,

  July 13, 2009 @ 12:35 am

  સરસ ગહન ગઝલ!

  ચેતનાની ખરી અસર છે
  આ નશો ને નશાપરસ્તી…. વાહ!

 3. Pinki said,

  July 13, 2009 @ 12:56 am

  વાહ …. કવિ, સરસ નશો …i mean ગઝલ…. !!

  ચેતનાની ખરી અસર છે
  આ નશો ને નશાપરસ્તી …

  જેમ મસ્તી બને અનુભવ
  તેમ અનુભવ થયો છે મસ્તી … શબ્દોની રમત ગમી.

 4. પંચમ શુક્લ said,

  July 13, 2009 @ 4:33 am

  સરસ ગઝલ.

 5. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  July 13, 2009 @ 4:57 am

  કોણ છે તું કબીર જેવો ?
  પૂછ્યું મેં તો કહે: “વિરક્તિ”

  બહુ સરસ !

 6. manharmody ('મન' પાલનપુરી) said,

  July 13, 2009 @ 5:55 am

  કાફિયા નવીનતાભર્યા અને તાઝગી ભર્યા છે. સરસ ગઝલ બની છે.

 7. Kirtikant Purohit said,

  July 13, 2009 @ 6:57 am

  તાજેતરના નં.સ્..માં આ ગઝલ વાંચી ત્યારે જ ઘણી ગમી હતી.સરસ ગઝલ.

 8. ઊર્મિ said,

  July 13, 2009 @ 8:07 am

  સુંદર મજાની ગઝલ, અભિનંદન કવિ !
  મત્લાનો શેર ખૂબ જ ગમ્યો.

 9. સુનિલ શાહ said,

  July 13, 2009 @ 8:33 am

  સુંદર, અર્થસભર ગઝલ.

 10. Dharmendra Rana said,

  July 13, 2009 @ 9:25 am

  કોણ છે તું કબીર જેવો ?
  પૂછ્યું મેં તો કહે: “વિરક્તિ”
  મજા આવી ગઈ.. ખૂબ જ સુંદર… વિરક્તિ અને કબીરની સરખામણી..

 11. narayan patel said,

  July 13, 2009 @ 10:27 am

  મસ્ત ગઝલ.

 12. ડો.મહેશ રાવલ said,

  July 13, 2009 @ 12:50 pm

  ટૂંકી બહરમાં આટલી વિશાળ વાતને સમેટવી અને એય પાછી બધાને ગળે ઉતરે એમ-એ જ કવિનું સુંદર કવિકર્મ ગણાય…..અભિનંદન.

 13. pragnaju said,

  July 13, 2009 @ 7:00 pm

  ચેતનાની ખરી અસર છે
  આ નશો ને નશાપરસ્તી

  બહુ સરસ—
  કેટલી મૉટી વાત

  યાદ આવી
  વફા’ આ જામ ખાલી ને હલાવીને કરીશું શું?
  દરદને ખૂબ ઘુંટીને નશો મદભર જરા આપો

 14. Sandhya Bhatt said,

  July 13, 2009 @ 11:00 pm

  અલગ વિચારો,અલગ અભિવ્યક્તિ,અભિનંદન.

 15. kirankumar chauhan said,

  July 14, 2009 @ 7:42 am

  સુંદર, સહજ, તાત્વિક અને સાત્વિક ગઝલ.

 16. Kavita Maurya said,

  July 14, 2009 @ 11:48 am

  એક કલ્પન, નશો ને મસ્તી
  થાય ઝળહળ જરાક હસ્તી

  જેમ મસ્તી બને અનુભવ
  તેમ અનુભવ થયો છે મસ્તી

  સુંદર શેર !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment