વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
હરીન્દ્ર દવે

લંડનના ‘ઓપિનિયન’માં લયસ્તરો

નેટ-ગુર્જરીનું આકાશ અને પ્રિન્ટ મિડીયાની ધરતી હવે વધુ ને વધુ એકાકાર થઈ રહ્યા છે.  લંડનથી પ્રકાશિત થતા ‘ઑપિનિયન’માં લયસ્તરોમાં પ્રકાશિત એક રચના એના ટૂંકા આસ્વાદ સાથે અહીં પ્રકાશિત થઈ છે…

Opinion_albert Einstein

(ઓપિનિયન- મે-2009…                …તંત્રી શ્રી વિપુલ કલ્યાણી)

*

આવતા વર્ષે સોળ વરસની સળંગ યાત્રા પછી બંધ થનાર લંડનથી પ્રગટ થતા આ માસિકમાં તંત્રીનોંધ ખાસ વાંચવા જેવી છે. વિદેશમાં ભાષાને જીવતી રાખવાના આટલા સંનિષ્ઠ પ્રયત્ન અને ‘કમિટમેન્ટ’ મેં અન્યત્ર ક્યાંય જોયા નથી. તંત્રી લખે છે: “ભાષા સારી માઠી હશે તેને વિશે લખનારે જરા પણ અચકાવાનું નથી. અમારી શક્તિ પ્રમાણે અમે સુધારી લઈશું. ઓછામાં ઓછી ગુજરાતી જાણનાર વાચક પણ સામયિકની મારફતે જેટલી દાદ લઈ શકે તેટલી દાદ દેવી એ અમારી ફરજ સમજશું“…

…આ નોંધ સામે નતમસ્તક થયા વિના રહી શકાય એમ નથી…

11 Comments »

 1. manharmody ('મન' પાલનપુરી) said,

  June 13, 2009 @ 5:05 am

  ઓપેનિયન માં પ્રસિદ્ધ થયેલી ‘લયસ્તરો’ ની આ રચના અને ભાઈ વિવેક ટેલરનો આસ્વાદ આપણા બધાં માટે, ગુજરાતી ભાષા માટે અને લયસ્તરો માટે ગૌરવ લેવા જેવો છે. ‘ઓપેનિયન’ ની ગુજરાતી પ્રત્યેની ભાષા ભક્તિ અને નિષ્ઠા પણ કાબિલે-દાદ છે.

  અભિનંદન, વિવેકભાઈ , અભિનંદન ‘લયસ્તરો’.

  =’મન’ પાલનપુરી

 2. Lata Hirani said,

  June 13, 2009 @ 6:41 am

  આઇન્સ્ટાઇનની કવિતા અને વિવેકભાઇનો રસાસ્વાદ… સોનામાં સુગંધ..

  ઓપિનિયનના સમાચાર આ છે ?

 3. Pancham Shukla said,

  June 13, 2009 @ 7:08 am

  ” વિદેશમાં ભાષાને જીવતી રાખવાના આટલા સંનિષ્ઠ પ્રયત્ન અને ‘કમિટમેન્ટ’ મેં અન્યત્ર ક્યાંય જોયા નથી.” – એકદમ સાચી વાત કરી વિવેકભાઈ.

  એકલે હાથે, કોઈ પણ જાહેરાત લીધા વગર અને મર્યાદિત લવાજમના પ્રદાન સાથે શ્રી વિપુલભાઈ કલ્યાણી જે રીતે ૧૫ વરસથી ગુણવત્તા સભર અને વિષય વૈવિદ્ય સાથે ઓપિનિયન ચલાવી અને ગુજરાતીને શ્વસ્યા છે એ ભલભલાને તાજ્જુબ કરે એવી ઘટના છે. ઈઁગ્લેન્ડમાં ગુજરાતીને ધબકતી રાખનાર મશાલચી અને ગુજરાતી ડાયસ્પોરાની ડિક્શનેરી જેવા એક મૂઠી ઉંચેરા ગુજરાતી અને સરળ સહૃદયી વ્યક્તિત્વને પ્રણિપાત.

  ઓપિનિયન ઑનલાઈનનું વેબએડ્રેસ આ મુજબ છે. મૂળ પોસ્ટમાં જ લિન્ક આપશો તો સારુ રહેશે.
  http://www.opinionmagazine.net/current

  આ બાબતની નોંધ લેવા બદલ લયસ્તરોનો દિલથી આભાર.

 4. sapana said,

  June 13, 2009 @ 9:32 am

  વિવેકભાઈ,
  ઓપિનિયન આપણા લયસ્તરોનુ આ કાવ્ય વાંચી ખુબ ગૌરવ અનુભવ્યુ.
  અને આ મેગેઝીન બંધ થવાનું છે જાણી દુખ થયું વિપુલભાઈની ભાવના આટલી સારી છે.
  ભગવાન એમની મદદ કરશે.
  સપના

 5. mahesh dalal said,

  June 13, 2009 @ 11:10 am

  દોક્ત ર અભિનન્દન્. , ઓપિનિઓન ધબ્ક્તુ રહેૅશ જ્ એ શ્રદા સાથે

 6. pragnaju said,

  June 14, 2009 @ 12:23 am

  અભિનંદન

 7. sunil shah said,

  June 14, 2009 @ 2:01 am

  ઓપિનિયનમાં લયસ્તરોની નોંધ એ લયસ્તરોના સ્તર અને બંન્નેના માતૃભાષા પ્રેમને પ્રતિબિંબિત કરે છે. અભિનંદન.

 8. Pinki said,

  June 14, 2009 @ 8:15 am

  અભિનંદન……. !!

  તંત્રીનોંધ નોંધનીય ….. પણ મેગેઝીન બંધ કરવાની વાત તો ન ગમી.

 9. preetam lakhlani said,

  June 15, 2009 @ 7:15 am

  વિવેક ભાઈ, મને કવિ રાજેન્દ શાહ ની બે પકિત યાદ આવે છે…બોલીએ ના કાઈ, આપણુ હદય ખોલીએ ના કઈ, વેણને રહેવુ ચુપ્…..બસ આમા ધણુ આવી ગયુ….ખરુને ? બાકી ડુગરા દુરથી રળિયામણા !……….

 10. P Shah said,

  June 16, 2009 @ 12:10 pm

  ‘લયસ્તરો’, વિવેકભાઇ અને ધવલભાઇને ખૂબ ખૂબ અભિનંદન !

 11. Rachit said,

  June 17, 2009 @ 5:58 am

  જય હો!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment