તમારી આંખડી કાજળ તણો શણગાર માગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માગે છે
– અમર પાલનપુરી

પગલું – આલ્બર્ટ આઈન્સ્ટાઈન (અનુ. રમણીક અગ્રાવત)

જન્મ એક શરૂઆત છે
મૃત્યુ આખરી મુકામ
અને જીવન એક મુસાફરી.

મુસાફરીઓ થતી રહે :
બચપણથી પુખ્તતા સુધી
તારુણ્યથી વૃદ્ધત્વ સુધી
નિષ્કપટતાથી સાવધતા સુધી
અજ્ઞાનથી જ્ઞાન સુધી
મૂર્ખતાથી નુક્સાન સુધી
અને ત્યાંથી કદાચ ડહાપણ સુધી
નબળાઈથી તંદુરસ્તી સુધી
અને ક્યારેક વળી તંદુરસ્તીથી માંદગી સુધી
ફરી ફરી તંદુરસ્તીની આશા સુધી
દોષથી ક્ષમા સુધી
એકલતાથી પ્રેમ સુધી
આનંદથી કૃતકૃત્યતા સુધી
પીડાથી રાહત સુધી
દુઃખથી સમજણ સુધી
ભયથી વિશ્વાસ સુધી
પરાજયથી પરાજય
અને પરાજય સુધી

અંતથી માંડી છેક શરૂઆત સુધી
જોઈ વળો તો વિજય
સમગ્ર પથ પરના કોઈ ઊંચા સ્થાન પર
બિરાજિત નથી
પરંતુ
પગલે પગલે કંડારાતી
પુનિત યાત્રામાં જ નિહિત છે.

– આલ્બર્ટ આઈન્સ્ટાઈન
અનુવાદ : રમણીક અગ્રાવત

E=MC2 જેવો સાપેક્ષવાદનો અટપટો સિદ્ધાંત આપનાર વીસમી સદીના મહાનતમ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન કલમ લઈ ક્યારેક કવિતા પર પણ હાથ અજમાવતા હતા એવું જાણીએ તો સાશ્ચર્યાનંદ જ થાય ને ! કવિ મુસાફરીની વાત લઈને આવે છે અને જીવનમાં આપણે નાનાવિધ સ્વરૂપે જે જે સફર અનવરતપણે કરતા રહીએ છીએ એ બધાની વાત કરે છે. યાદી લંબાતી જાય ત્યારે એમ થાય કે વૈજ્ઞાનિક કવિતામાં પણ સમીકરણો લઈને બેસી ગયા કે શું ? પણ બધી મુસાફરીઓમાં અંતે જ્યારે પરાજયથી પરાજય અને પરાજય સુધી આવે ત્યારે એક થડકો અનુભવાય… આ કેવી મુસાફરી છે જ્યાં હાર પર હાર અને હાર પછી હાર જ આવે છે ! પણ આ એક મહાન વૈજ્ઞાનિકની વાત છે. અહીં સત્ય સીધેસીધું આવી ભેટે એવી અપેક્ષા વધારે પડતી છે. જીવનનું સૌથી મોટું સત્ય વૈજ્ઞાનિક કવિતાના અંતે ખોલે છે કે હકીકતમાં વિજય કોઈ ઉચ્ચાસને નથી વિરાજતો, સાચો વિજય તો હોય છે વિજય માટેની પવિત્ર યાત્રાના હરએક પગલાંમાં…. માત્ર પગલાંમાં !

18 Comments »

  1. Chetan Framewala said,

    April 28, 2009 @ 2:42 AM

    વાહ,

    અંતથી માંડી છેક શરૂઆત સુધી
    જોઈ વળો તો વિજય
    સમગ્ર પથ પરના કોઈ ઊંચા સ્થાન પર
    બિરાજિત નથી
    પરંતુ
    પગલે પગલે કંડારાતી
    પુનિત યાત્રામાં જ નિહિત છે.

    દરેક પગલામાં, દરેક શ્વાસ-ઊચ્વાસ, અણું-પરમાણુંમાં સફળતાને શોધો – જરૂર મળશે.
    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  2. pragnaju said,

    April 28, 2009 @ 3:37 AM

    અમારી ન્યુ જર્સીની પ્રીન્સ્ટન યુની.નો વિભાગ યાદ આવ્યો.તેના સરળ જીવન અને મોટા ગજાના વૈજ્ઞાનિકનો તો સામાન્યને પણ ખ્યાલ હોય તેટલો ખ્યાલ હતો જ…ત્યારે વિચાર આવેલો કે કદાચ તેઓ કવિ તો નહીં જ હોય!વળી મૉટા માણસની વાતોમા આ માનવ સ્વભાવ અંગેની વાત તો ખુબ ગમી ગયેલી.
    આલ્બર્ટ આઈન્સ્ટાઈને સાપેક્ષતાના સિદ્ધાંતની શોધ કરી ત્યારે સર્વત્ર તેમનો આદર થવા લાગ્યો. એ અંગે કટાક્ષ કરતાં તેમણે કહ્યું : ‘આજે જર્મનીમાં એક જર્મન વૈજ્ઞાનિક તરીકે મારો આદર થાય છે અને ઈંગ્લૅન્ડમાં એક પરદેશી યહૂદી તરીકે. પણ જો મારો સિદ્ધાંત ખોટો સાબિત થાય, તો જર્મન લોકો મને એ કહીને ધુત્કારશે કે, ‘એ એક પરદેશી યહૂદી છે !’ અને અંગ્રેજ લોકો એ કહીને ધુત્કારશે કે, ‘એ એક જર્મન છે !’ એટલું કહીને હસતાં-હસતાં એમણે ઉમેર્યું : ‘આ બાબત મારા સાપેક્ષતાના સિદ્ધાંતનો એક વધુ પુરાવો રજૂ કરે છે !’
    ત્યારે આજે કાવ્ય અને સુંદર અનુવાદ માણી ખૂબ આનંદ થયો.છેલ્લી પંક્તી ઓ
    અંતથી માંડી છેક શરૂઆત સુધી
    જોઈ વળો તો વિજય
    સમગ્ર પથ પરના કોઈ ઊંચા સ્થાન પર
    બિરાજિત નથી
    પરંતુ
    પગલે પગલે કંડારાતી
    પુનિત યાત્રામાં જ નિહિત છે
    માણતા લાગ્યું કે આપણા સંતોએ કહેલી વાત તેમના અનુભવની અનુભૂતિ છે
    સલામ તારા પ્રત્યેક પગલાને…

  3. Gaurang Thaker said,

    April 28, 2009 @ 9:27 AM

    Nice one enjoyed..

  4. ઊર્મિ said,

    April 28, 2009 @ 10:14 AM

    અંતથી માંડી છેક શરૂઆત સુધી
    જોઈ વળો તો વિજય
    સમગ્ર પથ પરના કોઈ ઊંચા સ્થાન પર
    બિરાજિત નથી
    પરંતુ
    પગલે પગલે કંડારાતી
    પુનિત યાત્રામાં જ નિહિત છે.

    ……

    એકદમ સાચી વાત… જો સમજી શકીએ તો…!!
    સુંદર રચના… આવા ચિંતનમાંથી જ કદાચ વૈજ્ઞાનિકનો જન્મ થતો હશે…!

  5. Dr. Dinesh O. Shah said,

    April 28, 2009 @ 11:57 AM

    Thank you for bringing this poem by Einstein to your readers! Having travelled the path of Science and path of Poetry, I can say that both are creative manifestations of human intelect. I derive the same excitement and joy out of my scientific discovery as I get writing a poem! Some times your science can be poetic and sometimes your poem can be scientific! For example, I humbly present one of my poems, as an example,

    Lamps of Humanity

    A star falls from the sky, a fire fly keeps its pulsating light
    Lightening lasts as long as the thunderstorm lasts
    Moon light lasts until the arrival of dawn

    After ages and ages, the Sun will not radiate, Scientists say
    And the stars will collapse into a giant black hole!

    O’ Great Architect of the Universe, How come you made a mistake?
    That you did not make any thing that can last for ever?

    The almighty replied from the sky, that yes, I did make such lamps
    and put one in every one’s heart,
    Those lamps which are lighted by the spark of love and compassion
    Such lamps of humanity will shine forever!

    Dinesh O. Shah (Translation of my song, Mansai na Deeva in Parab Tara Pani. If you wish, you can listen on Tahuko.com by Ashit Desai.)

  6. Pinki said,

    April 28, 2009 @ 12:46 PM

    In leaves no step had trodden black.
    Oh ! I marked the first for another day ! ~ Albert Einstein

    સરસ વાત……
    તે વૈજ્ઞાનિક તરીકે પ્રખ્યાત ના હોત તો એક ઉમદા ફિલોસોફર તરીકે પ્રખ્યાત હોત …..!!!
    તેમના વિશે વધુ જાણવા તથા તેમના હસ્તાક્ષરમાં જ તેમનું લખાણ http://www.alberteinstein.info/ પર વાંચી શકશો.
    કદાચ તેમની જીવનની ફિલસૂફીએ જ તેમને ઉત્તમોત્તમ વૈજ્ઞાનિક બનાવ્યાં ?!!

  7. Dhaval said,

    April 28, 2009 @ 1:29 PM

    ઊંચી વાત !

  8. urvashi parekh said,

    April 28, 2009 @ 7:12 PM

    બહુ મોટી વાત કરિ છે કાવ્ય માં.
    આમાં થી થોડુ પણ સમજી ને યાદ રાખી શકાય તો,
    ઘણા બધા પ્રશ્નો ના જવાબ મળી જશે અને આગળ પગલા ભરવાનુ ભારે નહી લાગે..
    સરસ વાત..

  9. Rasheeda said,

    April 28, 2009 @ 7:55 PM

    Indeed fascinating to read science and poetry in this way. Instein will be an inspiration to artistic and scientific community.

    thanks for sharing this peom, enjoyed reading and much appreciated.
    RD

  10. KIRANKUMAR CHAUHAN said,

    April 29, 2009 @ 10:48 AM

    આઇન્સ્ટાઇનની આટલી અસરકારક કવિતા ! આભાર રમણીકભાઇ.

  11. kantilalkallaiwalla said,

    April 29, 2009 @ 12:30 PM

    Best. I enjoyed fully. Thanks to Ramnikbhai for Gujrati translation.I would like to request to Vivekbhai, if possible try to put As the world I see by Albert Instein translated by Umasanker Joshi

  12. લયસ્તરો » લંડનના ‘ઓપિનિયન’માં લયસ્તરો said,

    June 13, 2009 @ 4:34 AM

    […] લંડનથી પ્રકાશિત થતા ‘ઑપિનિયન’માં લયસ્તરોમાં પ્રકાશિત એક રચના એના ટૂંકા આસ્વાદ […]

  13. Pinki said,

    June 24, 2009 @ 5:12 AM

    Birth is a beginning
    And death is a destination.
    And life is a journey
    from childhood to maturity.
    And youth to age;

    From innocence to knowing;
    From foolishness to discretion
    and then, perhaps, to wisdom;
    From weakness to strength
    Or strength to weakness –
    and often back again;
    From health to sickness
    and back, we pray, to health again;
    From offence to forgiveness,
    From loneliness to love,
    From joy to gratitude,
    From pain to compassion,
    And grief to understanding –
    From fear to faith;
    And from defeat to defeat to defeat –

    Until, looking backward or ahead,
    We see that victory lies
    Not at some high place along the way,
    But in having made the journey, stage by stage,
    a sacred pilgrimage.

    Birth is a beginning.
    And death a destination.
    And life is a journey,
    A sacred pilgrimage
    to life everlasting.

    મૂળ કવિતા આજે મળી …… !! http://www.universel.org/

  14. વિવેક said,

    June 24, 2009 @ 7:19 AM

    અહો ! મૂળ કવિતા તો મારી પાસે હતી જ… પણ અંગ્રેજીમાં ટાઈપ કરવાનો કંટાળૉ આવતો હતો…

    ખૂબ ખૂબ આભાર, પિન્કી !

  15. રમણીક અગ્રાવત said,

    March 21, 2023 @ 1:22 PM

    ધન્યવાદ પ્રિય વિવેક ટેઈલર

  16. Poonam said,

    March 23, 2023 @ 11:02 AM

    પરાજયથી પરાજય
    અને પરાજય સુધી… bahoot khoob !
    – આલ્બર્ટ આઈન્સ્ટાઈન
    અનુવાદ : રમણીક અગ્રાવત –

    Aaswad saras sir ji 👌🏻

  17. પીયૂષ ભટ્ટ said,

    March 30, 2023 @ 9:23 PM

    રમણીકભાઇ સરસ કવિતાઓનાં સુંદર અનુવાદો આપતાં રહે છે. અનુવાદ કળા એમણે હસ્તગત કરી છે. મહાન વિજ્ઞાની આઈન્સ્ટાઈન ની કવિતા આપણા સુધી પહોંચી એ એમને અને વિવેકભાઈ ને આભારી છે. બંને ને અભિનંદન.
    મને બાદલ સરકારનું એક નાટક યાદ આવે છે. કદાચ एवम इंद्रjजीत એનું નામ. એનો એક સંવાદ કદાચ આ કાવ્યનાં અંત સાથે સહજ સંયોગ રચે છે. तीर्थ नहीं है, केवल यात्रा। પરાજય, પરાજય અને પરાજય સુધી જ નહીં, પછી પણ
    એ પછી પણ સતત યાત્રા અવિરતપણે ચાલુ રહે ત્યાં જ વિજય નિહિત છે. મંઝિલે પહોંચ્યા પછી નો આનંદ ક્ષણિક આનંદ છે. પણ યાત્રા નો આનંદ સમગ્રતા પૂર્વક રહે છે.

  18. વિવેક said,

    March 31, 2023 @ 10:38 AM

    સહુનો આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment