કિનારા આંબવા દોડી,
આ મારા શ્વાસની હોડી.
બધી મંઝિલ છે ફોગટ, જો
મળે મઝધારને છોડી.
વિવેક મનહર ટેલર

(કૂંપળ મળે) – રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’

જેમ ચોખ્ખા આભને વાદળ મળે,
એમ આ એકાંતને કાગળ મળે.

આ હવાને તેં કર્યું ચુંબન હશે,
આંગણામાં એટલે ઝાકળ મળે.

રાતરાણી થઈ અને પથરાઈ જો-
જીવતાં અંધારને પણ બળ મળે !

એમણે ધાર્યો મને સૂરજ સમો –
રોજ એથી આવવા જળ મળે !

હાથમાં લીધા અઢી અક્ષર અમે
ટેરવે ત્યાં સેંકડો કૂંપળ મળે.

–  રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’

આજે આ તરત ગમી જાય એવી ગઝલ માણો. અઢી અક્ષરની વાતને કદી કોઈને સમજાવવી પડતી નથી !

13 Comments »

  1. sapana said,

    June 1, 2009 @ 11:35 PM

    ધવલભાઈ,
    સાચી વાત કરી.અઢી અક્ષર્ની વાત કોઈને સમજાવવી પડતી નથી….પણ જેને ન સમજવી..હોય તેને
    સમજાવી નહી શકો..સુંદર રચના.
    સપના

  2. Abhijeet Pandya , Bhavnagar said,

    June 2, 2009 @ 12:22 AM

    સુંદર રચના.

    એમણે ધાર્યો મને સૂરજ સમો –
    રોજ એથી આવવા જળ મળે !

    ઉપરોક્ત શેરમાં સાની િમસરામાં આવવા અને જળ વચ્ચે ગા ખુટતો જોવા મળે છે.
    ગઝલકાર ભાવનગરના છે અને છંદના ચુસ્ત આગ્ર્હી છે તેથી પ્રીન્ટ ઍરર લાગે
    છે. સુધારો કરવા િવનંિત.

    અિભજીત પંડ્યા. ભાવનગર.

  3. વિવેક said,

    June 2, 2009 @ 12:42 AM

    સુંદર રચના…

    રાતરાણી થઈ અને પથરાઈ જો-
    જીવતાં અંધારને પણ બળ મળે !
    -ગમી જાય એવી વાત !!

  4. pradip sheth said,

    June 2, 2009 @ 1:14 AM

    આ હવા ને તેં કર્યુ ચુંબન હશે…

    અને

    હાથ માં લીધા અઢી અક્ષ્રર …..

    ખૂબજ સુન્દર્ ભાવનું નિરુપણ….

  5. Pinki said,

    June 2, 2009 @ 2:59 AM

    તરોતાજા કૂંપળ જેવી ગઝલ …….. !!

    હાથમાં લીધા અઢી અક્ષર અમે
    ટેરવે ત્યાં સેંકડો કૂંપળ મળે.

  6. P Shah said,

    June 2, 2009 @ 4:08 AM

    રાતરાણી થઈ અને પથરાઈ જો-
    જીવતાં અંધારને પણ બળ મળે !

    સરસ !

  7. mrunalini said,

    June 2, 2009 @ 8:10 AM

    હાથમાં લીધા અઢી અક્ષર અમે
    ટેરવે ત્યાં સેંકડો કૂંપળ મળે.
    સરસ

    કબીર સાહેબે કહ્યું,

    ”પુસ્તક પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોઈ,

    ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોઈ.”

    પ્રેમના અઢી અક્ષર આટલું સમજે તો બહુ થઈ ગયું. બાકી, પુસ્તક વાંચે તેને કબીર સાહેબે આવડી આવડી આપી કે આ પુસ્તક તો પઢીને જગત મરી ગયું પણ પંડિત કોઈ થયો નથી, એક પ્રેમના અઢી અક્ષર સમજવા માટે. પણ અઢી અક્ષર પ્રાપ્ત થયા નહીં ને રખડી મર્યો. એટલે પુસ્તકમાં તો આમ જો જો કરે ને, એ તો બધું મેડનેસ વસ્તુ છે. પણ જો અઢી અક્ષર પ્રેમનો જાણ્યો કે પંડિત થઈ ગયો એવું કબીર સાહેબે કહ્યું. કબીર સાહેબની વાત સાંભળી બધી ?
    પ્રેમ હોય તો કોઈ દહાડો છૂટા પડે નહીં. આ તો બધો ઘાટવાળો પ્રેમ છે.

  8. pragnaju said,

    June 2, 2009 @ 8:13 AM

    ખૂબ મઝાની ગઝલના આ શેરો વધુ ગમ્યા
    જેમ ચોખ્ખા આભને વાદળ મળે,
    એમ આ એકાંતને કાગળ મળે.

    આ હવાને તેં કર્યું ચુંબન હશે,
    આંગણામાં એટલે ઝાકળ મળે.
    અનુભૂતિની વાત

  9. ઊર્મિ said,

    June 2, 2009 @ 8:53 AM

    એકદમ સરળ બાનીમાં ખૂબ જ મઝાની ગઝલ… બધા જ શેર ગમી ગયા…!

  10. Parul T. said,

    June 2, 2009 @ 9:34 AM

    રાતરાણી થઈ અને પથરાઈ જો-
    જીવતાં અંધારને પણ બળ મળે !

    હાથમાં લીધા અઢી અક્ષર અમે
    ટેરવે ત્યાં સેંકડો કૂંપળ મળે
    ખરેખર ખૂબ જ સરસ રચના……

  11. kirankumar chauhan said,

    June 2, 2009 @ 11:23 PM

    ખરેખર ગમી જાય એવી ગઝલ.

  12. મીત said,

    June 3, 2009 @ 4:10 AM

    હાથમાં લીધા અઢી અક્ષર અમે
    ટેરવે ત્યાં સેંકડો કૂંપળ મળે.

    પ્રેમ તત્વ જ એવુ છે કે એનુ નામ લો તો પણ ઉધ્ધાર થઈ જાય..!
    આ બન્ને પંક્તિઓ અર્પણ પ્રેમ વિરોધીઓને…!

    -મીત

  13. MANHAR MODY ('મન' પાલનપુરી) said,

    June 3, 2009 @ 8:08 PM

    આ હવાને તેં કર્યું ચુંબન હશે
    આંગણામાં એટલે ઝાકળ હશે

    ખુબ જ સુંદર શેર .

    – ‘મન’ પાલનપુરી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment