પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.
– હિતેન આનંદપરા

કળાનો અંત – રેઈનર કુંજે

ઘુવડે શિખર પરના કૂકડાને કહ્યું
તારે સૂરજને કદી ગાવો નહીં
સૂરજ કંઈ મહત્વનો નથી

શિખરના કૂકડાએ પોતાની કવિતામાંથી
સૂરજની બાદબાકી કરી

ઘુવડે શિખરના કૂકડાને કહ્યું
તું કલાકાર નથી
અને ત્યાં ચારે બાજુ
કેવળ અંધકાર હતો

– રેઈનર કુંજે

કળા તો સંસ્કૃતિનો આત્મા છે. કળાને રાજકીય અભિપ્રાયો અને ‘વાદ’થી મુક્ત રાખવી એ આપણી સામાજીક જવાબદારી છે. રાજ્યને ગાવા માટે કળા નથી હોતી, કળાને ગાવા માટે રાજ્ય હોય છે. જ્યાં રાજ્ય કળાના ધોરણો ઘડવા માડે તે સંસ્કૃતિનો અસ્ત નિશ્ચિત જ સમજવો.

3 Comments »

  1. pragnaju said,

    May 12, 2009 @ 12:04 AM

    ઘુવડે શિખરના કૂકડાને કહ્યું
    તું કલાકાર નથી
    અને ત્યાં ચારે બાજુ
    કેવળ અંધકાર હતો
    વાહ્
    યાદ આવી
    હું જીવનનો કલાકાર છું
    સ્વપ્નોનો શીલ્પી છું
    અનેકતામાં એકતાનો આવિર્ભાવ કરનાર સંગીતજ્ઞ છું
    તન-મન પર નિયંત્રણ કરનાર નૃત્યકાર છું
    ચારુતાને ચિત્રીત કરનાર ચિત્રકાર
    વિશ્વના કવિવરની કલમ છું
    એમ નાનકડી દુનિયાનો કલાકાર છું

  2. વિવેક said,

    May 12, 2009 @ 12:49 AM

    સુંદર રચના…

  3. ઊર્મિ said,

    May 12, 2009 @ 7:44 AM

    અરે વાહ… ક્યા બાત કહી હૈ ધવલભાઈ…!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment